ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાત ફાર્માસ્યુટીકલ હબ કહેવાય છે. ગુજરાતમાં દવા બનાવતી અનેક કંપનીઓ આવેલી છે. જેમાં દવાના પરીક્ષણ માટે ઊંદરનો ઉપયોગ થતો હોય છે. પરંતુ કેટલાક ડ્રગ માફિયા બેફામ બની રહ્યાં છે. ગુજરાતમાં ડ્રગ માફિયા (drug mafia) હવે પોતાની નવી સિન્થેટિક ડ્રગના પરીક્ષણ માટે ભીખારીઓને ટાર્ગેટ બનાવી રહ્યાં છે. ચૂપચાપ રીતે ભીખારીઓને ડ્રગ્સ આપીને તેમની હલચલ પર નજર રાખવામાં આવી રહી છે. તેમજ જો ટ્રાયલ સફળ થાય તો ડ્રગ્સ માફિયા બ્લેક માર્કેટ દ્વારા પોતાની દવા લોકો સુધી પહોંચાડે છે. પરંતુ આ બધામાં ભીખારીઓની સાઈડ ઈફેક્ટ પર કોઈ ધ્યાન રાખવામાં આવતુ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભીખારીઓના જીવને જોખમ
માફિયા સામાન્ય રીતે ભીખારીઓ અને બેઘર લોકોને ટાર્ગેટ બનાવે છે. શહેરના રેલવે સ્ટેશન તથા બસ ટર્મિનલ પર ભટકતા લોકોને તેઓ ઉઠાવી લે છે. આ ટ્રાયલ (drugs trial on rats) એવી જોખમી હોય છે કે ભીખારીઓના જીવ પર ખતરો આવી પડે છે. તેમના નાકમાંથી રક્ત વહેલા લાગે છે. તેમને ઉલટીઓ થવા લાગે છે. ટ્રાયલ કરનાર એક શખ્સે કહ્યું કે, એક અન્ય ભીખારીના સંપર્કથી તેણે દવા લીધી હતી. જેના બાદ પરંતુ થોડા સમયમાં જ તેને ઉલટીઓ થવા લાગી હતી, અને નાકથી રક્ત વહેલા લાગ્યું હતું. બે દિવસ સુધી તેની તબિયત ખરાબ રહી હતી. પરંતુ એક અજાણ્યો વ્યક્તિ બે દિવસ બાદ આવીને તેની તબિયત વિશે પૂછપરછ કરવા લાગ્યો હતો. તે તેને ડોક્ટર પાસે લઈ ગયો હતો, જેના બાદ તેની તબિયત સુધરી હતી.  


આ પણ વાંચો : અફઘાનિસ્તાનથી હેમખેમ પરત આવ્યો ગુજરાતી યુવક, કહ્યું-કેમ્પમાં હતા એટલે સલામત હતા


ગુજરાત (pharma company in gujarat) માં આવા અનેક કિસ્સાઓ વધી રહ્યા છે. ડ્રગ માફિયાઓની હિંમત ખૂલી રહી છે. જેનો શિકાર બેઘર લોકો બની રહ્યાં છે. તેમને ખબર પણ નથી હોતી કે કોણ ક્યાંથી આવીને તેમને દવા આપી જાય છે. જોકે, ડ્રગ માફિયાનો આ ખેલ બહુ જ જોખમી છે. બેઘર લોકો આવા કિસ્સામાં મોતને ભેટે તો પણ ખબર ન પડે. 


આ મામલે હજી સુધી કોઈ ફરિયાદ સામે આવી નથી. તેમજ અનેક કિસ્સામા દવા લેનાર બેઘર શખ્સ પણ આ બાબતથી અજાણ હોય છે. ગુજરાતની અનેક ફાર્મા કંપનીઓમાં આ પ્રકારે દવાની ટ્રાયલ કરવામાં આવી રહી છે, જે જોખમી છે.