અમદાવાદ: એક ચોંકાવનારો કિસ્સો શહેરમાં જોવા મળ્યો છે. સિવિલ હોસ્પિટલમાં દાખલ એક માનસિક રીતે બીમાર મહિલાના પેટમાંથી ઓપરેશન બાદ લગભગ દોઢ કિલો વજનનો સામાન કે જેમાં મંગળસૂત્ર, બંગડીઓ અને લોખંડના ખિલ્લાઓનો સમાવેશ થાય છે, તે કાઢવામાં આવ્યો. એક વરિષ્ઠ ડોક્ટરે મંગળવારે આ જાણકારી આપી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડોક્ટરે જણાવ્યું કે આશરે 45 વર્ષની વયની આ મહિલા સંગીતા 'એકુફેઝિયા' નામની દુર્લભ વિકૃતિથી પીડાય છે. આ બીમારીમાં વ્યક્તિ ઘાતક વસ્તુઓ ખાવા લાગે છે. હોસ્પિટલના ડોક્ટર નીતિન પરમારે જણાવ્યું કે લગભગ બે કલાક ચાલેલા ઓપરેશન બાદ મહિલાના પેટમાંથી લોખંડના ખિલ્લા, નટ-બોલ્ટ, સેફ્ટી પીન, યુ પીન, વાળમાં નાખવામાં આવતી પીનો, બંગડીઓ, કંગન, ચેન, મંગળસૂત્ર સહિત અનેક વસ્તુઓ કાઢવામાં આવી. 


એક સરકારી માનસિક ચિકિત્સાલયમાંથી આ મહિલાને અત્રે હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. રસ્તાઓ પર અર્ધબેભાન અવસ્થામાં ધૂમતી મળ્યા બાદ મહિલાને માનસિક ચિકિત્સાલયમાં દાખલ કરવામાં આવી હતી. ડો. પરમારે કહ્યું કે તેને પેટમાં દુ:ખાવાની ફરિયાદ હતી. તેનું પેટ પથ્થરની જેમ કઠ્ઠણ હતું. એક્સરેથી ખુલાસો થયો કે તેના પેટમાં અનેક બહારની વસ્તુઓ છે. સેફ્ટી પીન તેના ફેંફસામાં ફસાઈ ગઈ હતી અને તેના પેટમાં પણ તેનાથી કાણું પડી ગયું હતું. 


(ઈનપુટ- ભાષામાંથી)