અમદાવાદમાં હૃદયદ્રાવક ઘટના; કપાતર પુત્રએ જનેતાનું ગળું કાપી પોતે પણ જિંદગી ટૂંકાવી!
અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા મહાલક્ષ્મી એપાર્ટમેન્ટમાં એક પુત્રએ પોતાની જ માતાને મોતને ઘાટ ઉતારી પોતે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. પાલડી પોલીસ સ્ટેશનના નોંધાઇ વિગતોની વાત કરીએ તો મહાલક્ષ્મી એપાર્ટમેન્ટમાં આવેલા 4 નંબરના મકાનમાં 75 વર્ષીય દત્તાબેન ભગત તેઓના 42 વર્ષીય દીકરા મૈત્રેય ભગત સાથે રહેત્તા હતા.
ઉદય રંજન/અમદાવાદ: શહેરના પાલડી વિસ્તારમાં ચકચારી હત્યા બાદ આત્મહત્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. પ્રોફેસર પુત્રએ માતાની હત્યા કર્યા બાદ પોતે ગળેફાંસો ખાઈ લીધો છે. આ ઘટનાની જાણ થતાં પોલીસના અધિકારીઓ ને થતા સ્થળ પર પહોંચ્યા હતા અને FSLની મદદ લઈ તપાસ શરૂ કરી છે.
ગુજરાતમાં મેઘાની ધમાકેદાર શરૂઆત, કયા પાકનું કેટલું થયું વાવેતર, બિયારણની શું સ્થિતિ?
પોલીસની તપાસ... પોલીસ અધિકારીની અવર જવર...પોલીસના ઉભેલા વાહનો...ઘર બહાર પોલીસે...સોસાયટીમાં એકઠા થયેલા લોકો...અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા મહાલક્ષ્મી એપાર્ટમેન્ટમાં એક પુત્રએ પોતાની જ માતાને મોતને ઘાટ ઉતારી પોતે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. પાલડી પોલીસ સ્ટેશનના નોંધાઇ વિગતોની વાત કરીએ તો મહાલક્ષ્મી એપાર્ટમેન્ટમાં આવેલા 4 નંબરના મકાનમાં 75 વર્ષીય દત્તાબેન ભગત તેઓના 42 વર્ષીય દીકરા મૈત્રેય ભગત સાથે રહેત્તા હતા.
નવો રાઉન્ડ શરૂ થતા જ ગુજરાતમાં ભુક્કા બોલાવી દેશે વરસાદ; અંબાલાલ પટેલની તોડફોડ આગાહી
બુધવારે વહેલી સવારે 8 વાગતા તેઓના ઘરની બહાર થેલીમાં દૂધ અને છાપુ જોવા મળતા પાડોશીને લાગ્યું કે તે બહાર ગયા હશે, જોકે બાદમાં શંકા જતા ઘરમાં દરવાજાની બાજુમાં કાચ તોડી ઘરમાં જોતા મૈત્રેય ભગત હોલમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં દેખાયો હતો. જે બાદ સોસાયટી ના લોકોને પોલીસને જાણ કરી હતી. પાલડી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી જોયું તો ફલેટના હોલમાં મૈત્રેય ભગત પંખા સાથે લટકી રહ્યો હતો અને રૂમમાં જોતા તેના માતા દત્તાબેન ભગત બેડ લોહી લુહાણ હાલત માં મૃત હાલતમાં હતા અને તેઓના ગળા પર ઈજાના નિશાન હતા.
ગુજરાતમાં કઈ જગ્યાએ પૂર આવશે તે 10 દિવસ પહેલા ખબર પડી જશે! જાણો શું છે આ સિસ્ટમ?
આ ઘટનાને લઈને પાલડી પોલીસની સાથે ACP અને DCP સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. અને આ મામલે FLS ની પણ મદદ લેવાઈ હતી, FSL ની ટીમે ઘરમાંથી હત્યામાં વપરાયેલી છરી સહિતના પુરાવાઓ એકત્ર કર્યા છે. આ ઘટનાને લઈને પોલીસે આસપાસના લોકોની પણ પૂછપરછ કરી હતી, જેમાં સામે આવ્યું કે મૃતક માતા પુત્ર છેલ્લા 35 વર્ષથી અહીંયા રહેતા હતાં, મૃતક દત્તાબેન ભગતના પતિ દિલીપ ભગત MBBS ડોક્ટર હતા. જેઓનું 6 વર્ષ પહેલાં મોત થયું હતું. જે બાદથી માતા અને પુત્ર ઘરમાં રહેતા હતા.
ગુજરાતમાં ભૂલકા ભણે છે ત્યાં દારૂની રેલમછેલ, આંગણવાડી બની ગઈ દારૂનો અડ્ડો!
માતાની હત્યા કરનાર મૈત્રેય ભગત શહેરની GLS કોલેજમા ઇકોનોમિકસના પ્રોફેસર હતા, પરિવારમાં તેને એક બહેન હતી, જેના લગ્ન સુરતમાં થયા હોવાથી તે સુરતમાં સાસરીમાં સુરત ખાતે રહે છે . આ બનાવ પાછળનું કારણ પ્રાથમિક તપાસમાં ડિપ્રેશન હોવાનો પોલીસને અંદાજ છે. 42 વર્ષીય મૈત્રેય ભગતના લગ્ન થયા ન હતા અને તેને થોડા સમય પહેલા હ્રદયની સર્જરી કરાવી સ્ટેન્ટ મુકાવ્યું હતું. જોકે હવે આ કેસમાં પુરાવાઓ એકત્ર કરવા માટે પોલીસે બંનેના મોબાઈલ FSL માં મોકલ્યા અને વધુ તપાસ હાથ ધરી છે. તેવામાં આ કેસમાં તપાસમાં હત્યા અને આપઘાત પાછળના ક્યા કારણો સામે આવે છે તે જોવું રહ્યું.