વડોદરામાં બ્રિજ પરથી જઈ રહેલા યુવકના ગળામાં દોરો ફસાતા મોત, આણંદમાં 4 વર્ષના બાળકનું ગળુ કપાયું

વડોદરામાં બ્રિજ પરથી જઈ રહેલા યુવકના ગળામાં દોરો ફસાતા મોત, આણંદમાં 4 વર્ષના બાળકનું ગળુ કપાયું
  • આણંદ પાસે બોચાસણ ગામ પાસેના રોડ પર ગઈકાલે 4 વર્ષીય બાળકનું ગળું કપાયું
  • તહેવારના દિવસે જ દીપક રબારીનું મોત નિપજતાં પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો

રવિ અગ્રવાલ/જપ્તવ્ય યાજ્ઞિક/બ્યૂરો :ઉત્તરાયણનો તહેવાર જ્યાં લોકોને ડબલ ઉત્સાહ આપે છે, ત્યાં ડર અને ખૌફ પણ લાવે છે. ઉત્તરાયણ (uttarayan) નો તહેવાર અનેક લોકોનો ભોગ લેતો હોય છે. દોરાથી ગળુ કપાઈ જવાના, ધાબા પરથી પડી જવાથી મોત થવાના કિસ્સા અનેક બનતા હોય છે. આવામાં વડોદરામાં ગળુ કપાઈ જવાથી યુવકનું મોત નિપજ્યું છે. તો આણંદમાં ચાર વર્ષના બાળકનું ગળુ કપાયું છે. 

આ પણ વાંચો : CM રૂપાણીની 30 વર્ષ જુની પરંપરાગત પ્રથા તૂટી, નહિ ઉજવે ઉત્તરાયણ

વડોદરામાં ગળુ કપાતા યુવકનું મોત
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરામાં દોરીથી ગળુ કપાઈ જતાં એક યુવકનું મોત નિપજ્યું છે. નંદેસરી ઓવર બ્રિજ પર આ ઘટના બની હતી. 19 વર્ષનો દીપક રબારી નામનો યુવક બહેનના ઘરે જઈ રહ્યો હતો. ત્યારે બ્રિજ પરથી પસાર થતા સમયે પતંગનો દોરો તેના ગળામાં ફસાઈ ગયો હતો. પરંતુ દોરો તેના ગળામાં એવી રીતે ફરી વળ્યો કે તેનુ ગળુ કપાઈ ગયું હતું. ગળુ કપાઈ જતા રોડ પર લોહીનું ખાબચિયુ ભરાઈ ગયું હતું. પરંતુ પતંગના દોરીએ દીપકનો જીવ લીધો હતો.  તહેવારના દિવસે જ દીપક રબારીનું મોત નિપજતાં પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. 

આણંદમાં 4 વર્ષના બાળકનું ગળુ કપાયું 
તો બીજી તરફ, આણંદ પાસે બોચાસણ ગામ પાસેના રોડ પર ગઈકાલે 4 વર્ષીય બાળકનું ગળું કપાયું હતું. ડભાસી ગામના મયંક ચૌહાણ નામના બાળકનું ગળું ચાઈનીસ દોરીમાં કપાયં હતું. ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો. જોકે, તે વધુ ગંભીર હોવાથી તેને વધુ સારવાર અર્થે બોરસદની શ્રદ્ધા હોસ્પિટલમાં ખસેડાયો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news