અરવલ્લી :મા અંબાના દર્શને જઈ રહેલા પદયાત્રીઓને અકસ્માત નડ્યો હતો. અરવલ્લીના માલપુરના કૃષ્ણાપુર પાસે અકસ્માત સર્જાયો હતો. ઈનોવા ચાલકે અંબાજી જતાં પદયાત્રીઓને કચડ્યા હતા. હૃદય કંપાવી દે તેવી ઘટનામાં 6 પદયાત્રીના મોત નિપજ્યા છે. ત્યારે આવામાં ડ્રાઈવરની ગંભીર બેદરકારી સામે આવી છે. ડ્રાઈવરની બેદરકારીને 6 પદયાત્રીઓનો જીવ ગયો છે. તેણે પોલીસ સામે કબૂલ્યુ કે, તે સતત 20 કલાકથી કાર ચલાવતો હતો. જેથી તેને ઝોકું આવ્યું હતું, અને 7ને કચડ્યા હતા. જો કાર પિલ્લર સાથે અથડાઈ ન હોત તો મૃત્યુઆંક 20થી વધુ હોત. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જે કારથી અકસ્માત થયો તે મહારાષ્ટ્ર પાસિંગની હતી. MH 03 CK 0178 નંબરની કારથી અકસ્માત સર્જાયો હતો. જે મહારાષ્ટ્રથી ઉદેપુર જઈ રહી હતી. અકસ્માત બાદ ડ્રાઈવરને પણ હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવાયો હતો, જ્યાં તેણે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.  


આ પણ વાંચો : મા અંબાના દર્શને જઈ રહેલા પદયાત્રીઓને ઈનોવાએ કચડ્યા, 6 શ્રદ્ધાળુઓના મોત


અકસ્માત માટે ડ્રાઈવરની બેદરકારી જવાબદાર
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, ઈનોવા ચાલક ગઈકાલે પુણેથી સતત ૨૦ કલાકથી કાર ચલાવતો હતો. તે પુણેથી ઉદેપુર તરફ જઈ રહ્યો હતો, ત્યારે કાર ચાલકની બેદરકારીથી અકસ્માત સર્જાયો હતો. ટોલ બુથના પિલ્લર સાથે અથડાઈ ન હોત તો મૃત્યુઆંક વધ્યો હોત.


માર્ગ અકસ્માતમાં ૬ લોકોના મોત મામલે તંત્ર સક્રિય થયું છે. એડિશનલ કલેકટર અને એસપીએ સ્થળ મુલાકાત લીધી. અકસ્માત વિશે અરવલ્લીની એસપી વિશાલ વાઘેલાએ જણાવ્યું કે, હાઈવે પર વાહનોની સ્પીડ લિમિટને લઈને કાર્યવાહી કરીશું. પદયાત્રીઓ માટે પોલીસ દ્વારા પોઇન્ટ ગોઠવાશે.