ઝી ન્યૂઝ/સુરત: નાની વેડ ગામ નજીકમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં દુકાન કે મકાન નહીં આપી અને પૈસા પણ પરત નહીં કરી ઠગાઈ કરનાર મહિલાની સિંગણપોર પોલીસે ધરપકડ કરી છે. સેવા સદનમાં ઉભી રહી કામ કરતી રાંદેરની સાયરાબાનુ જરદોષે શાકભાજીના વેપારી સહિત 11 લોકોને ચૂનો ચોપડ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્વાન જેવા ઉંદરો ધરતી પર ફરશે, જાણો વૈજ્ઞાનિકોના દાવામાં કેટલી છે સત્યતા


પોલીસ દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ અમદાવાદના દસકોઈના કમોડ ગામના વતની અને સુરતમાં નાની વેડ નીચલી વાડીની પાછળ રહેતા 35 વર્ષીય પરષોતમભાઇ અમરસિંહ કુવરીયા કતારગામ આંબાતલાવડી રોડ પર શાકભાજીની લારી રાખી વેચાણ કરે છે. ત્રણ વર્ષ અગાઉ નાની વેડ કેશવ પાર્ક પાર્ટી પ્લોટ પાસે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સુમન સારથી આવાસનું આયોજન થતા તે અને મહોલ્લાના અન્ય નવ રહેવાસી અઠવાલાઈન્સ જિલ્લા સેવા સદનમાં આવાસના ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ અને દાખલા કઢાવવા ગયા હતા. 


શું તમને પણ આવી આદત છે? તો સંભાળજો મિનિટોમાં જ થઈ જશો ગરીબ, ઘણા જ છે ગેર ફાયદા


ત્યારે ત્યાં ટાઉટ તરીકે ઉભી રહેતી સાયરાબાનુ સિદ્દીક જરદોષ એ મારી મહાનગરપાલિકામાં અધિકારીઓ સાથે બહુ મોટી ઓળખાણ છે, તમને તમારા ગામમાં જ આવાસ અને દુકાન અપાવીશ તેમ વાત કરી તમામના મોબાઈલ નંબર અને સરનામાં લીધા હતા ત્યાર બાદ તે મહોલ્લામાં આવી હતી અને ફોર્મ ભરવાની ફી પેટે રૂ.20 હજાર, ત્યાર બાદ રૂ.45 હજારના બે હપ્તા, પોતાનું રૂ.11 હજારનું કમિશન અને દુકાનના અરજદાર પાસે વધારાના રૂ.18 હજાર મળી કુલ 11 વ્યક્તિ પાસે રૂ.11.65 લાખ લીધા હતા.


આબુ ફરવા જનારા ગુજરાતીઓને મોટો ઝટકો, આજ રાતથી વધી જશે તમારું ફરવાનું બજેટ


જોકે, તેણે કોઈને આવાસ કે દુકાન નહીં અપાવી તેમજ પૈસા પરત નહીં કરી ઠગાઈ કરતા છેવટે પરષોત્તમભાઈએ ગતરોજ તેના વિરુદ્ધ સિંગણપોર પોલીસ મથકમાં ઠગાઈની ફરિયાદ નોંધાવતા પોલીસે સાયરાબાનુની ધરપકડ કરી હતી સાથે જ વધુ તપાસ હાથ ધરી છે કે તેણે આ રીતે અન્ય કેટલા લોકો ને પોતાના શિકાર બનાવ્યા છે સાથે જ તેની સાથે કોઈ સરકારી અધિકારી નો મેલપીપણા છે કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.