ઝી મીડિયા/બ્યૂરો :સિદ્ધપુરમાં શહેરીજનો દરેક ધાર્મિક પર્વ અને ઉત્સવને આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવતાં હોય છે. સિદ્ધપુરમાં મનાવવામાં આવતા કેટલાક પર્વ અલગ તરી આવે છે. સમગ્ર ગુજરાતમાં પતંગ મહોત્સવ મુખ્યત્વે ઉત્તરાયણના દિવસે જોવા મળે છે. પરંતુ સિદ્ધપુરવાસીઓ પરંપરા પ્રમાણે ઉતરાયણના બદલે દશેરાએ પતંગ ચગાવી દશેરાના દિવસે ઉતરાયણનો પર્વ ઉજવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાટણની લોક વાયકા પ્રમાણે પાટણ પંથકના રાજા સિધ્ધરાજ જયસિંહનું ઉતરાયણના સમયે મૃત્યુ થયું હતું તેના શોક નિમિત્તે આજે પણ પાટણના સિધ્ધપુર શહેરમાં મકરસક્રાંતિ એટલે કે ઉતરાયણના દિવસે પતંગ ચગાવવામાં આવતા નથી. પરંતુ તેના બદલે સિધ્ધપુરવાસીઓ દશેરાના દિવસે ઉતરાયણનો પર્વ મનાવે છે. દશેરાના દિવસે લોકો પોત પોતાના ધાબા અગાસીઓ પર ચઢીને પતંગના પેચ લડાવે છે અને ‘એ કાપ્યો લપેટ’ની બૂમો પાડતા નજરે પડે છે. 


આ પણ વાંચો : ગરમાગરમ ઊંઘિયુ-જલેબીથી થઈ ઉત્તરાયણની સવાર, ખરીદવા લોકોની લાઈન લાગી 


જોકે નવાઇની વાત તો એ છે કે, થોડા વર્ષો પહેલા ઉતરાયણના દિવસે પાટણમાં પણ પતંગ ચગાવવામાં આવતા ન હતા અને આ દિવસે શોક રાખવામાં આવતો હતો. પરંતુ પાટણવાસીઓ આ પરંપરાને ભૂલીને ઉતરાયણના દિવસે પતંગ ચગાવતા થયા છે. જોકે સિધ્ધપુરમાં ઉતરાયણના દિવસે પતંગ ન ચગાવવાની પરંપરા આજે પણ અકબંધ છે. જેના બદલે સિદ્ધપુરવાસીઓ હર્ષોઉલ્લાસ સાથે દશેરાના દિવશે પતંગ ચકાવીને ઉતરાયણની મઝા માણે છે. તો બીજી તરફ સિદ્ધપુરવાસીઓ દશેરાના દિવસે એકસાથે બે તહેવારનો આનંદ માણે છે. દશેરા અને ઉતરાયણ એમ બે દિવસની લોકો મજા માણે છે અને ધાબા પર ફાફડા,જલેબી ખાઈ ઉજવણી કરે છે.


સિદ્ધપુરવાસીઓ દશેરાના દિવસે ઉત્તરાયણ પર્વની ઉજાણી કરે છે અને 14 જાન્યુઆરી રોજ સ્થાનિક લોકો અન્ય શહેરોમાં જઇ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરે છે. આમ વર્ષ માં બે દિવસ લોકો પતંગ ચગાવવાની મજા માણે છે.


આ પણ વાંચો : CM રૂપાણીની 30 વર્ષ જુની પરંપરાગત પ્રથા તૂટી, નહિ ઉજવે ઉત્તરાયણ


કોરોનાકાળમાં સિદ્ધપુરવાસીઓએ પતંગ ઉડાવી હતી
સિદ્ધપુરવાસીઓ માટે તો દશેરા જ ઉત્તરાયણ છે. તેથી ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં જ્યારે દશેરાનો તહેવાર આવ્યો હતો, ત્યારે પણ કોરોના મહામારી હતી. આવામાં પણ સિદ્ધપુરમા ઉત્તરાયણ ઉજવાઈ હતી. વૈશ્વિક કોરોના મહામારીના કારણે પતંગ દોરીની ખરીદીમાં આશરે ૪૦% સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. તેમ છતા લોકો મહામારી ભૂલીને પતંગ ચગાવતા જોવા મળ્યા હતા. 


આ વર્ષે ઉત્તરાયણમાં પતંગો ઉડશે 
જો, આ વર્ષે સિદ્ધપુરના સ્વૈચ્છિક સંગઠનોએ ઉત્તરાયણે સિદ્ધપુરમાં પતંગ ઉડે તે માટે પ્રયાસો કરતાં આ વર્ષે 143 વર્ષ બાદ પહેલીવાર ઉત્તરાયણે સિદ્ધપુરનું આકાશ રંગબેરંગી પતંગોથી ભરેલું જોવા મળશે. સિદ્ધપુરમાં ઉતરાયણને લઈને વિવિધ સ્વૈચ્છિક સંગઠનો તેમજ ગ્રુપ એક્ટિવ થયા હતા. જેઓએ સિદ્ધપુરમાં ઉત્તરાયણને દિવસે આકાશમાં પતંગ ચગે તે માટેના પ્રયત્નો કર્યાં છે. આ કારણે સિદ્ધપુરમાં પતંગ દોરીની દુકાનોમાં ઉતરાયણના આગળના દિવસે ઘરાકી ખૂલી હતી. તો બુધવારે પતંગ દોરીની ખરીદી માટે આખો દિવસ ભીડ જોવા મળી હતી.


આ પણ વાંચો :  વડોદરામાં બ્રિજ પરથી જઈ રહેલા યુવકના ગળામાં દોરો ફસાતા મોત, આણંદમાં 4 વર્ષના બાળકનું ગળુ કપાયું