close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

ગુજરાતમાં સારા વરસાદનો પુરાવો, અત્યાર સુધી 38 જળાશયો છલકાયા

ગુજરાતમાં સર્વત્ર વરસેલા સારા વરસાદનું પરિણામ એવું છે કે, હાલ ગુજરાતના મોટાભાગના જળાશયો ભરાઈ ગયા છે. ગુજરાતના 38 જળાશયો છલકાઈ ગયા છે. આ વર્ષે ગુજરાતના દરેક પ્રાંતમાં વરસેલા સારા વરસાદને કારણે ગુજરાતને આગામી ઉનાળાની સીઝનમાં વલખા મારવાની જરૂર નહિ પડે તેવુ લાગે છે. જળ સંપત્તિએ આ અંગેનો રિપોર્ટ આપ્યો છે.

Updated: Aug 19, 2019, 01:07 PM IST
ગુજરાતમાં સારા વરસાદનો પુરાવો, અત્યાર સુધી 38 જળાશયો છલકાયા

હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાતમાં સર્વત્ર વરસેલા સારા વરસાદનું પરિણામ એવું છે કે, હાલ ગુજરાતના મોટાભાગના જળાશયો ભરાઈ ગયા છે. ગુજરાતના 38 જળાશયો છલકાઈ ગયા છે. આ વર્ષે ગુજરાતના દરેક પ્રાંતમાં વરસેલા સારા વરસાદને કારણે ગુજરાતને આગામી ઉનાળાની સીઝનમાં વલખા મારવાની જરૂર નહિ પડે તેવુ લાગે છે. જળ સંપત્તિએ આ અંગેનો રિપોર્ટ આપ્યો છે.

ગાંધીનગરમાં 50 માઈક્રોનથી ઓછા પ્લાસ્ટિકના વેચાણ પર પ્રતિબંધ

ચોમાસાની ઋતુમાં રાજ્યમાં વરસી રહેલા સર્વત્ર વરસાદને પરિણામે અત્યાર સુધીમાં એટલે કે 19 ઓગસ્ટ સુધીનો રિપોર્ટ જળ સંપત્તિ વિભાગે આપ્યો છે. આજે સવારે 8.૦૦ કલાકની સ્થિતિએ રાજ્યના કુલ 204 જળાશયો ભરાઈ ગયા છે. આ જળાશયો કેટલા ભરાયા છે તેના આંકડા પર નજર કરીએ...

  • 36 જળાશયો ૨૫ થી ૫૦ ટકા વચ્ચે ભરાયા 
  • 38 જળાશયો છલકાયા 
  • ૪૩ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા ભરાયા
  • ૨૧ જળાશયો ૫૦ થી ૭૦ ટકા વચ્ચે ભરાયા 

દેશના અડધા રાજ્યોમાં પૂરને કારણે સુરતનો કાપડ ઉદ્યોગ મંદીમાં ડૂબ્યો, રોજની માંડ 100 ટ્રક પણ નીકળતી નથી

રાજ્યમાં હાલમાં 5000 ક્યુસેક તથા તેથી વધુ પાણીની આવક ધરાવતા જળાશયોમાં સરદાર સરોવરમાં ૨,૬૫,૦૫૯, વણાકબોરીમાં ૫૯,૩૮૬, કડાણામાં ૪૭,૯૫૪, ઉકાઇમાં ૩૯,૧૦૨, દમણગંગામાં ૯,૩૫૮, કરજણમાં ૬,૦૩૮ ક્યુસેકનો સમાવેશ થાય છે. સરદાર સરોવર જળાશય કુલ સંગ્રહશક્તિના 80.64 ટકા ભરાયું છે. રાજયમાં કુલ 204 જળાશયોમાં હાલ સંગ્રહાયેલ પાણીનો કુલ જથ્થો 70.81 ટકા એટલે ૩,૯૪,૧૮૭.૪૪ મીટર ઘન ફૂટ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે તેવુ રિપોર્ટમાં જણાવાયું છે.   

4 અફઘાની આતંકી ભારતમાં ઘૂસ્યા, ગુજરાતના મુખ્ય શહેરો અને બોર્ડર પર એલર્ટ રહેવાનો મેસેજ મોકલાયો

  • ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં ૨૯.૮૮ ટકા પાણી
  • મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૯૨.૬૮ ટકા પાણી
  • દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૭૯.૭૮ ટકા પાણી
  • કચ્છના ૨૦ જળાશયોમાં ૬૦.૯૩ ટકા પાણી
  • સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૫૨.૩૭ પાણી 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :