ભાવનગર: જિલ્લાના પાલિતાણામાં આવેલ શહેરનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ પાંચ વર્ષ બાદ સતત ત્રીજીવાર ઓવરફ્લો થયો છે, ડેમ ઓવરફ્લો થતા ડેમના 59 દરવાજા 2 ફૂટ ખોલી દેવામાં આવ્યા છે. ડેમમાંથી વહી રહેલા પાણીનો નજારો જોવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. શેત્રુંજી ડેમ મહત્તમ સપાટી 34 ફૂટ છે. જે ઉપરવાસની આવકના પગલે તારીખ 21 ઓગસ્ટના દિવસે પ્રથમ વખત છલકાયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અધ્યક્ષ આર.સી પટેલ કોરોના પોઝિટિવ, કાર્યકર્તાઓમાં ભાગદોડ


જ્યારે 27 ઓગસ્ટના બીજી વાર અને 30 ઓગસ્ટના ત્રીજીવાર ઓવરફ્લો થયો છે. છેલ્લે 2015 માં શેત્રુંજી ડેમના 59 દરવાજા ખોલાયા હતા. જ્યારે પાંચ વર્ષ બાદ 2020માં આજે ફરી ડેમના તમામ 59 દરવાજા ખોલવામાં આવ્યા છે. ભાવનગરના જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ 25 કિલોમીટરમાં ફેલાયેલો છે. જેમાં 308.68 મિલિયન ઘન મીટર પાણીની સંગ્રહ ક્ષમતા છે. માત્ર પીવા માટે ઉપયોગમાં લેવાય તો 4 વર્ષ ચાલે એટલું પાણી એકત્રિત થાય છે, પરંતુ હાલ પીવા અને સિંચાઈ બંને માટે ઉપયોગમાં લેવાતું હોવાથી એક વર્ષ ચાલે એટલા પાણીનો સંગ્રહ હાલ થઈ જતા પીવા અને સિંચાઇની સમસ્યા હલ થઈ ગઈ છે.


ખેડૂતો માટે સૌથી મોટી ખુશખબર: ગંધારા સુગરમાં અટવાયેલા પૈસા પરત કરવાની કાર્ય યોજનાને કેબિનેટની મંજૂરી


ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ સતત ત્રીજી વખત ઓવરફ્લો થયો છે. જેના કારણે ડેમના 59 દરવાજા ખોલી દેવામાં આવતા ડેમમાંથી વહી રહેલા પાણીનો નજારો જોવા ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. તો બીજી તરફ સમગ્ર પંથકમાંથી જ્યાં જ્યાં નદી પસાર થાય છે તે કિનારાના ગામડાઓને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત શેત્રુંજી નદી પણ ગાંડીતુર બનીને વહી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર