Banaskantha: સિંગર દિવ્યા ચૌધરીએ ઉડાવ્યા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, 3 લોકો વિરૂદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ
કાંકરેજ તાલુકામાં લગ્ન પ્રસંગે (Wedding Occasions) સિંગર દિવ્યા ચૌધરીનો (Singer Divya Chaudhary) સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવતો વીડિયો વાયરલ થયો છે
અલ્કેશ રાવ/ બનાસકાંઠા: સોશિયલ ડિસ્ટન્સના (Social Distance) ધજાગરાત ઉડાવતો વધુ એક વીડિયો (Viral Video) સામે આવ્યા છે. કાંકરેજ તાલુકામાં લગ્ન પ્રસંગે (Wedding Occasions) સિંગર દિવ્યા ચૌધરીનો (Singer Divya Chaudhary) સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવતો વીડિયો વાયરલ થયો છે. ત્યારે ZEE 24 કલાકના અહેવાલ બાદ આ મામલે થરા પોલીસે (Thara Police) દિવ્યા ચૌધરી સહિત 3 લોકો સામે ફરિયાદ નોંધી છે.
કાંકરેજ તાલુકાના (Kankraj Taluka) થરામાં લગ્ન પ્રસંગે સિંગર દિવ્યા ચૌધરી (Singer Divya Chaudhary) દ્વારા સોશિયલ ડિસ્ટન્સના (Social Distance) ભંગ કરાયો હતો અને તેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં (Social Media) વાયરલ થયો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, દિવ્યા ચૌધરી લગ્ન પ્રસંગમાં (Wedding Occasions) માસ્ક વગર અને લોકોની ભીડ એકત્રિત કરી સરેઆમ કોવિડ ગાઈડલાઈનનું (Covid Guidelines) ઉલ્લંઘન કર્યું હતું.
આ પણ વાંચો:- પાવાગઢ મંદિર હજુ આ તારીખ સુધી રહેશે બંધ, ચાંપાનેરમાં પણ મુલાકાતીઓની એન્ટ્રી પર રોક
દિવ્યા ચૌધરીએ (Singer Divya Chaudhary) પોતે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) કર્યો છે. જો કે, સામાન્ય નાગરિક માસ્ક વગર પકડાય છે ત્યારે તેની પાસેથી દંડ વસૂલવામાં આવ્યા છે પરંતુ જ્યારે આવા લોકો પર કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી.
આ પણ વાંચો:- ઓડિયો ક્લિપ બાદ રાધનપુરના ધારાસભ્યનું વધુ એક કારસ્તાન, જાહેરમાં કોરોનાના નિયમોનો કર્યો ભંગ
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube