બોલિવુડ સિંગર બનવાના સપના જોતી સુરતના ધનાઢ્ય પરિવારની દીકરી સંયમના માર્ગે નીકળી
સુરતના કરોડપતિ કાપડના વેપારીની સિંગર દિકરી સંસારી મોહ માયા છોડી હવે સંયમનો માર્ગ અપનાવવા જઇ રહી છે. 28મી જાન્યુઆરીએ આ દિકરી કરોડો રૂપિયાની સંપત્તિ છોડી સંયમના માર્ગ પર જશે. ત્યારે આજે સુરતમાં તેનો વાજતેગાજતે વરઘોડો નીકળ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં જૈન સાધુ સાધ્વીઓ જોડાયા હતા. તો પરિજનો પર મન મૂકી વરઘોડામાં નાચ્યા હતા.
તેજશ મોદી/સુરત : સુરતના કરોડપતિ કાપડના વેપારીની સિંગર દિકરી સંસારી મોહ માયા છોડી હવે સંયમનો માર્ગ અપનાવવા જઇ રહી છે. 28મી જાન્યુઆરીએ આ દિકરી કરોડો રૂપિયાની સંપત્તિ છોડી સંયમના માર્ગ પર જશે. ત્યારે આજે સુરતમાં તેનો વાજતેગાજતે વરઘોડો નીકળ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં જૈન સાધુ સાધ્વીઓ જોડાયા હતા. તો પરિજનો પર મન મૂકી વરઘોડામાં નાચ્યા હતા.
મૂળ રાજસ્થાનના અને હાલ સુરતના મજુરાગેટ કૈલાસનગર ખાતે રહેતા અતુલ જૈન કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને તેમને સંતાનમા એક દીકરી માનવી અને એક પુત્ર છે. માનવીને બોલિવુડમાં સિંગર બનવું હતું, અને તેણે સિંગર બનવા માટે તૈયારીઓ પણ કરી હતી હતી. તે લક્ઝુરિયસ કાર તથા બ્રાન્ડેડ કપડાની શોખીન છે. માનવી હવે આ લક્ઝુરિયસ લાઇફ છોડીને સંયમનો માર્ગ અપનાવવા જઇ રહી છે. માનવી આચાર્ય ગુણરત્ન સૂરીના સાનિધ્યમાં મજુરાગેટ સ્થિત નેમિનાથ ઉપાશ્રયમાં દીક્ષા લેશે. સંસારની મોહ-માયા ત્યાગીને માનવી જૈન હવે સંયમના માર્ગ પર ચાલશે.
[[{"fid":"200816","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"SuratDiksha.jpg","field_file_image_title_text[und][0][value]":"SuratDiksha.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"SuratDiksha.jpg","field_file_image_title_text[und][0][value]":"SuratDiksha.jpg"}},"link_text":false,"attributes":{"alt":"SuratDiksha.jpg","title":"SuratDiksha.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]
દીક્ષા લીધા બાદ માનવીને નવુ નામ આપવામાં આવશે અને ત્યારબાદ જીવનભર માનવીને તે નામથી ઓળખવામાં આવશે. માનવીએ એમ.કોમોન અભ્યાસ રાજસ્થાનના પાલીથી કર્યો હતો. જેમાં તેણે 60 ટકા મેળવ્યા હતા. માનવીએ સંયમના માર્ગ પર ચાલવાનો નિર્ણય લીધો હતો, જેથી તેણીએ પોતાનું રિઝલ્ટ પણ જોયું નહોતું. તેણે વર્ષ 2017માં સુરતના રામ પાવન ભૂમીમાં 48 દિવસ સુધી ઉદ્યાન મહોત્સવમાં ભાગ લીધો, ત્યારબાદ તેણે સંયમના માર્ગ પર ચાલવાનો નિર્ણય કર્યો હતો.
હાલ તો જ્યારે માનવી દિક્ષા ગ્રહણ કરવા જઇ રહી છે, ત્યારે તેના પરિવારજનોમા ખુબ જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પરિવારજનો દ્વારા દિક્ષા ગ્રહણ કાર્યક્રમની તડામાર તૈયારીઓ કરવામા આવી રહી છે. આજે માનવીનો વરઘોડો પણ કાઢવામાં આવ્યો હતો, જેમાં ઉત્સાહથી પરિવારજનો મન મૂકી નાચ્યા હતા, ખુદ માનવી પણ પ્રભુની નજીક જવાની ખુશ હતી અને નાચી રહી હતી.