સંદીપ વસાવા/કડોદરા: સુરતના કડોદરા ખાતેથી ગુમ થયેલી સગીરાના મૃતદેહ મળ્યા બાદ ચોંકાવનારા ખુલાસા થયા છે. સગીરા સાથે ગેંગરેપ બાદ સગીરાની હત્યા કરી નાખવામાં આવી હતી. પોલીસે 2 નરાધમોની ધરપકડ કરી લીધી છે. બંને આરોપીઓ સગીરાની સોસાયટીમાં જ રહેતા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Hurun Rich List 2024: ચીનના બેઈજિંગને પછાડી એશિયાનું બિલિયોનેર કેપિટલ બન્યુ મુંબઈ!


ગત 18 તારીખના રોજ પલસાણાના તાતીથૈયાની એક સોસાયટી માંથી એક 10 વર્ષીય સગીરા ગુમ થઈ ગઈ હતી ,કડોદરા પોલીસે અપહરણનો ગુનો નોંધી અલગ અલગ 15 ટિમો બનાવી સગીરાની શોધખોળ કરી રહી હતી. દરમ્યાન ઘટનાના 5 દિવસ બાદ એટલે કે 23 તારીખના રોજ સગીરાના ઘર નજીક ખેતર પાસે આવેલા ઝાડી ઝાંખરામાંથી સગીરનો અર્ધનગ્ન હાલત માં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે સગીરાના મૃતદેહનો કબ્જો લઈ ફોરેન્સિક પેનલ પીએમ કરાવ્યું હતું અને પીએમ રિપોર્ટમાં સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાનું અને હત્યા થઈ હોવાની વાત સામે આવી હતી. 


માર્ચ મહિનામાં આટલો વધીને આવશે કેન્દ્રીય કર્મચારીનો પગાર, જુઓ કેલકુકેશન


ઘટનાની ગંભીરતાને લઈ પોલીસે અપહરણની ફરિયાદમાં દુષ્કર્મ અને હત્યાની કલમો ઉમેરી તપાસ નો ધમધમાટ શરૂ કર્યો હતો. વિસ્તારના તમામ સીસીટીવી ફાંમફોળી લીધા હતા અને વિસ્તારના આશરે 600 થી વધુ ઘરો માં સર્ચ કર્યું હતું. સર્ચ દરમ્યાન આખરે પોલીસને આકસ્મિક સફળતા મળી હતી. અને સોસાયટીમાં જ રહેતા દિપક શિવદર્શન કોરી અને અનુજ સુમન પાસવાનને શંકાના આધારે પૂછપરછ કરતા બંને એ પોતાનો ગુનો કબુલ કરી લીધો હતો.


ગુજરાતમાં નકલી માર્કશીટ અને બોગસ ડીગ્રી કૌભાંડમાં સૌથી મોટા ખુલાસા; આ રીતે ચાલતો ખેલ


ઘટના દિવસે સગીરા પોતાના ઘર નજીક આવેલા ખેતર પાસે મીઠી આમલી ખાવા માટે ગઈ હતી, જ્યાં બંને આરોપીઓ દિપક અને અનુજ ઝાડ નીચે છાંયડામાં બેઠા હતા. સગીરાને એકલી જોતા જ બંનેના દિમાગમાં હેવાનીયત જાગી હતી અને સગીરાને ઝાડીમાં ખેંચી જઇ બંનેએ દુષ્કર્મ આચર્યું હતું અને સગીરા કોઈને કહી દેશે એ બીકે બંનેએ સગીરાનું ગળું અને મોઢું દબાવી હત્યા કરી નાખી હતી.


આવ કેન્સર મને થા! ગુજરાતીઓ રોજ પેટમાં પધરાવે છે ઝેર, ગુટખા-સિગારેટની નથી જરૂર


જોકે પોલીસ સર્ચ કરી રહી હતી તે દરમ્યાન દીપકના ગળામાં ઇજાના નિશાન જોતા પોલીસને શંકા ગઈ હતી અને પોલીસે આકરી પૂછપરછ કરતા દીપકે ગુનો કબુલી લીધો હતો. અને સાથે ઘટનામાં અનુજ પણ સાથે હોવાનું કબૂલાત બંનેને ધરપકડ કરી લીધી હતી. 


નેતન્યાહુ નારાજ ! અમેરિકા પ્રવાસને કરી દીધો રદ, ના વાપર્યો વીટોપાવર તો ઈઝરાયેલ ભરાયુ