સોમનાથ મંદિર બુલડોઝર એક્શન પર સુપ્રીમે માંગ્યો ગુજરાત સરકાર પાસેથી જવાબ, જો દોષિત જણાશે તો...

somnath temple bulldozer action : સોમનાથ મંદિર આસપાસ બુલડોઝર એક્શન પર હાલ રોક લગાવવાનો સુપ્રીમ કોર્ટનો ઈન્કાર... કોર્ટના આદેશની અહેવાલના કરી બુલડોઝર ચલાવાયાની થઈ હતી અરજી.. રાજ્ય સરકારના જવાબ બાદ સુપ્રીમ કોર્ટ કરશે અહેવાલના થઈ કે નહીં તેનો નિર્ણય

સોમનાથ મંદિર બુલડોઝર એક્શન પર સુપ્રીમે માંગ્યો ગુજરાત સરકાર પાસેથી જવાબ, જો દોષિત જણાશે તો...

Supreme Court : સુપ્રીમ કોર્ટે ગુજરાતમાં સોમનાથ મંદિરની આસપાસ બુલડોઝરની કાર્યવાહી પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો છે. સોમનાથ મંદિર પાસે મુસ્લિમ સમુદાયના ઘરો અને ધાર્મિક સ્થળો પર બુલડોઝરની કાર્યવાહી સામે કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે SCના 17 સપ્ટેમ્બરના આદેશની અવગણના કરીને ત્યાં બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અરજીમાં ગીર સોમનાથના કલેક્ટર અને અન્ય અધિકારીઓ સામે તિરસ્કારની કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. ત્યારે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને આગામી સુનાવણી 16મી ઓક્ટોબરે જવાબ દાખલ કરવા જણાવ્યું છે.

SCએ બુલડોઝરની કાર્યવાહી રોકવાનો ઈનકાર કર્યો અને કહ્યું કે રાજ્ય સરકારનો જવાબ આવવા દો. જો અમને લાગે છે કે અધિકારીઓએ કોર્ટની અવમાનના કરી છે, તો અમે તેમને માત્ર જેલમાં મોકલીશું નહીં પરંતુ તેમને ત્યાં અગાઉની સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટે પણ નિર્દેશિત કરીશું.

સોમનાથ મંદિર પાસે બુલડોઝરની કાર્યવાહીને લઈને દાખલ કરવામાં આવેલી કન્ટેમ્પ પિટીશન પર સુપ્રીમ કોર્ટે મોટી ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે જો અમારા આદેશોની અવગણના કરવામાં આવી છે તો દોષિત અધિકારીઓને જેલમાં મોકલવામાં આવશે. બધુ પુનઃસ્થાપિત કરવાનો આદેશ પણ આપશે.  સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને જવાબ દાખલ કરવા જણાવ્યું હતું. હવે આ કેસની આગામી સુનાવણી 16મી ઓક્ટોબરે થશે. જો કે, કોર્ટે યથાસ્થિતિ જાળવવાની અરજીકર્તાની માંગને ફગાવી દીધી છે.

સુનાવણી દરમિયાન ગુજરાત સરકાર વતી એસજી તુષાર મહેતાએ કહ્યું કે આ કેસ 2003થી ચાલી રહ્યો છે. મુસ્લિમ સમાજ તરફથી સમસ્ત પટણી મુસ્લિમ જમાત દ્વારા સુપ્રીમ કોર્ટમાં કન્ટેમ્પ પિટીશન દાખલ કરવામાં આવી હતી. કન્ટેમ્પ પિટીશનમાં ગીર સોમનાથના કલેક્ટર અને અન્ય અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. અરજીમાં દરગાહ માંગરોળ શાહ બાબા, ઇદગાહ, પ્રભાસ પાટણ, વેરાવળ, ગીર સોમનાથ સ્થિત અન્ય ઘણા બાંધકામોના કથિત ગેરકાયદેસર તોડી પાડવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે બુલડોઝરની કાર્યવાહી રોકવાના સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મોટા પાયે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news