ચેતન પટેલ/સુરત :બોલિવુડ (Bollywood) ની જાણીતી એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) ના માતા સુનંદા સુરેન્દ્ર શેટ્ટી સામે સુરત કોર્ટ (Surat Court) દ્વારા બિનજામીનપાત્ર વોરન્ટ ઈશ્યુ થયું હતું. જેને કારણે આજે તે સુરત (Surat) કોર્ટમાં હાજર થયા હતા. જોકે મીડિયા સમક્ષ તેમણે કોઈ પણ નિવેદન આપવાનું ટાળ્યું હતું. વર્ષ 1998ના સાડી (Praful Sarees) ની જાહેરાતની એડમાં સુનંદા શેટ્ટીને સુરત કોર્ટમાં હાજર થવાનું ફરમાન આવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિધાનસભા પેટાચૂંટણી : વિજય મુહૂર્તમાં ઉમેદવારોએ ફોર્મ ભર્યું, કોઈ ઉંટ પર આવ્યું, તો કોઈએ ડુંગળીનો હાર પહેર્યો


સુરત શહેરની જાણીતા પ્રફુલ્લ સાડીના માલિક શિવનારાયણ અગ્રવાલે વર્ષ 1998મા શિલ્પા શેટ્ટી સાથે કોન્ટ્રાકટ સાઇન કરી પોતાની પ્રોડકટની એડ ફિલ્મ કરાવી હતી. જેનુ સ્વિત્ઝરલેન્ડ અને પેરિસમાં શુટીંગ થયું હતું. એડ ફિલ્મના ટેલિકાસ્ટ અંગે કોઇ ચોક્કસ સમયમર્યાદા નક્કી થઈ ન હતી. અગ્રવાલે એડ ફિલ્મના રૂપિયા ચાર લાખ શિલ્પા શેટ્ટીને ચૂકવી દીધા હતા. આમ છતાં શિલ્પાની માતા શુંનદા દ્વારા વધારાની રોયલ્ટી પેટે બે લાખ રૂપિયાની માંગણી કરાઈ હતી. આ ઝઘડામા ગેંગસ્ટર ફઝલુ રહેમાને ફરિયાદીને વર્ષ 2003મા સંખ્યાબંધ ફોન કરી રૂપિયા બે કરોડની ખંડણી માંગી હતી. નહિ તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવમાં અગ્રવાલે ઉમરા પોલીસ મથકમાં શિલ્પા શેટ્ટીની માતા સુનંદા, પિતા સુરેન્દ્ર, દિનેશ રાય, દિલીપ પલસેકર તથા પદમનાભમ પોટીયન વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. 


પોરબંદર : રોડ પર ડેમનું પાણી ફરી વળ્યું, અને જાણીતા ક્લાસીસના સંચાલકનો પરિવાર કાર સાથે તણાયો


વર્ષો બાદ પણ એક યા બીજા કારણોસર આ કેસમા અદાલતની કાર્યવાહી આગળ વધતી ન હતી. કેસમા સહઆરોપી પદનાભમ પોટીયન મુંબઇથી સુરત આવી રેગ્યુલર કોર્ટમા હાજરી આપે છે. છેલ્લી કેટલીક તારીખો દરમિયાન તેમના એડવોકેટ રાજેશ ઠાકરીયા દ્વારા આ કેસમાં ચાર્જફ્રેમ કરી કેસ ઝડપથી ચલાવવા કોર્ટને રજૂઆત કરવામાં આવતી હતી. છેલ્લા ચાર ઠરાવથી સુનંદા શેટ્ટીને કોર્ટમા હાજર રહેવા તેમના એડવોકેટ મારફતે અવારનવાર જણાવવામાં આવ્યું હતું. આમ છતા એડવોકેટ ઝવેરી દ્વારા હાજરી મુક્તિની અરજી કરવામા આવી હતી. જે કોર્ટે ફગાવી દેતા સુનંદા શેટ્ટી વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરન્ટ ઈશ્યુ કરાયું હતું. તેમજ તેમને 30મી સપ્ટમ્બરના રોજ કોર્ટમાં હાજર રહેવા આદેશ આપ્યો હતો. જેને લઈ આજે સુનંદા શેટ્ટી પોતાના વકીલ સાથે સુરત કૉર્ટમાં હાજર થઈ હતી. જેમાં નામદાર કોર્ટે 17 ઓક્ટોબરના રોજ વધુ સુનવણી હાથ ધરશે તેવો હુકમ કર્યો હતો.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :