આશરે 500 વર્ષ પહેલા સ્વયંભૂ પ્રગટ થયું હતું આ શિવલિંગ, જાણો અનોખો મહિમા
શ્રાવણ માસ એટલે શિવ ઉપાસનાનુ શ્રેષ્ઠ પર્વ છે. ત્યારે અમે આજે આપને એક એવા શિવાલયના દર્શન કરાવીએ કે જેની કથા સોમનાથ મંદિર સાથે જોડાયેલી છે અને આ શિવલીંગનો ઇતિહાસ અનોખો છે. રાજુલા તાલુકાના ઝોલાપુર ગામે આવેલા બિરાજમાન છે કોટેશ્વર મહાદેવ.
કેતન બગડા/અમરેલી: શ્રાવણ માસ એટલે શિવ ઉપાસનાનુ શ્રેષ્ઠ પર્વ છે. ત્યારે અમે આજે આપને એક એવા શિવાલયના દર્શન કરાવીએ કે જેની કથા સોમનાથ મંદિર સાથે જોડાયેલી છે અને આ શિવલીંગનો ઇતિહાસ અનોખો છે. રાજુલા તાલુકાના ઝોલાપુર ગામે આવેલા બિરાજમાન છે કોટેશ્વર મહાદેવ.
કોટેશ્વર મહાદેવનો ઇતિહાસ અનેરો છે. આજથી પાચસો વર્ષ પહેલા એક ઉંડા ખાડામા આ શિવલીંગ જોવા મળ્યુ હતુ. ત્યારે ગામલોકોએ આ શિવલીંગને ઉપર લેવા ખોદકામ શરુ કર્યું હતું. પરંતુ તેનુ મુળ નહી આવતા એ શિવાલયની એમજ સ્થાપના કરી હતી. અને પુરા કદના આ શિવલીંગની પુજા કરવામા આવતી હતી. લોક કથા મુજબ જ્યારે મહમદ ગઝનીએ સોમનાથનું મંદિર તોડયુ ત્યારબાદ તેની સેના ઝોલાપુર ગામે આવી ચડી હતી. શિવલીંગને તલવાર જેવા હથીયારોથી તોડતા એમાથી લોહી અને ભમરાઓ ઉત્પન્ન થતા સૈનિકોને ભાગવું પડ્યું હતું.
અમદાવાદ: નિકોલમાં અંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી, 7 દટાયા
આજે પણ શિવલીંગ ઉપર તલવારના ઘાનો વાઢ ચોખ્ખો નજરે પડે છે. અને કાળક્રમે આ શિવાલયનો જીર્ણોધ્ધાર થતો ગયો. આજે આ ચમત્કારીક કોટેશ્વર મહાદેવના દર્શને દુર દુરથી હજારો શિવભક્તો દાદાના દરબારમા માથુ ટેકવવા આવે છે. અને શિવજી તેમની તમામ મનોકામનાઓ પુરી કરે છે. આ શિવાલયની એક ખાસ વિષેશતાએ પણ છે કે, શ્રાવણ માસમાં અહિંયા અલગ જ દિપમાળા કરવામા આવે છે. જેમા સવાપાચ કિલો ઘીની સવાપાચસો કોડીયાની દિપમાળા કેળના થંભને કોતરીને ડીઝાઈન બનાવી આરતી કરાય છે.
સુરત : પાનની પિચકારી મારતા લોકોની શાન ઠેકાણે લાવવા હવે મેમો આવશે ઘરે
મંદિરની બીજી વિષેશતા એ છે કે, અહિંયા મંદિરમાં આઠ ઘંટ અને દેશી ઝાલરો તેમજ શંખ અને એક નગારુ છે. આ વાદ્યો વગાડીને જ આરતી કરાય છે. જેના નાદથી આખુયે શિવાલય ગુંજી ઉઠે છે. અહિયા આરતી સમયે ગામના વડીલો બાળકો સહિત મહિલાઓની પણ મોટી સંખ્યામા હાજરી જોવા મળે છે. આ કોટેશ્વર મહાદેવ મંદિરમાં પ્રાચિન કલાક્રુતિથી સજ્જ ગણપતિજી હનુમાનજી,માતા પાર્વતિ અને નંદિ તેમજ કાચબાના દર્શન થાય છે. આમ દાદાના દરબારમાં આવનારા તમામ ભક્તજનોની મનોકામનાઓ પુર્ણ થાય છે.
આસામ બોર્ડર પર ફરજ બજાવતા વડોદરાનો જવાન શહીદ
ઝોલાપુર ગામે આવેલ આ કોટેશ્વર મહાદેવના દર્શને આવનાર શિવભક્તોની દરેક મનોકામનાઓ પુરી થતી હોઇ લોકો ખાસ શ્રાવણ માસમા દર્શને આવે છે. અને આસપાસના ગામડેથી પણ ખાસ દર્શન કરવા શિવભક્તો આવે છે. ત્યારે આ સ્વયંભુ પ્રકટ કોટેશ્વર દાદાની ગામ ઉપર અસીમ ક્રુપા છે જેના કારણે ગામ સુખી હોવાનુ સ્થાનિકો જણાવી રહ્યા છે.
આ શિવલીંગ સ્વયંભુ પ્રગટ થયેલ હોઇ અહિયા મહિલાઓ પણ ખાસ માનતાઓ કરીને આવે છે. ખાસ કરીને નિસંતાન બહેનો અને અભ્યાસ કરતા વિધ્યાર્થીમાં પણ અનેરી આસ્થા જોવા મળે છે. અને આખુ ગામ આ મંદિરનો અનેરો મહિમા જાણતુ હોવાથી અહિનુ મહાત્મ વિષેશ રીતે જોવાઈ છે. ત્યારે કોટેશ્વર દાદાના દરબારમા આસ્થા રાખનાર સ્થાનિકોની મહાદેવ ઉપર પુરી શ્રદ્ધા છે.
ગુજરાતમાં સારા વરસાદનો પુરાવો, અત્યાર સુધી 38 જળાશયો છલકાયા
ઝોલાપુર ગામ આવેલ આ વિરાટ સ્વયંભુ કોટેશ્વર મહાદેવના અનેરા ઐતિહાસીક મહાદેવ મન્દિરે આવનારા લોકોની આસ્થા દિન પ્રતિદિન વધતી જતી હોઇ હવે અહિયા એક નાનકડુ યાત્રાધામ બની રહ્યુ છે.
જુઓ LIVE TV....