ઝી બ્યુરો/રાજકોટ: મોંઘવારીના માર વચ્ચે જનતાને વધુ એક ડામ લાગ્યો છે. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભડકા બાદ હવે ખાદ્યતેલના ભાવમાં સતત ત્રીજા દિવસે ભાવવધારો ઝીંકાતા ગૃહિણીઓની કમર તોડી નાંખી છે. સિંગતેલ અને કપાસિયા તેલમાં રૂપિયા 10-10નો વધારો ઝીંકવામાં આવ્યો છે. આ સાથે જ સિંગતેલના ડબ્બાનો ભાવ રૂપિયા 2680થી 2730 સુધી પહોંચ્યો છે એવી જ રીતે કપાસિયાના ડબ્બાનો ભાવ રૂપિયા 2480થી 2530 સુધી પહોચ્યો છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસો બાદ તહેવારોની સીઝન શરૂ થઈ રહી છે, એવામાં એવું જાણવા મળી રહ્યું છે કે તહેવારોના દિવસો શરૂ થવાને કારણે ડીમાંડ વધવાની ગણતરીથી તેલિયા રાજાઓએ ભાવ વધાર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે, મોંઘવારીના અસહ્ય માર વચ્ચે ફરી વાર સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ધરખમ વધારો થયો છે. એક તરફ મગફળી અને કપાસની આવક વધી રહી છે. તો બીજી તરફ ખાદ્યતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. વરસાદી માહોલ વચ્ચે મગફળી અને કપાસિયામાં ભેજ આવતો હોવાથી પીલાણ થઈ શકતું નથી. વેપારીઓનું કહેવું છે કે, વિદેશમાં ખાદ્યતેલની માગ વધી છે. જેથી ભાવમાં વધારો થયો છે.


પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાંથી હવે કોઈ ભક્ત ભૂખ્યું નહિ જાય, મિષ્ટાન પીરસાશે


નોંધનીય છે કે, સિંગતેલની સીઝનમાં જ સિંગતેલનો ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે. કારણ કે સિંગતેલના ડબ્બાનો ભાવ ફરી 2680 થી 2730 રૂપિયા થયો છે. તો કપાસિયા તેલનો ભાવ ડબ્બે 2480 થી 2530 રૂપિયાએ પહોંચ્યો છે. મહત્વનું છે કે, એક બાજુ કપાસ અને મગફળીની આવક થઈ રહી છે તો બીજી બાજુ બન્ને તેલમાં તેજીનો તરખાટ જોવા મળી રહ્યો છે. વૈશ્વિક બજારમાં પામોલિન તેલની ભારે માંગ નીકળતા અન્ય ખાદ્ય તેલોમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે.


Gujarat Rain Forecast: ગુજરાતમાં મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય, માત્ર 4 દિવસમાં આ વિસ્તારો થશે જળબંબાકાર


ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા એટલે કે સિંગતેલના ભાવમાં ડબ્બે છેલ્લા 15 દિવસમાં 100 રૂપિયા અને કપાસિયા તેલના ભાવમાં 60 રૂપિયાનો વધારો થયો છે. નવા ભાવના કારણે સીંગતેલનો ડબ્બો 2730 રૂપિયા તો કપાસિયા તેલનો ડબ્બો 2530 રૂપિયાએ પહોંચ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube