Vadodara Fire Department, રવિ અગ્રવાલ/વડોદરા: શહેરમાં દિવસે દિવસે વસ્તી વધારો થઈ રહ્યો છે, શહેરમાં નવા ગામડાઓ ઉમેરાઈ રહ્યા છે, તેમ છતાં સૌથી જરૂરી એવા ફાયર વિભાગમાં સ્ટાફની ભરતી જ કરાતી નથી. જેને લઇ ફાયર વિભાગની હાલત કફોડી બની છે. કેવી છે ફાયર વિભાગની સ્થિતિ?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પલટાઈ ગઈ નવરાત્રિની આગાહી, હવામાન વિભાગે વાદળો જોઈને નવો વરતારો કાઢ્યો


વડોદરા કોર્પોરેશનમાં ફાયર વિભાગની સ્થિતિ કફોડી છે. કોર્પોરેશને છેલ્લા 9 વર્ષથી ચીફ ફાયર ઓફિસરની ભરતી નથી કરી. 22 લાખની વસ્તી ધરાવતા વડોદરાને હવાલાના ફાયર ઓફિસરને ભરોસે નોંધારું રાખી દેવાયું છે. વડોદરા શહેરની ફરતે ઇન્ડસ્ટ્રીયલ ઝોન, મોટી કેમિકલ ફેક્ટરીઓ તેમજ સૌથી મોટી રિફાઇનરી આવેલી છે, તેમ છતાં તંત્ર સૌથી સંવેદનશીલ ફાયર વિભાગને લઇ ગંભીર નથી. 


Bigg Boss 18: દયા ભાભીએ રૂપિયાને મારી લાત, દીપિકાથી 4 ગણી ફી ઓફર છતાં પાડી દીધી ના


તાજેતરમાં વડોદરામાં પૂર આવ્યું ત્યારે ફાયર વિભાગની કામગીરીને લઇ સવાલો ઉઠ્યા હતા, ફાયર વિભાગના જવાનોની અછત વર્તાઈ હતી. તેમજ ફાયરના અધિકારી અને વહીવટી તંત્રના અધિકારીઓ વચ્ચે સંકલનનો અભાવ પણ જોવા મળ્યો હતો. ફાયર વિભાગમાં અધિકારી - કર્મચારીની અછતના કારણે ફાયર જવાનો પર કામનું મોટું ભારણ આવે છે, જેને લઇ તેવો સ્ટ્રેસ પણ અનુભવે છે. તાજેતરમાં કામના સ્ટ્રેસના કારણે હવાલાના સસ્પેન્ડેડ ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટે ફાયરના જવાનોને માર માર્યો, જેને લઇ પોલીસ ફરિયાદ પણ થઈ છે. ત્યારે ફાયર વિભાગમાં કર્મચારી અધિકારીની ઘટને લઇ શું કઈ રહ્યા છે?


કેમ વનવાસમાં પાંડવોને નહોંતું ખૂટતુ ભોજન? જાણો યુધિષ્ઠિર પાસે એવું કયું પાત્ર હતું?


વડોદરા કોર્પોરેશન સંચાલિત ફાયર વિભાગમાં અધિકારી કર્મચારીના ઘટની વાત કરીએ તો…


  • ચીફ ફાયર ઓફિસર - 1 પોસ્ટ - ખાલી

  • ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર - 2 પોસ્ટ - 1 ખાલી 

  • 8 ફાયર સ્ટેશન છે જેમાં

  • સ્ટેશન ફાયર ઓફિસર - 10 પોસ્ટ - 7 ખાલી

  • સબ ફાયર ઓફિસર - 34 પોસ્ટ - 16 ખાલી 

  • સર સૈનિક - 42 પોસ્ટ - 13 ખાલી 

  • સૈનિક - 202 પોસ્ટ, 58 ખાલી 

  • ડિવિઝનલ ફાયર ઓફિસરની 4 પોસ્ટ નવી ઉભી કરી, તમામ 4 ખાલી 


વડોદરામાં પૂર, વાવાઝોડા, આગ લાગવાની ઘટના, ભૂકંપ, અકસ્માત, VVIP બંદોબસ્ત, પાણી વિતરણ જેવી કામગીરી ફાયરના જવાનોને કરવી પડતી હોય છે, ત્યારે વિપક્ષ નેતાએ કહ્યું કે ફાયરના જવાનોને આગ કાબૂમાં લેવાની કામગીરી ઉપરાંત અન્ય ઘણી કામગીરી સોંપાય છે…ફાયર વિભાગના જવાનો પર વર્કલોડ છે, વિભાગ ખાડે ગયો છે. કોર્પોરેશને તમામ ખાલી જગ્યાઓ પર તુરંત ભરતી કરવી જોઈએ.


Guru-Shani : વક્રી ગુરુ અને માર્ગી શનિ 3 રાશિને ફળશે, માલામાલ થતા કોઈ રોકી નહીં શકે


કોર્પોરેશને ફાયર વિભાગમાં તમામ ખાલી પદો ભરવા માટેની પ્રક્રિયા હાથ ધરી છે, જેમાં થોડાક મહિનાઓ બાદ તમામ ખાલી પદો ભરાઈ જશે તેવો દાવો ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કરી રહ્યા છે…કોર્પોરેશને છેલ્લે વર્ષ 2020માં ફાયર વિભાગમાં જવાનોની ભરતી કરી હતી, પણ હવે પૂરમાં પાલિકાના ફાયર વિભાગ પર માછલાં ધોવાતા સત્તાધીશો અધિકારીઓ ઝડપી ભરતી થાય તે માટે પ્રયાસો કરી રહ્યા છે, ત્યારે શું સમયસર ફાયર વિભાગમાં ભરતી થશે કે પછી કોઈ નવું બહાનું કાઢી હાલ પૂરતી ભરતી પ્રક્રિયા પર બ્રેક મારશે તે આગામી સમયમાં ખબર પડશે…


સોમનાથ મંદિર બુલડોઝર એક્શન પર સુપ્રીમે માંગ્યો ગુજરાત સરકાર પાસેથી જવાબ