સુરતમાં દારૂની મહેફીલ બાદ અમદાવાદમાંથી ઝડપાયું હુક્કાબાર
અમદાવાદના ઓગણજ રોડ ઉપર આવેલ એક ફામ હાઉસની બાજુમાં ચાલતા હુક્કાબાર પર પોલીસે રેડ કરી સંચાલકોને ઝડપ્યા હતા. જોકે તેમની પાસેથી કેટલાક હુક્કાઓ અને ફ્લેવર મળી આવી હતી.
મૌલીક ધામેચા, અમદાવાદ: ગઇ કાલે મોડી રાત્રે સુરતમાંથી ન્યૂ યર પહેલા દારૂની મેહફીલ માણતી 21 મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી. ત્યારે અમદાવાદના ઓગણજ રોડ ઉપર આવેલ એક ફામ હાઉસની બાજુમાં ચાલતા હુક્કાબાર પર પોલીસે રેડ કરી સંચાલકોને ઝડપ્યા હતા. જોકે તેમની પાસેથી કેટલાક હુક્કાઓ અને ફ્લેવર મળી આવી હતી. હાલ સોલા પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી કરવા તમામ ફ્લેવરો અને હુક્કાઓ કબ્જે કર્યા છે.
શહેર પોલીસે 31 ડિસેમ્બર નજીક આવતા જ અલગ-અલગ વિસ્તારોમાં દરોડા પાડવાનું શરૂ કરી દીધું છે. બુટલેગર અને શકમંદોને ઝડપી પાડવાના પ્રયત્નો શરૂ કર્યા છે. ગઇકાલે મોડી રાત્રે અમદાવાદના ઓગણજ રોડ ઉપર આવેલા એક ફામ હાઉસની બાજુમાં ચાલતા હુક્કાબાર પર પોલીસે દરોડા પાડી સંચાલકોને ઝડપ્યા હતા. જોકે તેમની પાસેથી કેટલાક હુક્કાઓ અને ફ્લેવર મળી આવી હતી. હાલ સોલા પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી કરવા તમામ ફ્લેવરો અને હુક્કાઓ કબ્જે કર્યા છે. જ્યારે હુક્કાબારનું સંચાલન કરનાર પાર્થ વાઘેલા અને જતીન પટેલને હાલ છોડી મુકાયા છે. તો બીજી તરફ ફ્લેવરમાં નિકોટીનનું પ્રમાણ છે કે કેમ તે અંગે તપાસ માટે FSLમાં ફ્લેવરોના સેમ્પલ મોકલી આપ્યા છે.
વધુમાં વાંચો: 24 કલાકની અંદર સુરતમાં બીજી દારૂની પાર્ટી પકડાઈ, સ્ત્રી-પુરુષો માણી રહ્યા હતા મહેફિલ
[[{"fid":"196021","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
તો બીજીબાજુ ગઇકાલે સુરતના પીપલોદની ઓઈસ્ટર હોટલમાં ચાલતી રેવ પાર્ટીમાં પોલીસે દરોડો પાડી 21થી વધુ મહિલાઓને પકડી હતી. જન્મદિવસની પાર્ટીના નામે આ હોટલમાં શરાબ અને શબાબની પાર્ટી ચાલતી હોવાની માહિતી પોલીસને મળી હતી. અજાણી વ્યક્તિએ કરેલા કૉલના આધારે સુરતની ઉમરા પોલીસે હોટલમાં દરોડા પાડ્યા હતા. ઉમરા પોલીસે દરોડા પડતા જાણવા મળ્યું કે 40થી વધુ મહિલાઓ બર્થ-ડે પાર્ટીના નામે દારૂની મહેફીલ માણી રહી હતી. જેને લઇ પોલીસે 21 જેટલી મહિલાઓની અટકાયત કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે પકડાયેલી તમામ મહિલાઓ સુરતના ગર્ભશ્રીમંત પરિવારની હતી.
વધુમાં વાંચો: સુરત : દારૂની પાર્ટીમાં જવા માટે મહિલાઓએ ઘરે જબરા બહાના કાઢ્યા હતા
મહિલાઓને શરાબની વ્યવસ્થા હોટલ તરફથી કરાઈ હતી કે પછી કોઈ અન્યએ કરી હતી તેની તપાસ પોલીસ કરી રહી છે. સાથે જ પોલીસે હોટલના સીસીટીવી ફૂટેજ પણ જપ્ત કર્યા છે. 13 મહિલાઓનાં મેડિકલ ચેકઅપ કરાવાયા હતા. પોલીસે જ્યારે હોટલમાં દરોડો પાડ્યો, ત્યારે ઘણી મહિલાઓ તો શરાબના નશામાં એટલી ધૂત હતી કે પોતાના પગ પર ચાલી પણ શકતી ન હતી. મહિલા પોલીસકર્મીઓ આ શરાબી અને ધનકુબેર મહિલાઓના હાથ પોતાના ખભા પર મુકી તેમને પોલીસવાન સુધી લઈ ગયા હતા. રાત્રે તમામ મહિલાઓને નોટિસ આપી ઘરે મોકલાઇ હતી. પોલીસે કિટી પાર્ટીમાં દારૂ પીવાનો કેસ નોંધી સઘન કાર્યવાહી હાથ ધરી છે. આજે સવારે તમામ મહિલાઓને નોટિસ આપી પોલીસ સ્ટેશનમાં હાજર રહેવા ફરમાન કરાયું છે.