અમદાવાદ: શાહીબાગની સોસાયટીમાં ઘુસીને વસુલ્યો દંડ, પહોંચ પણ નહી આપ્યાનો આક્ષેપ

કોરોનાની મહામારીમાં માસ્કના નામે પોલીસ દ્વારા વેપારીઓને હેરાનગતિના અનેક બનાવો બની રહ્યા છે. ત્યારે હવે પોલીસ સોસાયટીઓમાં ઘરની બહાર માસ્ક નહી પહેરતી હોવાના કારણે પોલીસ દંડ વસુલી રહી છે. આ અંગેની ફરિયાદો પણ મળી રહી છે. અસારવામાં મહાપ્રભુજી સોસાયટીમાં એક વ્યક્તિ પોતાના ઘરની ગેલેરીમાં બેઠા હતા ત્યારે અચાનક પોલીસની ગાડી આવી અને તેમના નામની 1000 રૂપિયાની દંડની રકમ વસુલી હતી. જો કે સામે પક્ષે કોઇ રસીદ પણ આપી નહોતી. આ અંગેની ફરિયાદ પોલીસ કમિશ્નર સુધી પહોંચી છે. 
અમદાવાદ: શાહીબાગની સોસાયટીમાં ઘુસીને વસુલ્યો દંડ, પહોંચ પણ નહી આપ્યાનો આક્ષેપ

અમદાવાદ : કોરોનાની મહામારીમાં માસ્કના નામે પોલીસ દ્વારા વેપારીઓને હેરાનગતિના અનેક બનાવો બની રહ્યા છે. ત્યારે હવે પોલીસ સોસાયટીઓમાં ઘરની બહાર માસ્ક નહી પહેરતી હોવાના કારણે પોલીસ દંડ વસુલી રહી છે. આ અંગેની ફરિયાદો પણ મળી રહી છે. અસારવામાં મહાપ્રભુજી સોસાયટીમાં એક વ્યક્તિ પોતાના ઘરની ગેલેરીમાં બેઠા હતા ત્યારે અચાનક પોલીસની ગાડી આવી અને તેમના નામની 1000 રૂપિયાની દંડની રકમ વસુલી હતી. જો કે સામે પક્ષે કોઇ રસીદ પણ આપી નહોતી. આ અંગેની ફરિયાદ પોલીસ કમિશ્નર સુધી પહોંચી છે. 

અસારવા બેઠક પાસે આવેલી મહાપ્રભુજીની સોસાયટીના દરવાજાની અંદર સોસાયટીના કોમન પ્લોટમાં એક રહીશ ઉભો હતો. ત્યાં શાહીબાગ પોલીસ મથકની બોલેરો ગાડી પાસે પોલીસ સોસાયટીની અંદર ઘુસી ગઇ હતી. ત્યાં ઉભેલા એક યુવક પાસેથી ASI દ્વારા માસ્ક વગર કેમ ઉભા છો તેમ કપીને એપેડેમીક એક્ટ હેઠળ 1 હજાર રૂપિયાનો દંડ વસુલ્યો હતો. આ ઉપરાંત ઘરના આંગણે ઉભેલા એક વ્યક્તિ પાસેથી પણ દંડની રકમ વસુલવામાં આવી હતી. જેના કારણે સ્થાનિક પોલીસ સામે સોસાયટીના લોકોમાં ભારે નારાજગી ફેલાઇ છે. 

અસારવા યુત્થ સર્કલના અગ્રણી સંજય પટેલે શહેર પોલીસ કમિશ્નરને ફરિયાદ કરી છે કે, કોરોનાથી બચવા માસ્ક જરૂરી છે. સરકારની ગાઇડલાઇન પણ ખુબ જ આવકાર્ય છે જો કે માસ્કના ઓથા હેઠળ નિર્દોષ નાગરિકોને રંજાડવાનું અને તેમની પાસે્થી ખોટી રીતે દંડ વસુલવાનું કાર્ય યોગ્ય નથી. મહાપ્રભુજી સોસાયટીનાં બે રહીશ પૈકી એકે એક હજાર રૂપિયા દંડની રસીદ પણ આપી નહોતી. રસીદ માંગતા 1000ની કોઇ રસીદ ન હોય તેમ જણાવ્યું હતું. જેથી ભવિષ્યમાં ઘરમાં પણ માસ્ક પહેરવાની શાહીબાગ પોલીસ ફરજ પાડે નહી તેવો સામે સવાલ કર્યો હતો. 

સોસાયટીના રહીશોનો આક્ષેપ છે કે મહાપ્રભુજી સોસાયટીથી માત્ર 100 મીટર દુરથી જ અસારવા મ્યુનિસિપલ શાળા નંબર 5-6 આવેલી છે. આ શાળાને લગોલગ દેશીદારૂનો અડ્ડો ધમધમે છે. ત્યાં કોઇ જાતનું સોશિયલ ડિસ્ટન્સિંગ માસ્ક જેવી કોઇ પણ બાબત નહોતી. નિર્દોષ નાગરિકોને રંજાડવામાં પોતાની બહાદુરી સમજતી પોલીસ અહીં ક્યાંય પણ ફરકતી પણ નથી. અહીં જાહેરમાં દારૂ પીતા પીતા કોઇ માસ્ક પહેરતું નથી. તેમની પાસેથી કોઇ પ્રકારનાં નાણા વસુલવામાં આવતા નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news