ખોડલધામમાં સીઆર પાટીલની રજતતુલા, નરેશ પટેલ સાથે બંધ બારણે યોજી બેઠક
સૌરાષ્ટ્રના પ્રવાસે પહોંચેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ આજે પાટીદારોની આસ્થાના કેન્દ્ર ખોડલધામ પહોંચ્યા હતા.
બ્રિજેશ દોશી/રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીને વધુ મજબૂત બનાવવાના ઈરાદાથી નવા નિમાયેલા પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ બે દિવસથી સૌરાષ્ટ્રના પ્રવાસે છે. તેમણે ગઈકાલે સોમનાથ મંદિરે દર્શન કરીને પોતાની સૌરાષ્ટ્ર યાત્રાનો પ્રારંભ કર્યો હતો. આ દરમિયાન તેમણે અન્ય મંદિરોમાં પણ દર્શન કર્યા તો અનેક જગ્યાએ ભાજપના કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી હતી. સોમનાથ, જુનાગઢ, કેશોદ, માણાવદર સહિતની મુલાકાત બાદ આજે ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીદારોના આસ્થાના કેન્દ્ર ખોડલધામ પહોંચ્યા હતા. જ્યાં નરેશ પટેલે તેમનું સ્વાગત કર્યું હતું.
નરેશ પટેલ સાથે યોજી બેઠક
સૌરાષ્ટ્રના પ્રવાસના બીજા દિવસે સીઆર પાટીલ ખોડલધામ પહોંચ્યા હતા. અહીં ભાજપના પ્રદેશ પ્રમુખનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમયે પાટીદાર અગ્રણી નરેશ પટેલે કહ્યુ કે, ભાજપ પ્રમુખનું ખોડલધામમાં સ્વાગત છે. તેમણે કહ્યું કે, આ મુલાકાતને રાજકીય રીતે જોવાની જરૂર નથી. ધાર્મિક સ્થળે અનેક નેતા આવ્યા છે અને આવતા રહે છે. આ સાથે નરેશ પટેલે કહ્યુ કે, સામાજીક રીતે એક જ મેસેજ છે 'સંગઠિત રહો, એક રહો.' તો ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે નરેશ પટેલ સાથે બંધબારણે બેઠક પણ યોજી હતી. આ બેઠક આશરે 15 મિનિટ સુધી ચાલી હતી.
સીઆર પાટીલની રજતતુલા
ખોડલધામ પહોંચેલા ભાજપના પ્રદેશ પ્રમુખની સાથે કેબિનેટ મંત્રી કુવરજી બાવળિયા, જયેશ રાદડિયા અને આરસી ફળદૂ પણ સાથે જોડાયા હતા. તો ભાજપના અન્ય કાર્યકર્તાઓ પણ હાજર રહ્યાં હતા. ખોડલધામમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની રજતતુલા પણ કરવામાં આવી હતી.
2006ના અમદાવાદ બ્લાસ્ટ કેસનો વધુ એક આરોપી પકડાયો
ખોલડધામમાં શું બોલ્યા સીઆર પાટીલ
ખોડલધામમાં દર્શન કર્યા બાદ મીડિયા સાથે વાત કરતા ભાજપના પ્રદેશ પ્રમુખે કહ્યુ કે, ગુજરાતીઓએ હંમેશા બીજાની મદદ કરી છે. ગુજરાતના સર્વાંગિ વિકાસ માટે સામુહિક નિર્ણય કરીશું. તેમણે કહ્યું કે, તમારી કોઈ વ્યથા હોય, પશ્નો હોય કે સૂચનો હોય તેનો ઉકેલ લાવીશું.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube