જનતા કર્ફ્યૂ માટે ગુજરાત સરાકરે બહાર પાડી ગાઈડલાઈન, ખાસ વાંચી લેજો
કોરોનાથી બચવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવતીકાલે 22 માર્ચના રોજ એક દિવસના જનતા કર્ફ્યૂ (Janta Curfew) ની અપીલ કરી છે. આવતીકાલે રવિવારે તેઓએ લોકોને સ્વેચ્છાએ કર્ફ્યૂ પાળવાની અપીલ કરી છે. ત્યારે કોરોના (corona virus) સામે પોતાનું અને પોતાના પરિવારની રક્ષા કરવા માટે ભારતના નાગરિકોએ પણ આ જનતા કર્ફ્યુને સમર્થન આપ્યું છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ તમામ ગુજરાતીઓને જનતા કર્ફ્યૂ પાળવાનો અનુરોધ કર્યો છે. ત્યારે જનતા કરર્ફયુ માટે રાજ્ય સરકારે એક ગાઈડલાઈન બહાર પાડી છે.
હિતલ પારેખ/ગાંધીનગર :કોરોનાથી બચવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવતીકાલે 22 માર્ચના રોજ એક દિવસના જનતા કર્ફ્યૂ (Janta Curfew) ની અપીલ કરી છે. આવતીકાલે રવિવારે તેઓએ લોકોને સ્વેચ્છાએ કર્ફ્યૂ પાળવાની અપીલ કરી છે. ત્યારે કોરોના (corona virus) સામે પોતાનું અને પોતાના પરિવારની રક્ષા કરવા માટે ભારતના નાગરિકોએ પણ આ જનતા કર્ફ્યુને સમર્થન આપ્યું છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ તમામ ગુજરાતીઓને જનતા કર્ફ્યૂ પાળવાનો અનુરોધ કર્યો છે. ત્યારે જનતા કરર્ફયુ માટે રાજ્ય સરકારે એક ગાઈડલાઈન બહાર પાડી છે.
ગુજરાતમાં કોરોનાના 13 કેસ પોઝીટિવ, નાયબ મુખ્યમંત્રીએ માસ્ક પહેરીને માહિતી આપી
જનતા કરફ્યૂના સમયે સાયરન વાગશે
ગુજરાત સરકારે બહાર પાડેલી ગાઈડલાઈન અનુસાર, સવારે 06:59 મિનિટે એક મિનિટ માટે સાયરન વગાડવામાં આવશે. જેના બાદ સવારે 7 વાગ્યાથી જનતા કરફ્યુનો પ્રારંભ થશે. તો રાત્રે 9.00 કલાકે જનતા કરફ્યૂ પૂરો થશે, જેથી 9.00 કલાકે ફરીથી સાયરન વાગશે. રાત્રે સાયરન વાગતા જનતા કરફ્યૂ પૂરો થયેલો કહેવાશે.
કોરોનાની ખરાબ સ્થિતિમાં પહોંચી વળવા ગુજરાત સરકારની તૈયારી છે : વિજય રૂપાણી
સાયરન ક્યાંથી વાગશે
ગુજરાતમાં દરેક વહીવટી તંત્ર પાસે સાયરનની વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર, ફાયર બ્રિગેડ તથા જિલ્લા કચેરીઓએ સાયરન મૂકાયા છે. સામાન્ય રીતે આ સાયરન મૂકવા પાછળનો હેતુ અસાધારણ પરિસ્થિતિ, કોઈ મહત્વનો મેસેજ શહેરીજનોને આપવા તથા યુદ્ધ જેવી સ્થિતિમાં પહોંચી વળવા માટેનો હોય છે. સાયરનના દ્વારા લોકોને સતર્ક કરવામાં આવે છે. ગુજરાતમાં ગાંધી નિર્વાણ દિને આ સાયરન સવારે 11.00 કલાકે બે મિનીટ મૌન પાળવા માટે વગાડવામાં આવે છે.
કોરોનાના ડર વચ્ચે સરહદી સૂઈગામમાં એકાએક આવેલી બે વિદેશી મહિલાઓ બની માથાનો દુખાવો
કર્મચારીઓનું અભિવાદન કરવા બીજુ સાયરન
કરફ્યૂની વચ્ચે સાંજે 4.59 મિનીટે ફરી એકવાર સાયરન વગાડવામાં આવશે. 5 વાગ્યાથી 5.5 મિનીટ સુધી આ સાયરન વગાડાશે. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા અપીલ કરવામાં આવી છે કે, આ સાયરન સમયે નાગરિકોએ કોરોના વાયરસની જટિસ પરિસ્થિતિ વચ્ચે પણ કામ કરી રહેલા આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ તથા વહીવટી તંત્રના અધિકારીઓનું અભિવાદન કરવાનું રહેશે. મુખ્યમંત્રીએ અપીલ કરી છે કે, આ સાયરન વાગતા લોકો પોતાના અગાશી પર કે ઘરના બારણાએ આવીને તાળી પાડી, સિસોટી વગાડી કે પછી થાળી વગાડીને સેવા બજાવતા કર્મચારીઓનું અભિવાદન કરે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...