સિદ્ધૂ મુસેવાલા હત્યાકાંડમાં સ્પે. સેલનું અંડરકવર ઓપરેશન, મુંદ્રાથી પ્રિયવત ફૌજીની ધરપકડ
દેશભરમાં ભારે ચકચાર જગાવનાર સિદ્ધુ મુસેવાલાની હત્યામાં સંડોવાયેલી લોરેન્સ બિશ્નોઈ ગેંગના બે સાગરીતોને થોડા દિવસ પૂર્વે કચ્છમાંથી દબોચી લેવાયા બાદ ફરી દિલ્હી પોલીસે ચૂપચાપ ખાસ ઓપરેશન હાથ ધરી મુન્દ્રાના બારોઈમાંથી આ ગેંગના વધુ ત્રણ સાગરિતો ઉપાડી લઇ ગયા હોવાનું બહાર આવી રહ્યું છે.
રાજેન્દ્ર ઠક્કર, કચ્છ: દેશભરમાં ભારે ચકચાર જગાવનાર સિદ્ધુ મુસેવાલાની હત્યામાં સંડોવાયેલી લોરેન્સ બિશ્નોઈ ગેંગના બે સાગરીતોને થોડા દિવસ પૂર્વે કચ્છમાંથી દબોચી લેવાયા બાદ ફરી દિલ્હી પોલીસે ચૂપચાપ ખાસ ઓપરેશન હાથ ધરી મુન્દ્રાના બારોઈમાંથી આ ગેંગના વધુ ત્રણ સાગરિતો ઉપાડી લઇ ગયા હોવાનું બહાર આવી રહ્યું છે.
સિદ્ધુ મુસેવાલાની હત્યામાં તપાસ કરી રહેલી પોલીસની ખાસ ટીમે ઓપરેશન હાથ ધરી મુન્દ્રાના બારોઈમાં હજુ અઠવાડિયા પહેલાં ભાડે રહેવા આવેલા અને લોરેન્સ બિશ્નોઈ ગેંગના સાગરિત એવા કશિશ ઉર્ફે કુલદીપ, અશોક ઉર્ફે ઈલિયાસ ઉર્ફે ફૌઝી અને કેશવકુમાર નામના શખ્સને દબોચી લીધા છે. જેમાંના બે હરિયાણાના તથા એક પંજાબનો હોવાનું સામે આવ્યું છે. આ ત્રણ પૈકીમાંનો એક શખ્સ અગાઉ દોઢ-બે વર્ષ પૂર્વે મુન્દ્રામાં આવી મજૂરીકામ કરી ચૂક્યો હોવાથી તે તેના અન્ય બે સાગરિતોને પણ અહીં લઈ આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ ઝડપાયેલા આરોપીઓની સિદ્ધુ મુસેવાલાની હત્યામાં સંડોવણી ખુલતાં દિલ્હી પોલીસની સ્પે. સેલ દ્વારા આ ગેંગના નાસતા ફરતા સાગરીતોને ઝડપી લેવા કામગીરી હાથ ધરી હતી જેમાં આરોપીઓ કચ્છના મુન્દ્રામાં હોવાની બાતમીના આધારે દિલ્હી પોલીસના એક પીઆઈ, બે પીએસઆઈ તથા કોન્સ્ટેબલ સાથે એક ખાસ ટીમ મુન્દ્રા આવી હતી અને ઓપરેશન પાર પાડી ચાલી ગઈ હતી.
આ સમગ્ર ઓપરેશન ચૂપચાપ પાર પાડવાનું હોવાથી સ્થાનિક પોલીસને જાણ કરાઈ ન હતી. કચ્છ જિલ્લો સરહદી વિસ્તાર છે ઉપરાંત અંતરિયાળ વિસ્તારમાં હોવાથી દેશના અનેક ખૂંખાર ગુનેગારો છુપાવા માટે આવા વિસ્તાર પર ખાસ પસંદગી ઉતારતા હોવાથી કચ્છના સ્થાનિકો સતર્ક રહે તે અત્યંત જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube