ઝી મીડિયા, બ્યૂરો: ગુજરાત માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે કે, વાવાઝોડું ગુજરાત સાથે નહિ ટકરાય. પરંતુ વાવાઝોડાની અસરને લઇને ભારે પવન સાથે અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. ત્યારે વાવાઝોડાની અસરને લઈને સૌરાષ્ટ્રના બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- સંભવિત વાવાઝોડાને લઈ 4 જિલ્લામાંથી 20 હજારથી વધુ લોકોના સ્થળાંતર: રાહત કમિશનર


સંભવિત વાવાઝોડાની અસરને લઇને જામનગરમાં બંદરો પર 1 નંબરનું સિગ્નલ હટાવી 2 નંબરનું સિગ્નલ લગાવાયું છે. જામનગરના નવાબંદર, સિક્કા સહિતના તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા સિગ્નલ લગાવાયું છે. ત્યારે જામનગરમાં કલેક્ટર દ્વારા માછીમારો અને ખેડૂતોને સુચનાઓ આપવામાં આવી છે. માછીમારોને હાલની પરિસ્થિતિમાં દરિયો ન ખેડવા તેમજ ખેડૂતોને પોતાની જણસીઓ ખુલ્લામાં ન રાખવા અપીલ કરવામાં આવી છે. વાવાઝોડા અને વરસાદને પગલે તંત્ર એલર્ટ છે. આ ઉપરાંત ખેડૂતોના પાકને નુકસાન ન થય તેની તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.


આ પણ વાંચો:- ગુજરાતમાં વાવાઝોડાની અસર શરૂ થઈ, 24 કલાકમાં 29 તાલુકામાં વરસાદ પડ્યો


પોરબંદરના બંદરો પર 2 નંબરનું સિગ્નલ લાગવવામાં આવ્યું છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપરેશનને લઈ સાવચેતીના ભાગરૂપે 2 નંબરનું સિગ્નલ લગાવાયું છે. તો બીજી તરફ દેવભૂમિ દ્વારકાના ઓખા બંદર પર પણ 2 નંબરનું સિગ્નલ લગાવાયું છે. સાથે સાથે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.


આ પણ વાંચો:- દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ત્રાટકશે વાવાઝોડું, 90-100 કિલોમીટરની સ્પીડે પવન ફૂંકાય તેવી શક્યતા


અમરેલીના જાફરાબાદ લાઈટ હાઉસ બંદર પર 1 નંબરનું સિગ્નલ હટાવી 2 નંબરનું સિગ્નલ લગાવાયું છે. ડીપ ડિપરેશનને લઇ ભારે પવન સાથે વરસાદ આવી શકે છે. રાજુલા, જાફરાબાદ, પીપાવાવ કોસ્ટલ વિસ્તારમાં પવન સાથે વરસાદ આવી શખે છે. જેને લઇને તંત્ર દ્વારા 2 નંબરનું સિગ્નલ લાગાવી દેવામાં આવ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube