આ અમે નહિ સરકારી આંકડા કહે છે કે, 3 વર્ષમાં ગુજરાતમાં 12,55,066 લોકોને કુતરા કરડ્યા
Wagh Bakri`s Parag Desai passes away : બ્રેન હેમરેજને કારણે વાઘ બકરી ચાના માલિક પરાગ દેસાઈનું નિધન... વાઘ બકરી ચાના માલિક પરાગ દેસાઈ રખડતા કૂતરાના હુમલાનો ભોગ બન્યા
Street Dog Attack On Wagh Bakri Owner Parag Desai : ગઈકાલે વાઘબકરી ચાના માલિક અને એમડી પરાગ દેસાઈનું દુખદ નિધન થયું છે. પરાગ દેસાઈ દીકરીની રાહ જોઈને રસ્તા પર ઉભા હતા ત્યારે રખડતા કૂતરાઓએ તેમના પર હુમલો કર્યો હતો. જેના બાદ તેમને બ્રેન હેમરેજ થયું હતું. એક અઠવાડિયાની સારવાર બાદ પણ તેમનો જીવ બચાવી શકાયો ન હતો. રવિવારે તેમના દુખદ નિધનના સમાચાર સામે આવ્યા હતા. પરંતુ ગુજરાતમાં રખડતા કૂતરાઓનો આતંક જીવલેણ સાબિત થઈ રહ્યો છે. ન માત્ર અમદાવાદમાં, પંરતુ આખા ગુજરાતમાં રખડતા કૂતરા, રખડતા ઢોર અડીંગો જમાવીને બેસ્યા છે. આવું અમે નહિ, સરકારી આંકડા જ કહે છે. ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ, છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાં કુલ 12,55,066 લોકોને કુતરા કરડવાની ઘટનો સામે આવી છે.
અમદાવાદ શહેરમાં કુતરાઓનો આંતક
ગુજરાત વિધાનસભાની અતારાંકિત પ્રશ્નોત્તરીમાં અમદાવાદના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ 31 માર્ચ 2023 ની પરિસ્થિતિએ છેલ્લા 3 વર્ષમાં રાજ્યમાં ક્યાં પ્રકારના પ્રાણીઓ કેટલા નાગરિકોને કારડવાના બનાવો સામે આવ્યા છે, જેમાં રાજ્ય સરકારે વર્ષ 2020-21, 2021-22 અને 2022-23 સુધીના આંકડા જાહેર કર્યા હતા જેમાં સોથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં વર્ષ 2020-21 માં 46,436 વર્ષ 2021-22 માં 50,397 અને વર્ષ 20223 માં 60330 નાગરિકોને કૂતરું કરડયું હોવાની ઘટના સામે આવી છે આમ ફક્ત અમદાવાદ મ્યુ. કોર્પોરેશન વિસ્તારમાં 3 વર્ષમાં 1,57,163 નાગરિકોને કૂતરાએ કરડી ખાધા છે. જ્યારે સમગ્ર ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં 8 નગરિકોના મૃત્યુ પણ થયા છે.
શરમજનક બાબત! રખડતા કૂતરાઓને કારણે વાઘબકરી ચા બ્રાન્ડના માલિક પરાગ દેસાઈનો ગયો જીવ
વર્ષ 2022-23 માં કૂતરા કરડવાની ઘટના
કોર્પોરેશન આંકડા
- અમદાવાદ કોર્પોરેશન 60,630
- રાજકોટ કોર્પોરેશન 3962
- સુરત કોર્પોરેશન 20,609
- બરોડા કોર્પોરેશન 7166
- જૂનાગઢ કોર્પોરેશન 6108
- જામનગર કોર્પોરેશન 11,326
- ભાવનગર કોર્પોરેશન 76
- ગાંધીનગર કોર્પોરેશન 5222
તમે ડોગ લવર છો તો માણસોને મરવા દેશો : વાઘ બકરીના માલિકના મોતથી દેશમાં ખળભળાટ
જે જિલ્લામાં વધુ કુતરાઓ કારડ્યા હોય તે જિલ્લા
- આણંદ 27,605
- ગાંધીનગર 19874
- જૂનાગઢ 25,528
- ખેડા 24,333
- મહેસાણા 20,994
- પાટણ 28,54
સંબંધોને તાર તાર કરતો કિસ્સો : રાજકોટમાં પતિએ પત્ની-પ્રેમી-બાળક કન્ટેનર કચડી નાંખ્યા
અમદાવાદમાં કૂતરા કરડવાના વધતા જતા બનાવની વચ્ચે 1.17 લાખથી વધુ કૂતરાના ખસીકરણ માટે દસ કરોડથી વધુની રકમનો ખર્ચ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કરવામા આવ્યો છે. એક કૂતરાના ખસીકરણ માટે 930 રુપિયા ખાનગી સંસ્થાને ચૂકવવામાં આવે છે. અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કૂતરા કરડવાની ઘટનાઓમા સતત વધારો થયેલો જોવા મળી રહયો છે. અનેક એવા વિસ્તારો એવા છે કે જયાં રાત પડતાની સાથે રખડતા કૂતરા રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને કરડતા હોય છે. આ પ્રકારના કૂતરાને પકડવા જે તે વિસ્તારના રહીશો તરફથી ઓનલાઈન ફરિયાદ કરવામા આવ્યા બાદ પણ કૂતરા પકડવા કોઈ કામગીરી કરવામા આવતી નથી. બીજી તરફ શહેરના કેટલાક વિસ્તારમાંથી રખડતા કૂતરા પકડવામા આવ્યા બાદ ફરી પાછા એ જ સ્થળે પાછા છોડી દેવામા આવતા હોવાથી સમસ્યા ઠેરની ઠેર છે. ડોગ રુલ્સ પ્રમાણે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી રખડતા કૂતરાને પકડી તેનુ ખસીકરણ કરવા માટે પીપલ ફોર એનિમલ ઉપરાંત ગોલ ફાઉન્ડેશન, યશ ડોમેસ્ટીક રીસર્ચ સેન્ટર તથા સંસ્કાર એજયુકેશન ટ્રસ્ટ નામની સંસ્થાઓને કામગીરી સોંપવામા આવી છે. શહેરમા હાલમા અંદાજે અઢી લાખથી વધુ કૂતરાની વસ્તી છે.
ગુજરાતના સૌથી મોંઘા શહેરમા કૂતરાઓનુ રાજ : 75 લાખની વસ્તી વચ્ચે રખડે છે 2.5 લાખ શ્વાન