ગૌરવ દવે/રાજકોટ : દેશભરમાં કોરોના (Coronavirus) ની બીજી લહેરના કારણે પરિસ્થિતિ વિકટ બની રહી છે ત્યારે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ (Shree Khodaldham Trust Kagvad) દ્વારા આગામી દિવસોમાં મંદિર બંધ રાખવાનો નિર્ણય લીધો છે. સૌપ્રથમ ગત 10 એપ્રિલથી 30 એપ્રિલ સુધી શ્રી ખોડલધામ મંદિર શ્રદ્ધાળુઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ પરિસ્થિતિ હજુ પણ કાબુમાં ન હોવાથી 30 એપ્રિલ બાદ પણ શ્રી ખોડલધામ મંદિર અનિશ્ચિત સમય સુધી બંધ જ રહેશે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Bharat Biotech એ રાજ્યો માટે 'કોવેક્સીન' ની કિંમત ઘટાડી, હવે આટલામાં મળશે ડોઝ


કોરોના વાઇરસ (Coronavirus) નું સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે. ત્યારે લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરી કોરોના વાઇરસનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે શ્રી ખોડલધામ મંદિર પરિસર શ્રદ્ધાળુઓ માટે બંધ રહેશે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ (Shree Khodaldham Trust Kagvad) ના ચેરમેન નરેશભાઈ પટેલ (Nareshbhai Patel) અને ટ્રસ્ટી મંડળ દ્વારા નક્કી કરાયું છે કે જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી શ્રી ખોડલધામ મંદિર બંધ રહેશે. આમ શ્રદ્ધાળુઓ માટે શ્રી ખોડલધામ મંદિરમાં માતાજીના પ્રત્યક્ષ દર્શન અનિશ્ચિત સમય સુધી બંધ રહેશે. 

રાજ્યની સરકારી કચેરીઓમાં 15 મી મે સુધી ૫૦ % સ્ટાફ સાથે કામગીરી કરવાની રહેશે


પ્રત્યક્ષ દર્શન બંધ, સોશ્યલ મીડિયા પર ઓનલાઈન દર્શન થશે
કાગવડ ખોડલધામ મંદિર (Shree Khodaldham Trust Kagvad) કોરોનાના સંક્રમણને લઈને પ્રત્યક્ષ દર્શન બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. શ્રદ્ધાળુઓ દરરોજ મા ખોડલના દર્શન શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ (Shree Khodaldham Trust Kagvad) ના ઓફિશિયલ ફેસબુક પેઈજ, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટરના માધ્યમથી ઘરે બેઠાં કરી શકશે. કોરોના વાઇરસનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે લોકોને કામ વગર ઘર બહાર નહીં નીકળવા અને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube