અમદાવાદથી જોધપુર માત્ર 6 કલાકમાં : PM મોદી ગુજરાતને આપશે મોટી ભેટ, જાણી લો કેટલા રૂપિયા થશે ખર્ચ

Ahmedabad News : જોધપુર વંદે ભારત એક્સપ્રેસ (Jodhpur-Sabarmati Vande Bharat Express) 9મી જુલાઈથી અમદાવાદના સાબરમતીથી રાજસ્થાન સુધી દોડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7મી જુલાઈએ જોધપુરથી આ ટ્રેનને લીલી ઝંડી આપશે
 

અમદાવાદથી જોધપુર માત્ર 6 કલાકમાં : PM મોદી ગુજરાતને આપશે મોટી ભેટ, જાણી લો કેટલા રૂપિયા થશે ખર્ચ

Jodhpur-Sabarmati Vande Bharat Express: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 જુલાઈએ ગુજરાતને બીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ આપશે. 9 મહિનાના અંતરાલ બાદ ગુજરાતને બીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની કનેક્ટિવિટી મળશે. હાલમાં વંદે ભારત ટ્રેન અમદાવાદથી મુંબઈ દોડે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી  (PM Narendra Modi) ગુજરાતને બીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ભેટ આપશે. 7 જુલાઈએ PM મોદી જોધપુરથી અમદાવાદ જતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને 7 જુલાઈએ લીલી ઝંડી આપશે. આ ટ્રેન 9મી જુલાઈથી સામાન્ય લોકો માટે ઉપલબ્ધ થશે. ગુજરાત માટે આ બીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન હશે. આ અગાઉ ગયા વર્ષે 30 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગર રાજધાનીથી મુંબઈ જતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. અમદાવાદના સાબરમતી સ્ટેશનથી જોધપુર જતી વંદે ભારત એક્સપ્રેસ (Jodhpur-Sabarmati Vande Bharat Express) ટ્રેન છ કલાક અને 10 મિનિટમાં મુસાફરી પૂર્ણ કરશે.

આ ટ્રેન છ દિવસ ચાલશે
જોધપુર વંદે ભારત એક્સપ્રેસ (Jodhpur-Sabarmati Vande Bharat Express) 9મી જુલાઈથી અમદાવાદના સાબરમતીથી રાજસ્થાન સુધી દોડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7મી જુલાઈએ જોધપુરથી આ ટ્રેનને લીલી ઝંડી આપશે. તે 6 કલાક 10 મિનિટમાં અંતર કાપશે. આ ટ્રેન મંગળવાર સિવાય અઠવાડિયામાં 6 દિવસ દોડશે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન (12462) સાબરમતી - જોધપુર વંદે ભારત એક્સપ્રેસ સાબરમતીથી સાંજે 4.45 વાગ્યે ઉપડશે અને રાત્રે 10.55 વાગ્યે જોધપુર પહોંચશે.

ક્યાં ક્યાં ઉભી રહેશે?
અમદાવાદથી જોધપુર વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન (Jodhpur-Sabarmati Vande Bharat Express) સાંજે 5.33 વાગ્યે મહેસાણા, 6.38 વાગ્યે પાલનપુર, સાંજે 7.13 વાગ્યે આબુ રોડ, 8.21 વાગ્યે ફાલના અને રાત્રે 9.40 વાગ્યે પાલી મારવાડ પહોંચશે. તેવી જ રીતે આ ટ્રેન (12461) જોધપુર-સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ તરીકે સવારે 5.55 વાગ્યે જોધપુરથી ઉપડશે અને બપોરે 12.05 વાગ્યે સાબરમતી પહોંચશે. આ દરમિયાન આ ટ્રેન સવારે 6.45 વાગ્યે પાલી મારવાડ પહોંચશે અને સવારે 6.47 વાગ્યે ઉપડશે. તે સવારે 7.50 વાગ્યે ફાલના પહોંચશે અને સવારે 7.52 વાગ્યે ઉપડશે. સવારે 9.05 કલાકે આબુ રોડ, સવારે 10.04 કલાકે પાલનપુર, 10.49 કલાકે મહેસાણા પહોંચશે.

ભાડું કેટલું હશે?
હાલમાં અમદાવાદથી જોધપુર સુધીનો રસ્તો આઠથી નવ કલાકમાં પૂરો થાય છે. આ પ્રવાસ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન (Jodhpur-Sabarmati Vande Bharat Express) દ્વારા છ કલાકમાં પૂર્ણ થશે. અમદાવાદથી જોધપુર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું ભાડું ચેર કાર માટે રૂ. 1,115 અને એક્ઝિક્યુટિવ ક્લાસ માટે રૂ. 2,130 રહેશે. અમદાવાદના સાબરમતી સ્ટેશનથી જોધપુર વચ્ચેનું કુલ 400 કિલોમીટરનું અંતર છ કલાક અને 10 મિનિટમાં કાપવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news