અમદાવાદ : છેલ્લા કેટલાક વર્ષોથી શિક્ષણખર્ચમાં આકાશને આંબતો વધારો થયો છે. આ પરિસ્થિતિને કારણે મધ્યમવર્ગ મોંઘવારીના ઘંટીના પડમાં પીસાઈ રહ્યો છે. શાળા-કોલેજોની સતત વધતી જતી ફીને કારણે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ સંજોગોમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વાસણા વિસ્તારમાં રહેતા 20 વર્ષીય ધનીલ શાહની ધરપકડ કરી છે. ધનીલે બોડકદેવ વિસ્તારમાંથી 2 લાખ રુપિયા કિંમતના ઘરેણાં અને મોબાઈલ ફોનની ચોરી કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું કે તે બી.કોમના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે અને એરલાઈન સેક્ટરમાં અટેન્ડન્ટની જોબ મેળવવા માટે અન્ય એક કોર્સ પણ કરે છે. તેના માતા-પિતા અલગ થઈ ગયા છે અને તે પોતાની માતા સાથે રહે છે. ધનીલે જણાવ્યું કે, તેના પરિવારે નાણાંકીય તંગીનો સામનો કરવો પડતો હતો. બી.કોમ અને એરલાઈન અટેન્ડન્ટ કોર્સની 60,000 રુપિયા ફી ભરવાની હોવાને કારણે ધનીલ સ્ટ્રેસમાં હતો. આખરે તેણે નક્કી કર્યું કે તે ચોરી કરીને પૈસા મેળવશે અને પોતાની ફી ભરશે. 


કાળી શાહી લગાવાઈ પ્રોફેસરના ચહેરા પર, કલંક લાગ્યું બીજેપીને


ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યા અનુસાર લગભગ પાંચ દિવસ પહેલા નવરંગપુરા વિસ્તારના અંકુર ચાર રસ્તા ગયો. ઘનશ્યામ કોમ્પલેક્સમાં તેણે સેકન્ડ ફ્લોર પર એક ફ્લેટ ખુલ્લો જોયો. તક જોઈને જે અંદર ઘુસ્યો અને કબાટમાંથી ઘરેણાં અને મોબાઈલ ફોન્સ લઈ લીધા. ધનીલે તેમાંથી થોડા ઘરેણાં વેચવાનો પ્રયાસ કર્યો હતો. ધનીલ જ્યારે બાકીના ઘરેણાં વેચવા ગયો ત્યારે ઝડપાઈ ગયો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે લગભગ દોઢ વર્ષ પહેલા વસ્ત્રાપુર પોલીસ દ્વારા પણ તેને ચોરી માટે પકડવામાં આવ્યો હતો.


ગુજરાતના સમાચાર જાણવા કરો ક્લિક..