સંભવિત વાવાઝોડાને લઈ 4 જિલ્લામાંથી 20 હજારથી વધુ લોકોના સ્થળાંતર: રાહત કમિશનર

હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું હતું કે, વાવાઝોડું ગુજરાત સાથે નહીં ટકરાય. ત્યાર આ સંભવિત વાવાઝોડાના સંદર્ભે રાહત કમિશનર દ્વારા પ્રેસ કોન્ફન્સ યોજી હતી.

સંભવિત વાવાઝોડાને લઈ 4 જિલ્લામાંથી 20 હજારથી વધુ લોકોના સ્થળાંતર: રાહત કમિશનર

હિતલ પારેખ, ગાંધીનગર: હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું હતું કે, વાવાઝોડું ગુજરાત સાથે નહીં ટકરાય. ત્યાર આ સંભવિત વાવાઝોડાના સંદર્ભે રાહત કમિશનર દ્વારા પ્રેસ કોન્ફન્સ યોજી હતી. જેમાં રાહત કમિશનર હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે ડીપ ડિપ્રેશન તરીકે સક્રિય છે આગામી 24 કાલાકમાં સાયકલ Cycle Storeમાં કન્વર્ટ થશે પછી સાયકલિસ્ટ ફોનમાં કન્વર્ટ થશે. તે સુરતથી 670 કિલોમીટર દૂર છે. ત્યારે આ વાવાઝોડાને લઇ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને સક્રિય છે. નવસારી જિલ્લામાં 110થી 120 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય શકે છે. ત્યારે તેની સૌથી વધારે અસર સુરત, વલસાડ અને ભરૂચ જિલ્લામાં જોવા મળશે.

સુરત, અમરેલી, ભાવનગર અને વાપીમાં વધારે વરસાદ પડ્યો છે. આ સાથે ભાવનગર અને અમરેલી જિલ્લામાં પણ એલર્ટ આપ્યા છે. ત્રણથી ચાર કિલોમીટર દરિયા વિસ્તાર પાસેના ગામવાસીઓને સ્થળાંતર કરવાની કામગીરી ચાલી રહી છે. આજે મોડી સાંજ સુધીમાં તમામ લોકોનું સ્થળાંતર પૂરૂં કરવામાં આવશે. સુરતમાંથી 1135, નવસારીમાંથી 11908 અને વલસાડમાંથી 6438 લોકોના સ્થળાતંર કરવામાં આવ્યા છે. આમ ચાર જિલ્લામાંથી કુલ 20 હજારથી વધુ લોકોના સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

રાહત કમિશનર હર્ષદ પટેલે જણાવ્યું કે, વલસાડ ખાતે એનડીઆરએફની ટીમો ઉપલબ્ધ છે. સુરત, ભરૂચ, આણંદ-ખેડા, સોમનાથ, અમરેલી અને ભાવનગર એક એક ટીમ તૈયાર છે. વડોદરા ખાતે અને ગાંધીનગર ખાતે એક એક ટીમ છે. ત્યારે વલસાડમાં વધુ બે ટીમ મોકલવામાં આવશે. એસડીઆરએફની ટીમોને પણ તૈનાત કરાઈ છે. રેવન્યુ વિભાદ દ્વારા જિલ્લા કલેક્ટરો સાથે પણ ગઈ કાલે વીડિયો કોન્ફરેન્સ કરવામાં આવી હતી. જેમાં કોરોના વાયરસને કારણે સોશિયલ ડિસ્ટેન્સિંગ કેવી રીતે રાખવું તેના પણ પગલા ભરવામાં આવી રહ્યા છે તેના પર ચર્ચા કરવામાં આવી હતી.

કોરોના હોસ્પિટલ હોય કે, કોરોના પેશન્ટ હોય તેને સીફ્ટ કરવા માટે પણ તૈયારીઓ રાખવામાં આવી છે. સાયક્લોન જ્યારે જમીન ઉપર પ્રવેશે ત્યારે કોઈ જાનહાની ન થયા અને સંદેશા વ્યવહાર ચાલુ રહે તે માટે પાવર સપ્લાય ચાલુ રહે તેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ભારે અને જોખમી હોર્ડિંગને પણ ઉતારી લેવા માટે જિલ્લા કલેક્ટરોને તાકીદ કરવામાં આવી છે. 4 તારીખ સુધી સાવચેતી રાખવી જરૂરી છે. એરફોર્સની જરૂર પડશે ત્યારે મદદ લેવામાં આવશે. પશુઓને પણ સલામત સ્થળે ખસેડવાની કામગીરી ચાલુ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news