અમદાવાદમાં સર્વેમાં ચોંકાવનારો ખુલાસો: 44 ટકા વાલી આખુ વર્ષ બાળકને શાળા મોકલવા તૈયાર નહી
શાળાઓ શરૂ કરવી કે કેમ તે અંગેનો ડર શિક્ષણ વિભાગને પણ સતાવી રહ્યો છે. કોરોના હજી પણ કાબુમાં નથી આવ્યો તેવી સ્થિતીમાં શાળાએ બાળકોને બોલાવવા કે કેમ ત્યારે હવે શાળાઓ હવે બાળકોનાં વાલીઓને જ શાળા શરૂ કરવી કે કેમ તે અંગે સર્વે કરી રહી છે. અમદાવાદની બે ખાનગી શાળાઓએ વાલીઓનો સર્વે કર્યો છે. જેમાં 44 ટકા વાલીઓ આખું વર્ષ શૈક્ષણીક વર્ષ દરમિયાન પોતાનાં બાળકોને શાળાએ મોકલવા તૈયાર નહી હોવાનું સર્વેમાં બહાર આવ્યું હતુ.
અમદાવાદ : શાળાઓ શરૂ કરવી કે કેમ તે અંગેનો ડર શિક્ષણ વિભાગને પણ સતાવી રહ્યો છે. કોરોના હજી પણ કાબુમાં નથી આવ્યો તેવી સ્થિતીમાં શાળાએ બાળકોને બોલાવવા કે કેમ ત્યારે હવે શાળાઓ હવે બાળકોનાં વાલીઓને જ શાળા શરૂ કરવી કે કેમ તે અંગે સર્વે કરી રહી છે. અમદાવાદની બે ખાનગી શાળાઓએ વાલીઓનો સર્વે કર્યો છે. જેમાં 44 ટકા વાલીઓ આખું વર્ષ શૈક્ષણીક વર્ષ દરમિયાન પોતાનાં બાળકોને શાળાએ મોકલવા તૈયાર નહી હોવાનું સર્વેમાં બહાર આવ્યું હતુ.
જમીન પચાવી પાડનારાઓની ખેર નથી, સરકાર ટુંક સમયમાં લાવશે કડક કાયદો
કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે અને માર્ચ મહિનાથી શૈક્ષણીક સંસ્થાઓ બંધ છે. ત્યારે વાલીઓમાં અસંમજસ અનુભવી રહ્યા છે કે કદાચ શાળા ખુલે તો પોતાના સંતાનને મોકલવું શાળાએ કેમ? ઉદ્ગમ સ્કુલ અને ઝેબર સ્કુલ દ્વારા વાલીઓનો સર્વે કરવામાં આવ્યો હતો.
Gujarat Corona update: નવા 1096 દર્દી, 1011 દર્દી સાજા થયા, 20 દર્દી સાજા થયા
આ સર્વેમાં કુલ 5 હજાર વાલીઓએ મત આપ્યા હતા. 44 ટકા વાલીઓ આખું શૈક્ષણીક વર્ષ દરમિયાન પોતાના બાળકોને શાળાએ મોકલવા નથી ઇચ્છતા. 40 ટકા વાલીઓ દિવાળી બાદ બાળકોને શાળાએ મોકલવા માટે તૈયાર છે. જ્યારે 16 ટકા વાલી સરકારી શાળા ખુલ્યા બાદ એક મહિના પછી બાળકોને શાળાએ મોકલવા માટે તૈયાર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર