જયંતિ ભાનુશાળી રેપ કેસ Video : પીડિતાના એક્સ પતિએ મૂક્યા તેના પર બેફામ સેક્સલાઇફના આરોપ
બીજેપીના નેતા સામે સુરતની યુવતીએ ચોંકાવનારા આરોપ મૂક્યા છે
અમદાવાદ : બીજેપીના નેતા જયંતિ ભાનુશાળી સામે સુરતની યુવતીએ બળાત્કારની ફરિયાદ કરતા ભારે ચકચાર જામી હતી. હવે આ કેસમાં આજે નવો વળાંક આવ્યો છે. આ યુવતીનો ભૂતપૂર્વ પતિ આજે મીડિયા સામે હાજર થયો હતો અને તેણે પીડિતા પર બેફામ સેક્સલાઇફ હોવાના આરોપ મૂક્યા હતા. તેણે દાવો કર્યો છે યુવતીને 70થી 80 વ્યક્તિ્ઓ સાથે શારીરિક સંબંધો છે.
આ એક્સ પતિએ સૌથી ચોંકાવનારો આક્ષેપ એ કર્યો કે, આ યુવતી સાથે પોતાનાં લગ્ન થયાં પછી તેના સેક્સ સંબંધોની તેને ખબર પડી હતી. એ પછી યુવતીએ પોતાની પાસે છૂટાછેડાની માગણી કરી હતી. એ વખતે છબિલ પટેલ નામનો રાજકીય વ્યક્તિ પોતાને ફોન કરીને છૂટાછેડા આપવા માટે દબાણ કરતી હતી.
ફરિયાદીના પૂર્વ પતિના દાવા પ્રમાણે પીડિતા સાથે તેના 2015ની 29 ડિસેમ્બરે થયા હતા પણ દોઢ વર્ષના અરસામાં લગ્ન જીવનમાં ભંગાણ પડ્યું હતું.ભૂતપૂર્વ પતિના આરોપ પ્રમાણે તે એવું કહેતી કે તું મને પૈસા આપે તો જ હું તારા ઘરે પાછી આવું. આ ઉપરાંત છૂટાછેટા માટે પણ મને ધમકીઓ પણ આપવામાં આવી હતી. પૂર્વ પતિએ એવા પણ આક્ષેપો કર્યા છે કે આ યુવતી લગ્ન બાદ પણ અલગ-અલગ લોકો સાથે શારીરિક સંબંધ ધરાવતી હતી અને અનેક રાજનેતાઓ પણ આ યુવતી સાથે ફસાઈ ચૂક્યા છે.
નોંધનીય છે કે સુરતના વરાછાની યુવતીને એડમિશન અપાવવાના બહાને બળાત્કાર કરનારા બીજેપીના નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હાલ સુરત પોલીસ શોધખોળ કરી રહી છે. જોકે તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું જાણવા મળ્યું છે. સુરત પોલીસ પીડિતાને લઈને અમદાવાદ આવવા માટે રવાના થઈ ગઈ છે. આ યુવતી સિવાય જયંતિ ભાનુશાળીના અન્ય યુવતી સાથે સંબંધો હોવાની એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે.