મિતેશ માળી/વડોદરા : અમદાવાદથી પિકનિક પર ગયેલી પ્રખ્યાત દિવાન બલ્લુભાઈ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે ચોંકાવનારી ઘટના બની હતી. પાદરાના મુજપુર બ્રિજ પાસે આવેલી માહી વોટરગેટ રિસોર્ટની રાઈડ પર બેસેલા બે બાળકોને અકસ્માત નડ્યો હતો. જેમાં આઠમા ધોરણના વિદ્યાર્થી જીમિલ કવૈયા (ઉંમર 12 વર્ષ) નામના એક વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે અને અન્ય વિદ્યાર્થીને ગંભીર ઈજા પહોંચી છે. આમ, હોંશેહોંશે પિકનિકમાં ગયેલા વિદ્યાર્થીઓને મોત મળ્યું હતું. મૃત્યુ પામનાર વિદ્યાર્થી અમદાવાદનો રહેવાસી હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશના સૌથી વધુ ડરામણા 6 સ્થળો, સૂર્યાસ્ત બાદ ભયનું સામ્રાજ્ય, ગુજરાતનું આ લોકપ્રિય સ્થળ સામેલ


હવે આ ઘટનામાં તપાસ કરતા નવી ચોંકાવનારી હકીકતો સામે આવી છે. રિસોર્ટમાં ફરવા માટે બનાવાયેલી બે માળની બસને કારમાંથી મોડીફાઈડ કરવામાં આવી હતી. મારૂતિવાનમાંથી આ મીની બસ બનાવવામાં આવી હતી. બસ ચલાવનારા ડ્રાઈવર પાસે લાયસન્સ પણ ન હોવાનું સામે આવી રહ્યું છે. હાલમાં પોલીસે રિસોર્ટના માલિક, મેનેજર તેમજ ડ્રાઈવર વિરૂધ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મીની બસ ચલાવનાર ડ્રાઇવર પાસે કોઈપણ પ્રકારનું ડ્રાઈવીંગ લાયસન્સ પણ નહોતું. જેથી રિસોર્ટના માલિક શૈલેશ શાહ, મેનેજર પિયુષ વસોયા, અને મીની બસના ડ્રાઇવર પ્રકાશ પરમાર વિરૂધ્ધ પાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. પોતાના આર્થિક લાભ હેતુસર ફોર વ્હિલર ગાડીને RTO ની પૂર્વ મંજૂરી વગર ગેરકાયદેસર રીતે મોડી ફાઇડ કરી બે માળની મીનિબસ બનાવી રિસોર્ટમાં ફેરવતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.


136 યુવતીઓનું માવતર બન્યું પીપી સવાણી ગ્રૂપ અને ધામધુમથી કરાવ્યા લગ્ન...


આ ઘટનાની વિગતો જોઈએ તો અમદાવાદની પ્રખ્યાત દિવાન બલ્લુભાઈ સ્કૂલના વિદ્યાર્થીઓ પાદરના મુજપુર બ્રિજ પાસે આવેલ મહી વોટર રિસોર્ટમાં પિકનિકમાં આવ્યા હતા. 4 લક્ઝરી ગાડીમાં 200 જેટલા વિદ્યાર્થીઓ પ્રવાસે આવ્યા હતા. ત્યારે વિદ્યાર્થીઓને અલગ અલગ રાઈડ્સમાં બેસાડવામાં આવ્યા હતા. ધોરણ-8માં ભણતો જીમિલ કવૈયા (ઉંમર 12 વર્ષ) નામનો વિદ્યાર્થી કેટલાક વિદ્યાર્થીઓ સાથે બસની રાઈડમાં બેસ્યો હતો. આ સમયે ગોળ ફરતી આ રાઈડમાંથી જીમિલે માથુ બહાર કાઢ્યું હતું અને તેનું માથું રાઇડના થાંભલા સાથે ભટકાયું હતું. ગંભીર રીતે ઘાયલ થયેલા જીમિલને હોસ્પિટલમાં લઈ જવાયો હતો પરંતુ તેનું મોત નિપજ્યું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....