સંબંધોને તાર તાર કરતો ચોંકાવનારો કિસ્સો : રાજકોટમાં પતિએ પત્ની-પ્રેમી-બાળક કન્ટેનર ચડાવી ચગદી નાખ્યા

Rajkot triple murder : રાજકોટમાં સર્જાયેલો અકસ્માતનો બનાવ હત્યાનો નિકળ્યો.... પત્નીના પ્રેમી પર પતિએ ટ્રક ચલાવી દિધી હતી... પ્રેમીએ મરતા પહેલાં કહ્યું, પ્રેમિકાના પતિએ ટ્રક ચલાવી હત્યા કરી...  પ્રેમિકા પારુલ અને નવનીત બન્ને કેટરિંગનો વ્યવસાય કરતા હતા તે સમયે કોન્ટેક્ટમાં આવ્યા હતા

સંબંધોને તાર તાર કરતો ચોંકાવનારો કિસ્સો : રાજકોટમાં પતિએ પત્ની-પ્રેમી-બાળક કન્ટેનર ચડાવી ચગદી નાખ્યા

Rajkot News : રાજકોટમાં સંબંધોને તાર તાર કરતો ચોંકાવનારો કિસ્સો સામે આવી. ગઈકાલે બનેલી એક ઘટના જે અકસ્માતની લાગતી હતી તે હત્યાની નીકળી. પતિએ પ્રેમી સાથે રહેતી પત્ની, પ્રેમી અને બાળકની હત્યા કન્ટેઈનરથી ટક્કર મારી હત્યા કરી નાંખી હતી. મૃતક પત્ની ઘર કંકાસના કારણે પ્રેમી સાથે રહેતી હતી. અને પત્નીએ પોલીસની હાજરીમાં પતિ સાથે રહેવાની ના પાડી હતી. આ વાતથી પતિને ગુસ્સો આવ્યો. અને પતિએ કન્ટેઈનરથી વાહનને ટક્કર મારી ત્રણ લોકોના જીવ લઈ લીધા. પોલીસે આરોપી પતિની ધરપકડ કરી તપાસ શરૂ કરી.

ગઈકાલે આજીડેમ ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કન્ટેનરે બાઇકને અડફેટે લેતાં બાળક સહિત ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. આ અકસ્માતમાં 24 વર્ષીય નવનીત વરુ, 32 વર્ષીય પારુલ દાફડા નામની મહિલા અને 10 વર્ષીય બાળકનું અકસ્માતમાં કમકમાટી ભર્યું મોત થયુ હતું. મૃતક મહિલા અને પુરુષ કેટરિંગનું કામ કરતા હતા. પોલીસે મૃતદેહોને પીએમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. 

ત્યારે આ સમગ્ર ઘટનામાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. પતિએ જ તેની પત્ની, તેના પ્રેમી અને બાળકને કન્ટેનર ચડાવી હત્યા કરી નાંખી હતી. પોલીસે આરોપી પતિને ઝડપી પાડ્યો છે. ત્યારે હત્યારા પતિ સામે પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, આરોપી પ્રવીણ દાફડાની પત્નિને તેની સાથે ઘર કંકાસ ચાલતો હોવાથી છેલ્લા 20 દિવસથી નવનીત વરુ નામના પોતાના પ્રેમી સાથે રહેતી હતી. આરોપી પ્રવીણે 181 માં ફોન કરીને ફરિયાદ કરી કે નવનીત મારી પત્નિને હેરાન કરે છે. તેથી પોલીસે તેની પત્ની અને તેના પ્રેમીને બોલાવ્યા તો પત્નિએ કહ્યું કે તે તેની મરજીથી તેના પ્રેમી સાથે રહે છે. જેથી પોતાની દાળ ન ગળતા તેને કન્ટેનરથી કચડી નાખવાનું નક્કી કર્યું હતું. તેની પત્ની, તેનો પ્રેમી અને બાળક એક્ટિવા પર જતા હતા ત્યારે તે કન્ટેનર લઈને આજીડેમ ચોકડી પાસે રાહ જોતો ઉભો રહ્યો હતો, જેમ પત્ની અને પ્રેમી ત્યાંથી નીકળ્યા તો પ્રવીણે કન્ટેનર માથે ચડાવીને કચડી નાંખ્યા હતા. 

પહેલા પોલીસને આ ઘટના અકસ્માતની લાગતી હતી, પરંતુ ત્યાર બાદ અકસ્માત નહિ પરંતુ ત્રિપલ મર્ડરની ઘટના સામે આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news