Jail Bhajiya House ને મળશે હેરિટેજ લુક સાથે 5 સ્ટાર હોટલ, આવો હશે કોન્સેપ્ટ

પ્રથમ માળે દેશની આઝાદીમાં ભાગ લેનારા અને જેલમાં સમય વિતાવનાર નેતાઓની ઐતિહાસિક સ્મૃતિ સાથેનું મ્યુઝિયમ (Museum) બનશે.

Jail Bhajiya House ને મળશે હેરિટેજ લુક સાથે 5 સ્ટાર હોટલ, આવો હશે કોન્સેપ્ટ

મૌલિક ધામેચા / અમદાવાદ: જેલ (Jail) એ એક એવી જગ્યા છે, જ્યાં કોઈ પણ નાગરિક જવાનુ પસંદ કરતુ નથી. પરંતુ અમદાવાદમાં જેલનાં કેદીઓ દ્વારા બનાવવામાં આવતા ભજીયા (Bhajiya) ખાવા માટે મોટી સંખ્યામાં અમદાવાદીઓ જતા હોય છે, ત્યારે સાબરમતી સેન્ટ્રલ જેલ દ્વારા જેલ ભજીયા હાઉસની કાયાપલટ કરવાનો નિર્ણય લેવાયો છે. જેથી આગામી દિવસોમાં આ જેલ (Jail) માં જમવા અને જોવા લોકો તલપાપડ થાય તો નવાઈ નહી. 

જેલ ભજીયા (Jail Bhajiya), આ નામ સાંભળતાની સાથે જ આપનાં મોં’ માં પાણી આવી જ જાય ત્યારે સ્વાદ રસીયાઓ માટે વધુ એક નવુ નજરાણુ સાબરમતી જેલ (Sabarmati Jail) વિભાગ દ્વારા તૈયાર કરવાનું આયોજન કરાયુ છે. દર વર્ષે એક કરોડ રૂપિયાનુ ટર્નઓવર કરતા જેલ ભજીયા હાઉસ (Jail Bhajiya House) ની કાયાપલટ કરવામાં આવનાર છે. જેમાં ખાસીયતોની વાત કરીયે તો સ્ક્રીન પર દેખાતા મોડેલ રૂપ મુજબ ત્રણ માળની આ ઈમારતમાં ગ્રાઉન્ડ ફ્લોર પર જેલનાં કેદીઓ દ્વારા તૈયાર કરાતી વસ્તુઓનો આકર્ષક સ્ટોર બનશે. 
No description available.
Surat ના એક મકાનમાં જોવા મળે છે તરતી ઈંટો, બે ઈંટો વચ્ચે આશરે બેથી ત્રણ ઇંચનો ગેપ

તેમજ પ્રથમ માળે દેશની આઝાદીમાં ભાગ લેનારા અને જેલમાં સમય વિતાવનાર નેતાઓની ઐતિહાસિક સ્મૃતિ સાથેનું મ્યુઝિયમ (Museum) બનશે. સાથોસાથ બીજા માળે એક સાથે 100 માણસો જમી શકે તેવી વ્યવસ્થા સાથેની રેસ્ટોરેન્ટ બનાવવામાં આવશે.આ રેસ્ટોરેન્ટની વિશેષતા એ રહેશે કે તેમાં મુલાકાતીઓને પીરસવામાં સાત્વીક ભોજનની થાળીને “ગાંધી થાળી” નામ આપવામાં આવ્યુ છે.

ગુજરાત (Gujarat) ની જેલ (Jail) માં રહેલા કેદીઓ રોજગારીનાં અભાવે જેલમાંથી છૂટ્યા પછી ફરી ગુનાની દુનિયાનાં રસ્તે ન વળે તેવા ઉમદા હેતુથી કેદિઓ માટે જેલમાં અનેક પ્રોજેક્ટ હાલ ચલાવવામાં આવી રહ્યા છે. ત્યારે જેલનાં ભજીયા હાઉસની લોકપ્રિયતા અને જેલ (Jail) માંથી ચાલતા ઉદ્યોગોની માંગ જોતા જેલ ભજીયા હાઉસનાં બિલ્ડીંગને હેરિટેજ (Heritage) પ્રકારનું ભવનમાં નિર્માણ કરવામાં આવશે. જેલ હાઉસ (Jail House) માં બનાવવામાં આવનારા મ્યુઝિયમ (Museum)માં દેશની આઝાદીની જંગનાં લડવૈયાઓ જેમાં કે સરદાર પટેલ અને મહાત્મા ગાંધી જેવા નેતાઓના યાદગાર ફોટો તેમજ દસ્તાવેજી ઈતિહાસની સ્મૃતિ મુકાશે. 

તેલંગાણામાં ફિલ ધ જેલ નામનાં એક કોન્સેપ્ટમાં જેલમાં એક રાત વિતાવવા ઈચ્છનાર વ્યક્તિ 500 રૂપિયામાં એક દિવસ જેલમાં પસાર કરે છે. ત્યારે આ જ પ્રકારે લોકોને જેલનો અહેવાસ અને જેલ (Jail) ની એક નાની મુલાકાત કરાવી જેલનાં જીવનનો અહેવાસ લોકો કરી શકે તે પ્રકારે સમગ્ર આયોજન કરાયુ છે. મહત્વની વાત તો એ છે કે હેરિટેજ (Heritage) બિલ્ડીંગ બન્યા બાદ જેલ ભજીયા હાઉસમાં મળતા ભજીયા તો શહેરીજનોને મળતા જ રહેશે. પરંતુ તેની સાથોસાથ સાત્વીક ગાંધી થાળી પણ લોકો જમી શકશે. ત્યારે આગામી એક વર્ષમાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો નિર્ધાર જેલ વિભાગ દ્વારા કરાયો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news