ગુજરાતમાં દિલ્હી શ્રદ્ધા મર્ડર કેસ જેવો બનાવ, પતિ-પત્નીએ મળી મિત્રની લાશના ટુકડા કરી કચરામાં ફેંક્યા
Ahmedabad news: એક દંપતીએ સાથે મળીને નિર્દયતાથી યુવકના લાશના ટુકડા કર્યા હતા. એક મિત્રને તેની પતિ સાથે મળીને તેના પીઠમાં ખંજર ભોંક્યુ હતું
Shraddha murder case : દિલ્હીના શ્રદ્ધા મર્ડર કેસ વિશે યાદ કરીને પણ કંપારી છૂટી જાય છે. ત્યારે ગુજરાતમાં જ શ્રદ્ધા મર્ડર કેસ જેવો બનાવ બન્યો છે. જેમાં એક દંપતીએ સાથે મળીને નિર્દયતાથી યુવકના લાશના ટુકડા કર્યા હતા. એક મિત્રને તેની પતિ સાથે મળીને તેના પીઠમાં ખંજર ભોંક્યુ હતું. બાદમાં માથુ ધડથી અલગ કરી લાશના ટુકડાઓ થેલાઓમાં ભરી ઓઢવમાં ફેંકી આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનસાર, બાપુનગરમાં રહેતો મોહંમદ મેરાજ પઠાણ ગત 22 જાન્યુઆરીથી ગુમ થયો હતો. તે તેની પત્નીને થોડી વારમાં આવું છું તેમ કહીને ઘરની બહાર નીકળ્યો હતો. જેના બાદથી તે ઘરે પરત ફર્યો ન હતો. તેથી તેના પરિવારજનોએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થવાનો રિપોર્ટ કર્યો હતો. જેથી પોલીસે તેને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા. પરંતુ ત્રણ મહિના સુધી મોહંમદ મેરાજના ક્યાંય ભાળ મળ્યા ન હતા. આખરે ત્રણ મહિના બાદ મોહંમદની હત્યાના રહસ્ય પરથી પડદો ઉંચકાયો હતો.
તેના પરિવારજનોએ પોલીસને કહ્યું હતું કે, મોહમદ મેરાજ આ મિત્ર ઇમરાન ઉર્ફે સુલતાનના ઘરે અવાર-નવાર જતો હતો. જ્યારે પણ ફોન આવે તો મોહંમદ મેરાજ મિત્ર ઈમરાનને મળવા પહોંચી જતો હતો. આ ઇમરાન ઉર્ફે સુલ્તાનની પત્નીનું નામ રીઝવાના ઉર્ફે નેહા છે. ત્યારે મોહંમદ મેરાજના ગુમ થવા પાછળ ઈમરાનનો હાથ હોવાની પોલીસને શંકા હતી, તેથી પોલીસે તે દિશામા ચક્રો ગતિમાન કર્યા હતા. આખરે મોહંમદની હત્યા ઈમરાન અને તેની પત્નીએ મળીને કરી હોવાનું સામે આવ્યું છે.
બનાવની હકીકત એવી હતી કે, મોહંમદ મેરાજ ઉર્ફે માઇકલ ઈમરાનનો મિત્ર હોવાથી અવાર-નવાર પોતાના ઘરે આવતો અને પત્ની રીઝવાના ઉર્ફે નેહાની તે છેડતી કરતો હતો. તેથી તેણે ઈમરાને મોહંમદની હત્યા કરી હતી. રીઝવાના ઉર્ફે નેહાએ મોહંમદ મેરાજને સરપ્રાઈઝ ગિફટ આપવાના બહાને પોતાના ઘરે બોલાવી હતી. તેના બાદ નેહાએ મોહંમદ મેરાજની આંખો ઉપર દુપટ્ટો બાંધ્યો હતો. આ વખતે ઇમરાને મોહંમદ મેરાજ ઉર્ફે માઈકલના પેટના ભાગે તલવાર ધુસાડી આરપાર કર્યો હતો. આખરે મોહંમદનું મોત નિપજ્યુ હતું. એટલુ જ નહિ, ઈમારાને મોહંમદનું માથું પણ ધડથી અલગ કર્યુ હતું. આ બાદ તેણે મોહંમદની લાશના ટુકડા કર્યા હતા, જેથી તેનો નિકાલ કરવામાં સરળતા રહે. તેણે મોહંમદનું માથુ કચરાના ઢગલામાં ફેકી દઇ લાશના ટુકડાઓ કરી તેને થેલાઓમાં ભરી એક સ્કુટી ઉપર મુકી ઓઢવ ફાયર બ્રિગેડ પાછળ કેનાલમાં પોતે જઇ લાશના ટુકડા ફેંકી દીધા હોવાની કબુલાત કરી હતી.
પોલીસે ઓઢવ ફાયર બ્રિગેડની પાછળના ભાગે તપાસ કરતા ગુમ થનાર મોહંમદ મેરાજ ઉર્ફે માઇકલને મારી નાખી તેની લાશના ટુકડાઓ થેલામાં ભરી ફેંકી દીધેલ તે જગ્યા પરથી મેરાજ ઉર્ફે માઇકલની લાશના કેટલાક અસ્થિઓ અધુરા હાડપીંજરના રુપમાં મળી આવ્યા હતા.