અમદાવાદ : મહાશિવરાત્રી એટલે ભગવાન શિવનાં ધરતી પરનાં અવતરણની રાત્રી હિન્દુ ધર્મ અનુસાર માનવામાં આવે છે. આજે મહાશિવરાત્રીનું પર્વ છે ત્યારે સોમનાથ મંદિર વહેલી સવારથી જ હર હર મહાદેવ અને ઓમ નમ શિવાયના નાદથી ગુંજી રહ્યું છે. સોમનાથમાં મહાદેવના દર્શન કરવા માટે ભક્તોની લાંબી લાંઇનો લાગી છે. સમગ્ર રાજ્યનાં તમામ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. મંદિરોની બહાર લાંબી લાઇનો સોશિયલ ડિસ્ટન્સ સાથે જોવા મળી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Surat ની સ્કૂલોમાં કોરોનાનો ફફડાટ, 15 વિદ્યાર્થી અને 5 શિક્ષકો આવ્યા પોઝિટિવ

ઉલ્લેખનીય છે કે, કોરોના ગાઇડલાઇન અનુસાર ભાવિકોને મંદિરમાં પ્રવેશતા સમયે દરેક ભક્તોને ફરજીયાત માસ્ક, સેનિટાઇઝર  અને ટેમ્પરેચર ચેકિંગ જેવી તમામ કોરોના ગાઇડલાઇનોનું પાલન કરાવાઇ રહ્યું છે. આ ઉપરાંત લાઇનમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે તે માટે ગોળ રાઉન્ડ પણ કરવામાં આવ્યા છે. દર્શન બાદ લોકો મંદિરમાં જાજો સમય ઉભા ન રહે તે માટે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.


ખેડૂતનો સફળ પ્રયોગ, જામનગરની જમીન પર નવા પાકોનું કરી રહ્યા છે સંશોધન


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube