Independence Day: દેશભક્તિનું જીવતું જાગતું ઉદાહરણ અહેમદચાચા, 365 દિવસ તિરંગો લહેરાવી આપે છે સલામી
રાષ્ટ્રપ્રેમી અહેમદચાચા (Ahmad chacha) ને વિચાર આવ્યો કે જો અમેરિકા કે બ્રિટન જેવા દેશના લોકો પોતાના મકાન પર પોતાનો રાષ્ટ્રધ્વજ ફરકાવી શકતા હોય તો એક ભારતીય પોતાના ખાનગી મકાન પર આપણો તિરંગો કેમ ન લહેરાવી શકે.
પ્રેમલ ત્રિવેદી, પાટણ: આપણે સૌ રાષ્ટ્રીય તહેવાર ના દિવસે જ આપણા રાષ્ટ્રધ્વજ (National Flag) ને સલામી આપતા હોઈએ છીએ. પણ પાટણ (Patan) જીલ્લાના સિદ્ધપુર (Siddhpur) તાલુકાના કાયણ ગામના અહેમદચાચા નાંદોલિયા સતત 22 વર્ષથી પોતાના ઘરના પરિસરમાં 365 દિવસ વર્ષોથી પોતાના મકાન પર દરરોજ રાષ્ટ્રધ્વજ (National Flag) લહેરાવી સલામી આપી દેશાભિમાન અને ભારતીય હોવાના ગૌરવનું જીવતું જાગતું ઉદાહરણ સિદ્ધપુર તાલુકાના કાયણ (Kayan) ગામે જોવા મળી રહ્યું છે. કાયણ ગામના અહેમદચાચા (Ahmad chacha) આજે 90 વર્ષની વયે પણ નિયમિત પોતાના ઘર પરિસરમાં આન બાન અને શાનથી તિરંગો લહેરાવી રહ્યા છે.
Porbandar: નાગાર્જુન સિસોદિયાના પરાક્રમની કહાની, 1971માં પાકિસ્તાન સામે યુદ્ધમાં થયા હતા શહીદ
15મી ઓગષ્ટ ભારત (History) ના ઇતિહાસમાં આ તારીખ અમર થઈ ગઈ છે. જ્યાં સુધી આ સૃષ્ટિ પર જીવન હશે. ત્યાં સુધી દર 15 મી ઓગષ્ટ અને 26મી જાન્યુઆરીએ દરેક ભારતીય જોમ અને જુસ્સા સાથે તિરંગાને સલામી આપશે વર્ષમાં બે વાર અપ્રિતમ દેશભક્તિ દર્શાવવી સહજ છે પણ શું ! 365 દિવસ એટલેકે આખું વર્ષ દેશભક્તિના જોમ જુસ્સા સાથે ત્રિરંગો ફરકાવી સલામી આપવી સહજ છે ! દેશમાં કદાચ ખુબજ ઓછા લોકો એવા હશે જે આ રીતે દેશાભિમાન દર્શાવતા હશે.
આજે 15મી ઓગષ્ટ એટલે કે આપણો સ્વાતંત્ર દિવસ (Independence Day) છે, ને આજે આપણે સૌ એ આપણા તિરંગા રાષ્ટ્રધ્વજ ને સલામી આપી છે. આપણે સૌ તો કદાચ માત્ર રાષ્ટ્રીય તહેવારોના દિવસે જ તિરંગ ધ્વજ (National Flag) ને સલામી આપતા હોઈએ છીએ અને તે પણ સરકારી કચેરી કે શાળા માં જઈને પરંતુ પાટણ (Patan) જીલ્લાના સિદ્ધપુર તાલુકાના કાયણ ગામના એક મુસ્લિમ બિરાદર અહેમદ નાન્દોલીયા વર્ષ 2000 થી લઈને આજદિન સુધી એટલે કે છેલ્લા 22 વર્ષ થી પોતાના ખાનગી મકાન પર નિયમિત રીતે રોજે રોજ રાષ્ટ્રધ્વજ ફરકાવી તેને સલામી આપે છે.
Jail Bhajiya House ને મળશે હેરિટેજ લુક સાથે 5 સ્ટાર હોટલ, આવો હશે કોન્સેપ્ટ
રાષ્ટ્રપ્રેમી અહેમદચાચા (Ahmad chacha) ને વિચાર આવ્યો કે જો અમેરિકા કે બ્રિટન જેવા દેશના લોકો પોતાના મકાન પર પોતાનો રાષ્ટ્રધ્વજ ફરકાવી શકતા હોય તો એક ભારતીય પોતાના ખાનગી મકાન પર આપણો તિરંગો કેમ ન લહેરાવી શકે. અને તે માટે તેમણે આપણી સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવા નક્કી કર્યું. પણ તેવામાં જ એક વ્યક્તિની અપીલને માન્ય રાખી સુપ્રિમકોર્ટે ખાનગી મકાન પર નિયમોનું પાલન કરીને રાષ્ટ્રધ્વજ (National Flag) ફરકાવવાની પરવાનગી આપી હતી. જેને લઇ સર્વોચ્ચ અદાલત પરવાનગી અને નીતિ નિયમો સાથે અહેમદ ચાચા નિત્યક્રમ મુજબ ધ્વજ ફરકાવી સલામી આપે છે જે તેમનો દેશ પ્રેમ છે.
કાયણ ગામેં રહેતા 90 વર્ષના અહેમદચાચા (Ahmad chacha) નાનદોલીયા તેમની જિંદગીનો છેલ્લો પડાવ વિતાવી રહ્યા છે. 1932માં જન્મેલા અને અંગ્રેજો સાથેની લડાઈમાં જુલુસમાં અને રેલીઓમાં નાનપણથી જોડાઈને દેશભક્તિનો પરિચય કરાવ્યો હતો. દેશની આજાદી પછી શેરીઓમાં ત્રિરંગો લઈને ઉત્સાહ સાથે ફર્યા હતા.દિલો દિમાગમાં રાષ્ટ ભક્તિ એવીતો ઘર કરી ગઈ હતી. અહેમદચાચા ના મતે તેમના માં નાનપણ થી જ દેશ પ્રેમ હોઈ જયારે આઝાદી (Freedom) બાદ સૈન્ય માં જરૂર પડી ત્યારે ત્રણેક વર્ષ માટે તેઓ ભારતીય ફોજમાં જોડાયેલા હતા. અને તેમાંથી તેમને પ્રેરણા લઈ 2000ના વર્ષથી પોતાના ઘર ની બહાર નિયમિત એટલેકે 365 દિવસ રાષ્ટ્ર ધ્વજ ફરકાવી સલામી આપે છે.
કાયણ ગામે મકાનની બહાર છેલ્લા 22 વર્ષ થી સતત રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપનાર અહેમદ નાન્દોલીયાની દેશ ભક્તિ આજે પણ યથાવત રહેવા પામી છે પોતે વયવૃદ્ધ હોવા છતાં પણ વહેલી સવારે નિત્ય ક્રમ મુજબ રાષ્ટ્ર ધ્વજ ફરકાવીને જ અન્ય કામને મહત્વ આપે છે તો આ પ્રકાર નો દેશ પ્રેમ દરેક ભારતીય નાગરિક માં હોવો જોઈએ તે પણ જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube