પ્રેમલગ્નનો આંચકાજનક કિસ્સો: એન્જિનિયર પતિ અને સસરા નોનવેજ પાર્ટી કરતા, પતિ નિર્વસ્ત્ર થઇને કરતો નાચ
શહેરમાં BBA માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે લગ્ન કર્યા હતા જો કે ત્યારબાદ અવારનવાર પતિ તથા સસરા દ્વારા દારૂની પાર્ટી યોજાતી હતી. જેમાં દારૂ અને મટનની પાર્ટીમાં યુવતીને પીરસવા દબાણ કરવાની સાથે દહેજ માટે શારીરિક અને માનસિક ત્રાસ આપીને સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો બનાવ વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. પોલીસે પતિ સામે બળાત્કાર સહિત 5 સાસરિયા વિરુદ્ધ દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ગુનો દાખલ કરીને વધારે કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા : શહેરમાં BBA માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે લગ્ન કર્યા હતા જો કે ત્યારબાદ અવારનવાર પતિ તથા સસરા દ્વારા દારૂની પાર્ટી યોજાતી હતી. જેમાં દારૂ અને મટનની પાર્ટીમાં યુવતીને પીરસવા દબાણ કરવાની સાથે દહેજ માટે શારીરિક અને માનસિક ત્રાસ આપીને સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો બનાવ વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. પોલીસે પતિ સામે બળાત્કાર સહિત 5 સાસરિયા વિરુદ્ધ દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ગુનો દાખલ કરીને વધારે કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ: શાહીબાગની સોસાયટીમાં ઘુસીને વસુલ્યો દંડ, પહોંચ પણ નહી આપ્યાનો આક્ષેપ
સાસરિયાઓમાં અમાનુષી અત્યાચારનો ભોગ બનેલી શિક્ષિત પરિણીતાએ વડોદરા તાલુકા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે, વડોદરા શહેરના વાસણા રોડ પર રહેતી પીંકી (નામ બદલેલ છે) બીબીએનો અભ્યાસ કરે છે. 28 વર્ષીય પીંકી (નામ બદલેલ છે)ના લગ્ન વર્ષ 2019માં કમલકાંત પટેલ સાથે થયા હતા. કમલકાંત પટેલ હાલોલની પોલિકેબ વાયર કંપનીના સિનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે. લગ્ન પછી બે મહિના સુધી ઘરસંસાર વ્યવસ્થિત રીતે ચાલ્યો હતો. જો કે ત્યાર બાદ તેઓએ પોત પ્રકાશવાનું શરૂ કર્યું હતું.
સૌરાષ્ટ્રમાં મેઘરાજા હજી પણ ઓળઘોળ, ગીર પંથકમાં ધોધમાર વરસાદ, રાવલ ડેમ ઓવરફ્લો
કમલકાંત પાર્ટી દરમિયાન નિર્વસ્ત્ર થઇને પીંકી (નામ બદલેલ છે) સામે ડાન્સ કરતો હતો. જેના કારણે પારૂલ પણ શરમજનક સ્થિતીમાં મુકાતી હતી. આ અંગે સાસુને ફરિયાદ કરતા તેમણે કહ્યું કે, મારો દિકરો તો એવો જ છે અને એવો જ રહેશે તને ફાવે તો રહે નહી તો ચાલતી પકડ. તે પીંકી (નામ બદલેલ છે) સાથે વારંવાર મારઝુડ કરતો હતો અને તેને બચકા ભરીને શારીરિક શોષણ પણ કરતો હતો. આ ઉપરાંત તેને સુરતની કોઇ યુવતી સાથે સંબંધો હોવાનું પણ સામે આવ્યું છે. બંન્ને મોડી રાત સુધી ફોન પર વાતો કરતા હતા.
કમોસમી વરસાદના કારણે ડાંગરની ખેતી કરનારા ખેડૂત અને પાક બંન્ને જમીનદોસ્ત
આ અંગે નણંદ ધ્રુતીને વાત કરતા તેણે જણાવ્યું કે, આધુનિક યુગમાં તો આવું ચાલ્યા જ કરે, તેમાં કોઇ વિરોધ કરવાનો જ ન હોય. આવું કહીને વાત હસવામાં કાઢી નાખી હતી. આ ઉપરાંત તેને વાંઝણી હોવાના મ્હેણા માળીને ભુવાઓ પાસે લઇ જતા અને દોરા ધાગા બંધાવવા ઉપરાંત કેટલાક પીણા પરાણે પીવડાવવામાં આવતા હતા. આખરે તેઓ રોકડા રૂપિયા, દાગીના બધુ જ આંચકીને તેના પિયર મુકી ગયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube