ચિરાગ જોશી/વડોદરા : મહિલાઓની સલામતી મામલે ગુજરાત હવે દિલ્હી જેવુ બદનામ બની રહ્યું છે. ગુજરાતમાં હવે નાની બાળકીઓ અને કિશોરીઓ પણ સલામત નથી. આવામાં વડોદરાના વાઘોડિયાના એક ક્લાર્કની દુરાચારી નીતિ સામે આવી છે. વાઘોડિયાના હાઇસ્કુલના ક્લાર્કે 13 વર્ષની વિદ્યાર્થીનીની છેડતી કરી છે. ક્લાર્કે ભર બજારમાં હાથ પકડી વિદ્યાર્થીનીની  છેડતી કરતા ઉહાપોહ મચી ગયો છે. ત્યારે વિદ્યાર્થીનીના પરિવારે જરોદ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી.
 


દેશભરમાં ભડકેલા જૈનોના સમર્થનમાં આવ્યા ઔવેસી, આપી દીધું મોટું નિવેદન