દિવાળીમાં ચાંદી ખરીદતા પહેલાં આટલું જાણી લો! નહીં તો કોઈ તમને ચાંદી કહીને કંઈ ભળતું ભટકાવી જશે
શું તમને ખબર છે કે, તમે ચાંદીમાં છેતરાઈ શકો છો? તમને ચાંદીના ભેળસેળ વાળા દાગીના પધરાવવામાં આવી શકે છે. તમે આ છેતરપિંડીથી બચી શકો છો. એના માટે તમારે ફૉલો કરવાની છે બસ આટલી ટિપ્સ.
ઝી બ્યૂરો, અમદાવાદઃ આજે ધનતેરસ છે. આજના દિવસે ચાંદી ખરીદવાનું વિશેષ મહત્ત્વ હોય છે. ત્યારે અમદાવાદ હોય કે સુરત, વડોદરા હોય કે રાજકોટ આજે સોની બજારોમાં ચાંદીની ખરીદીની ધૂમ જોવા મળશે. જોકે, આ ખરીદીની ચમકમાં ચાંદીમાં ભેળસેળ અને નકલી ચાંદીનું પણ ધૂમ વેચાણ થતું હોય છે. ત્યારે આવા તત્વોથી તમને બચાવવા માટે અમે શોધી લાવ્યા છીએ ચાંદી અસલી છેકે, નકલી તે ઓળખવાની રીત. આ આર્ટિકલ વાંચશો તો કોઈ તમને છેતરી નહીં શકે.
શું તમને ખબર છે કે, તમે ચાંદીમાં છેતરાઈ શકો છો? તમને ચાંદીના ભેળસેળ વાળા દાગીના પધરાવવામાં આવી શકે છે. તમે આ છેતરપિંડીથી બચી શકો છો. એના માટે તમારે ફૉલો કરવાની છે બસ આટલી ટિપ્સ. આજે છે ધનતેરસનો પાવન પર્વ એટલે કે ખરીદી કરવા માટેનો ખાસ દિવસ. ચાંદીની પણ આજે મોટા પ્રમાણમાં ખરીદી કરવામાં આવે છે. પરંતુ શું તમને ખબર છે કે, તમે ચાંદીમાં છેતરાઈ શકો છો? તમને ચાંદીના ભેળસેળ વાળા દાગીના પધરાવવામાં આવી શકે છે. તમે આ છેતરપિંડીથી બચી શકો છો. એના માટે તમારે ફૉલો કરવાની છે બસ આટલી ટિપ્સ.
1. ખરીદતા પહેલા આટલું ચેક કરો-
ચાંદીની જ્વેલરી ખરીદતા પહેલા તેને સરખી રીતે ચેક કરો. જો તેના પર એક નાનું લેબલ છે જેમાં સ્ટર કે સ્ટર્લિંગ લખ્યું છે, તો તેનો અર્થ એ છે કે, તે શુદ્ધ ચાંદી છે. સાથે જ જો તેના પર ISI હૉલમાર્ક હોય તો તે શુદ્ધતાની ખાતરી આપે છે.
2. મેગ્નેટ ટેસ્ટ-
ચુંબકનો ઉપયોગ કરીને તમે ચાંદીની જ્વેલરીની શુદ્ધતા તપાસી શકો છો. તો તમારી પાસે ચુંબક છે તો, તેને ચાંદીની જ્વેલરીની નજીક લાવો. જો તે જ્વેલરી સાથે ચિપકે છે તો સમજી જાઓ કે, આ ચાંદી અસલી નથી.
3. બરફથી કરો ખરાઈ-
ચાંદીની શુદ્ધતા જાણવા માટે બરફનો ઉપયોગ કરી શકાય છે. આ માટે તમારે ચાંદીની વસ્તુને બરફના ટુકડા પર રાખવાની છે. જો કે જલ્દી પિગળે છે તો સમજી જાઓ કે તમારી પાસે જે ચાંદી છે તે શુદ્ધ છે.
શુદ્ધ ચાંદીમાં થર્મલ કંડક્ટિવિટી હોય છે, તે બરફને પિગળાવી દે છે.
4. બ્લીચ ટેસ્ટ-
શુદ્ધ ચાંદીની પરખ કરવા માટે તમે બ્લીચ ટેસ્ટ પણ કરી શકો છો. ચાંદીની વસ્તુ પર બ્લીચનું એક ટીપું નાખું. જો તે કાળું થઈ જાય તો, તેનો અર્થ એવો થશે કે તે શુદ્ધ ચાંદી છે. તો તેમાં ભેળસેળ હશે તો બ્લીચનું અસર નહીં થાય.