દેશના સૌથી વધુ ડરામણા 6 સ્થળો, સૂર્યાસ્ત બાદ ભયનું સામ્રાજ્ય, ગુજરાતનું આ લોકપ્રિય સ્થળ સામેલ
Trending Photos
વાત જ્યારે ભૂત પ્રેતની આવે છે ત્યારે દરેક જણ તે જાણવા માટે ઉત્સુક રહે છે. જે લોકો આ વાત પર વિશ્વાસ કરતા હોય છે તેમનું માનવું છે કે જો આપણે ઈશ્વર પર ભરોસો રાખીએ તો આત્મઓ પર કેમ નહીં.
નવી દિલ્હી: આમ તો 21મી સદીમાં ભૂત પ્રેતની વાતોને માત્ર વહેમ તરીકે ગણવામાં આવતી હોય છે. પરંતુ ભૂતોના અસ્તિત્વને લઈને આજે પણ અનેક લોકોના મનમાં સવાલ જરૂર ઊભો થાય છે. આ જ કારણ છે કે વાત જ્યારે ભૂત પ્રેતની આવે છે તો દરેકના જણ તે અંગે જાણવામાં ઉત્સુક રહે છે. જે લોકો આ વાત પર વિશ્વાસ કરે છે તેમનું માનવું છે કે જો આપણે ઈશ્વરમાં ભરોસો કરીએ તો આત્માઓ પણ જીવનનો જ એક અંગ છે. અનેક લોકોનું માનવું છે કે જો સકારાત્મક એનર્જી હોઈ શકે તો નકારાત્મક એનર્જી કેમ નહીં. અહીં આપણે એવી જ કેટલીક જગ્યાઓ વિશે વાત કરીએ જેમના વિશે કહેવાય છે કે આ જગ્યાઓ પર કેટલીક અજીબોગરીબ અવાજો આવે છે અને અહીં આજે પણ પ્રવાસીઓ સાંજ પછી ઘૂમી ફરી શકતા નથી.
ડુમ્મસ બીચ
ડુમ્મસ બીચ ગુજરાતના અનેક આકર્ષક બીચમાં સામેલ છે. પરંતુ તે પોતાની ડરામણી કહાનીઓને લઈને પણ મશહૂર છે. કહેવાય છે કે આ બીચ પર હિંદુ ધર્મના લોકોના મૃત્યુ બાદ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવતા હતાં. અહીં અનેકવાર અસામાન્ય ગતિવિધિઓ જોવા મળી છે. લોકોએ અનેકવાર અહીં ચિત્રવિચિત્ર અવાજો સાંભળ્યા છે. આખો વિસ્તાર મૃત લોકોની આત્માઓથી બંધાયેલો હોય તેવો લાગે છે. લોકોનું કહેવું છે કે રાતના સમયે બીચ પર ચાલતા ચાલતા અને વાત કરતા અનેક પ્રવાસીઓ ગાયબ થઈ જાય છે.
ભાનગઢ કિલ્લો, રાજસ્થાન
ભાનગઢ કિલ્લા રાજસ્થાન, અજાણતા જ માધો સિંહના પૌત્ર અજબ સિંહે મહેલની ઊંચાઈને એટલી વધારી દીધી કે તેના પ્રતિબિંબે અનેક એવી જગ્યાઓને ઢાંકી દીધી જ્યાં જવાની મનાઈ છે. તેનાથી આખો ભાનગઢ વિસ્તાર તબાહીનો શિકાર થઈ ગયો. સ્થાનિક ગ્રામિણોનું કહેવું છે કે જ્યારે પણ કોઈએ પણ ત્યાં મકાન બનાવવાનો પ્રયત્ન કર્યો તેની છત તૂટી ગઈ. લોકોનું કહેવું છે કે અંધારુ થયા બાદ ત્યાં જે પણ ગયું તે પાછા ફર્યા નથી. આક્રિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ ત્યાં એક સાઈન બોર્ડ લગાવ્યું છે. લખ્યું છે કે સૂર્યાસ્ત બાદ ત્યાં રોકાવવાની મનાઈ છે.
સંજય વન, દિલ્હી
દિલ્હી સ્થિત છાવણી દેશની ભયાનક જગ્યાઓમાંથી એક છે. ચારે બાજુ હરિયાળી અને ઝાડથી ઘેરાયેલા આ વિસ્તારમાં અનેકવાર લોકોએ એક સફેદ સાડી પહેરેલી મહિલાને લિફ્ટ માંગતી જોઈ છે. લોકોના જણાવ્યાં મુજબ જો તેણે લિફ્ટ માંગી અને તમે ન રોકાયા તો તે તમારી ગાડીની સ્પિડથી જ તમારી તરફ દોડે છે. માનો કે ન માનો પણ અનેક લોકોનું માનવું છે કે દોડીને તે ગાડી આગળ ઉભી રહી જાય છે. કેટલાક લોકોનું કહેવું છે કે તે મહિલા જ્યારે જીવતી હતી ત્યારે કોઈની સાથે જતી હશે અને ત્યારે ત્યારથી તે દરેક એકલા જતા વ્યક્તિને રોકવાની કોશિશ કરે છે.
ડાઓ હિલ, દાર્જિલિંગ
આમ તો દાર્જિલિંગ પોતાની પ્રાકૃતિક સુંદરતા માટે ખુબ જાણીતું છે. પરંતુ તેની આ ડાઓ હિલ દેશની હોન્ટેડ જગ્યાઓમાં પણ સામેલ છે. આ જ કારણે અહીં રાતના સમયે રોકાવવાી અને જવાની મનાઈ છે.
શનિવારવાડા, મહારાષ્ટ્ર
શનિવારવાડા મહારાષ્ટ્રના સૌથી ખુબસુરત કિલ્લાઓમાંથી એક છે. પરંતુ તેના વિશે કહેવાય છે કે તે દેશની સૌથી ડરામણી જગ્યાઓમાંથી એક છે. કારણ કે રાતે ત્યાં ભૂતોનો વાસ રહે છે. આ જ કારણ છે કે રાતના સમયે ત્યાં પર્યટકોને અંદર જવાની મનાઈ છે. જો કે દિવસના સમયે અહીં પર્યટકો આવી શકે છે પરંતુ રાતે કિલ્લામાં કોઈ જઈ શકે નહીં.
ખેરાતાબાદ સાયન્સ કોલેજ
હૈદરાબાદની ખૈરતાબાદ સાયન્સ કોલેજ પણ દેશની સૌથી ડરામણી જગ્યાઓમાંથી એક છે. આ કોલેજ હવે ખંડેર બની ગઈ છે. અહીં હવે ભૂતોનો વાસ છે એમ કહે છે. બહારથી જોઈએ તો કોઈ ભૂતિયા મહેલ જેવો લાગે. આ જ કારણે પર્યટકોને રાતના સમયે અંદર જવાની સ્પષ્ટ ના છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે