• એનજીટીએ બનાવેલ કમિટીએ ઘટના સ્થળની મુલાકાત લીધી.

  • રિટાયર્ડ ચીફ જસ્ટિસે કોર્પોરેશન એસ્ટેટ અધિકારીનો જાહેરમાં ઉધડો લીધો


ઉદય રંજન/મૌલિક ધામેચા/અમદાવાદ :અમદાવાદના નારોલ કેમિકલ બ્લાસ્ટમાં 13 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જેની તપાસ માટે આજે SIT ની ટીમ સાથે ઉચ્ચ અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જેમાં તપાસ સ્થળની મુલાકાત લીધા બાદ દિલ્હી હાઈકોર્ટના રિટાયર્ડ ચીફ જસ્ટિસ બીએસ પટેલે કોર્પોરેશન એસ્ટેટ અધિકારીનો જાહેરમાં ઉધડો લીધો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

SIT ની ટીમે તપાસ કરી 
નારોલ કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ મામલામાં આજે તપાસ માટે SIT ની ટીમ સાથે તમામ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. દિલ્હી હાઇકોર્ટના રિટાયર્ડ ચીફ જસ્ટિસ બીએસ પટેલ, અમદાવાદના કલેક્ટર સંદીપ સાંગલે, GPCB ના મેમ્બર સેક્રેટરી એવી શાહ અને અન્ય તજજ્ઞોની ટીમ તપાસમાં જોડાઈ હતી. તેમજ ચીફ ફાયર ઓફિસર, ACP કે ડિવિઝન, ડાયરેક્ટર ઇન્સ્ટ્રીયલ સેફ્ટીના અધિકારી અને NCB ના ઝોનલ ડિરેક્ટર તપાસ માટે ઘટના સ્થળે પહોંચ્યા હતા. 


આ પણ વાંચો : CM રૂપાણીનું મોટું નિવેદન, હાલ ગુજરાતમાં લોકડાઉન નહિ આવે 


ચીફ જસ્ટિસે કોર્પોરેશન એસ્ટેટ અધિકારીને ઠપકાર્યા 
એનજીટીએ બનાવેલ કમિટીએ ઘટના સ્થળની મુલાકાત લીધી. જેમાં રિટાયર્ડ ચીફ જસ્ટિસે કોર્પોરેશન એસ્ટેટ અધિકારીનો જાહેરમાં ઉધડો લીધો હતો. સ્થળ પર થયેલા મોટા પ્રમાણમાં ગેરકાયદે બાંધકામ લઈને ઉધડો લીધો હતો. ચીફ જસ્ટિસે કોર્પોરેશન એસ્ટેટ અધિકારીને ઠપકારતા કહ્યું હતું કે, મૃત્યુ પામનાર તમારા સગા હોત તો...?? ત્યારે આ મામલે કોર્પોરેશન અધિકારીએ ચૂપકીદી સેવી હતી.