ગૌરવ દવે/રાજકોટ:  રાજકોટમાં ભદ્ર સમાજને લાંછન લગાવતા સાસુ-સસરા દ્વારા પુત્રવધુનાં અંગતપળોને લાઇવ કરવાનાં કેસમાં પોલીસે તપાસ શરૂ કરી છે. આરોપી સસરાએ વિદેશી કોલગર્લને હોટલમાં પુત્રવધૂની સમક્ષ ઉભી રાખી અને અંગતપળો કઇ રીતે માણવી તેનું પ્રેક્ટીકલ કર્યું હોવાનો આરોપ લાગ્યો છે. જેથી આરોપી સસરાની નામાંકિત હોટલમાં આજે સાયબર ક્રાઇમની ટીમે તપાસ શરૂ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

VIDEO: ધારાસભ્ય રિવાબાએ કહ્યું; 'સાંસદ પૂનમ માડમે મને ભાન વગરની કીધી, પછી હું કંઈ.'


નામાંકિત હોટલનાં રૂમ નં 101માં આરોપી સસરાએ થેરાપી રૂમ તૈયાર કર્યો હતો. જેમાં વજન ઘટાડવાની ટ્રીટમેન્ટ કરવામાં આવતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે પોલીસે તપાસ કરતા 101 નંબરનાં રૂમમાં મસાજ માટેનાં સાધનો, મસાજ બેડ અને લાઇવ સ્ટ્રીમ થઇ શકે તેવા સીસીટીવી કેમેરા મળી આવ્યા હતા. જોકે હોટલનાં રૂમમાં રહેલા વેબકેમ થી અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. 


એ બા બગડ્યા... સાંસદ પૂનમ માડમની ધૂળ કાઢી નાખી, ભાજપની યાદવાસ્થળીનો જાહેરમાં ભવાડો


ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં પુત્ર અને પુત્રવધુની અંગતપળોને પોર્ન સાઇટ પર લાઇવ સ્ટ્રીમ કરવાની ઘટના ટોક ઓફ ધી ટાઉન છે. ત્યારે પોલીસે કબ્જે કરેલા ડીવીઆર અને વેબ સાઇટ પર થયેલા લાઇવ સ્ટ્રીમિંગનો ડેટા પોલીસનાં હાથમાં આવ્યા બાદ અનેક રાઝ ખોલશે. હોટલનાં રૂમમાંથી કોઇ પોર્ન વિડીયો અપલોડ થયા છે કે નહિં તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.


રિવાબાએ જાહેરમાં સંભળાવ્યું ઈલેક્શન સમયે બહુ જોઈ લીધું તમારું વડીલપણું


ઉલ્લેખનીય છે કે, રાજકોટનાં ટોક ઓફ ધી ટાઉન એવા સાસુ-સસરા દ્વારા પુત્રવધુના પોર્ન વિડીયો ઉતારવાનાં કેસમાં પોલીસે તપાસ શરૂ કરી છે. પોર્ન વેબસાઇટ યુ.એસની હોવાનું રાજકોટ સાઇબર ક્રાઇમની તપાસમાં સામે આવ્યું છે. સાયબર ક્રાઇમ દ્વારા આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે ત્રણ દિવસનાં પોલીસ રીમાન્ડ આરોપીઓનાં મંજૂર કર્યા હતા. 


Sim Card New Rules! હવે એક ID ઇશ્યૂ થશે બસ આટલા સિમ કાર્ડ, આજે લેવાશે નિર્ણય


સાઇબર ક્રાઇમનાં એસીપી વિશાલ રબારીએ જણાવ્યું હતું કે, આરોપીઓના પોલીસ રીમાન્ડ મંજૂર થતા પુછપરછ શરૂ કરવામાં આવી છે. જેમાં આરોપી સસરાએ પોર્ન સાઇટ પર એકાઉન્ટ બનાવ્યું હતું જેમાં પુત્ર-પુત્રવધુની અંગત પળો લાઇવ કરતા હતા. જે પોર્ન વેબસાઇટ યુ.એસની હોવાનું ટેકનિકલ તપાસમાં સામે આવ્યું છે. એકાઉન્ટમાં 600 થી 700 ટોકનની કમાણી કરી હોવાનું પણ ખુલ્યું છે પરંતુ તેને રૂપીયા કનવર્ટ કર્યા નથી. જે વિડીયો લાઇવ કર્યા હતા તેની માહિતી વેબસાઇટ પાસેથી માંગવામાં આવી છે. જોકે ભારતમાં આ પોર્ન સાઇટ માન્ય છે કે નહિં તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. ભારતમાં માન્ય નહિં હોય તો બંધ કરવા રીપોર્ટ કરવામાં આવશે. 


સોનામાં અચાનક જોરદાર કડાકો, ગગડીને ભાવ ક્યાં પહોંચ્યા? જાણો લેટેસ્ટ રેટ


ઉલ્લેખનીય છે કે, સસરા પુત્રવધુને હોટલમાં લઇ ગયા હતા અને આફ્રિકન કોલગર્લને બોલાવીને પુત્રવધુને તેની જેમ રહેવા તેમજ વ્યવહાર કરવા જણાવ્યું હતું. જોકે આ અંગે પોલીસને કોઇ કડી મળી ન હોવાથી તપાસ કરવામાં આવી રહી છે. 


iPhone ચાર્જ કરવામાં તમે તો નથી કરી રહ્યાં છે આ ભૂલ, કંપનીએ તમામ યૂઝર્સને આપી ચેતવણી