પોરબંદર : રોડ પર ડેમનું પાણી ફરી વળ્યું, અને જાણીતા ક્લાસીસના સંચાલકનો પરિવાર કાર સાથે તણાયો
Trending Photos
અજય શીલુ/પોરબંદર :આજે પોરબંદર (Porbandar)ના સોઢાણા ગામ નજીક કાર પાણીના પ્રવાહમાં તણાઈ હતી. કારમાં સવાર એક જ પરિવારના માતા-પિતા અને પુત્રના મૃત્યુ થયાના સમાચાર મળ્યા છે. ફાયર બ્રિગેડ સહિતની ટીમ દ્વારા કાર અને મૃતદેહોને બહાર કાઢવાના પ્રયાસો કરાઈ રહ્યાં છે. ગઈકાલે રાજકોટ (Rajkot)ના જામકંડોરણામાં પાણીના વહેણમાં કાર તણાઈ જવાની ઘટના બની હતી. સૌરાષ્ટ્રમાં હાલ ભારે વરસાદને કારણે મોટાભાગના રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યાં છે.
બે સપ્તાહમાં ગુજરાત સરકાર બિલ્કીસ બાનોને 50 લાખ, સરકારી નોકરી અને ઘર આપે : સુપ્રિમ કોર્ટ
પ્રાપ્ત માહિતી અનુસાર, પોરબંદરના જાણીતા શિવમ ક્લાસીસના સંચાલક વિરેન મજીઠીયા અને તેમનો પરિવાર જામનગરથી પોરબંદર આવી રહ્યા હતા. કારમાં તેમની પત્ની અને પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. ગઈકાલે ભારે વરસાદને પગલે વર્તૃ-2 ડેમના 17 દરવાજા ખોલાયા હતા, જેથી કારણે અનેક પોરબંદરમાં અનેક વિસ્તારો પાણીપાણી થઈ ગયા હતા. જેને પગલે કાર વિરેન મજીઠીયાના કાર પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગઈ હતી. કારમાં સવાર પરિવારના માતા-પિતા અને પુત્રના મૃત્યુ થયાના સમાચાર છે.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે રાજકોટ (Rajkot) જિલ્લાના જામકંડોરણા વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે રામપરની નદીના ધસમસતા વહેણમાં કાર તણાઈ ગઈ હતી. આ કારમાં એક જ પરિવારના બે થી ચાર જેટલા સદસ્યો વહેતા વહેણમાં તણાઈ ગયા હતા. જેમાંથી એક શખ્સનો ચમત્કારિક રીતે બચાવ થયો છે. આ પરિવાર લગ્ન પરિવારમાં જવા નીકળ્યો હતો, પણ ભારે વરસાદને કારણે તણાયો હતો. તણાયામાં પાટીદાર (Patidar) પરિવારોની મહિલાઓ હોવાનું જાણવા મળ્યુ છે. ઘટનાને પગલે રેસ્ક્યૂ (Rescue) કામગીરી ઝડપી કરાઈ હતી.
ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે વિવિધ જિલ્લાઓના 39 રસ્તાઓ બંધ કરાયા છે. નદીના પાણી રસ્તાઓ પરથી પસાર થતા વાહનો પર અસર થઈ છે. 39 રસ્તાઓ પર અવરજવર માટે બંધ કરાયા છે. તો સૌરાષ્ટ્રમાં વરસાદને પગલે 45 ગામોમાં વીજળી ગુલ થઈ છે. જ્યાં રેકટિફિસેશનની જીઇબી દ્વારા કામગીરી હાથ ધરાઈ છે. હાલ પણ વરસાદની આગાહીના પગલે સ્ટેટ ડિઝાસ્ટર સેન્ટરે લોકોને માછીમારી નહી કરવા જવા અપીલ કરી છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે