* અમદાવાદના કોલ સેન્ટર નું અમેરિકા કનેક્શન
* અમેરિકન એજન્સીની માહિતી ના આધારે આરોપી ઝડપાયા
* કોલ સેન્ટરનો માસ્ટર માઇન્ડ રવિ રામી પોલીસના સકંજામાં
* અમેરિકન નાગરિકો ના ડેટા બેંગ્લોર અને હૈદરાબાદમાં વેચાતા


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉદય રંજન/અમદાવાદ : પહેલી વાર એવું થયું કે અમેરિકા માં પકડાયેલ આરોપી નું મૂળ ગુજરાત નીકળ્યું અને અમરેકીન પોલીસે ગુજરાત પોલીસ નો સંપર્ક કર્યો. અમદાવાદ સાયબર ક્રાઈમને વિદેશી નાગરિકો સાથે છેતરપિંડી કરતા બોગસ કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકન એજન્સી દ્વારા મળેલી માહિતીના આધારે સાયબર ક્રાઇમે ગુજરાતમાં ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે. જેમાં પોલીસે હાલ કોલ સેન્ટરના પ્રોસેસિંગનું કામ કરતા માસ્ટર માઇન્ડ રવિ રામાણી સાથે કુલ બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછમાં કોલ સેન્ટરના કાળા કારોબારમાં વધુ ખુલાસો થાય તેવી સંભાવના પોલીસ સેવી રહી છે. બોગસ કોલસેન્ટરમાં ઝડપાયેલા માસ્ટર માઇન્ડ આરોપીઓનું જીવન પણ ફિલ્મોને ટક્કર મારે એવું છે. 


ગુજરાત હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ તરીકે વિનીત કોઠારીની જાહેરાત, ટેક્ષ ક્ષેત્રે આજે પણ વિશ્વમાં વાગે છે ડંકો


સાઇબર ક્રાઇમ પોલીસે બે આરોપીઓ ઝડપી લીધા છે જેમના નામ છે, રવિ ઇન્દ્રવદન સ્વામી અને પાર્થ ગૌતમ ભટ્ટ. માસ્ટર માઇન્ડ રવિ રામી અમેરિકન નાગરિકોના રૂપિયા વિમાન ગુગલ પ્લે કાર્ડમાં તથા જુદા જુદા ગિફ્ટ કાર્ડનું પ્રોસેસિંગ કરવામાં માહેર છે. આરોપી પાર્થ ભટ્ટ અમેરિકન નાગરિકોને ફેક કોલ સેન્ટરમાંથી લોન આપનાર કંપનીના અધિકારી તરીકે ફોન કરી અલગ-અલગ ગીફ્ટ કાર્ડમાં રૂપિયા નાખવાનું કહેતો હતો. ત્યાર બાદ તેને ભારતીય ચલણમાં કન્વર્ટ કરવા માસ્ટર માઈન્ડ રવિ રમીને કાર્ડ આપવામાં આવતા હતા. આ ભેજાબાજ આરોપીઓના કૌભાંડની માહિતી મળતા સાયબર ક્રાઇમના અધિકારીઓ દ્વારા તેમને ઝડપી પાડવામાં આવ્યા છે.


છોટા હાથીમાં ચોર ખાનુ બનાવી દારૂ હેરાફેરીનો પર્દાફાશ, સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ઝડપી પાડ્યાં


ઉલ્લેખનીય છે કે, સાયબર ક્રાઈમને અમદાવાદથી અમેરિકા સુધીના બોગસ કોલ સેન્ટરના કનેક્શનને બેનકાબ કરવામાં સફળતા મળી છે. જેમાં, બોગસ કોલ સેન્ટરના માસ્ટરમાઈન્ડ રવિ રામીને ઝડપી લીધા બાદ કોલ સેન્ટરની કૌભાંડી દુનિયામાં ચકચાર વ્યાપી ગઈ છે. રવિ રામી અને તેનો સાગરીત પાર્થ ભટ્ટ સાયબર ક્રાઈમના સકંજામાં આવતા બોગસ કોલ સેન્ટરના અને કૌભાંડ સામે આવે તેવી ચર્ચા એ જોર પકડ્યું છે. ગિફ્ટ કાર્ડમાં આવતા વિદેશી નાણાઓને ભારતીય નાણામાં રૂપાંતરિત કરવાનું એટલે કે પ્રોસેસિંગ કરવાનું કામ માસ્ટર માઇન્ડ આરોપી રવિ રામીનું છે. અગાઉ પણ આરોપી રવિ રામી કોલ સેન્ટરના કૌભાંડમાં ઝડપાઈ ચૂક્યો છે. પરંતુ આ વખતે આરોપી રવિને ઝડપીને સાયબર ક્રાઇમ દ્વારા અમદાવાદથી અમેરિકા સુધીના તમામ બોગસ કોલ સેન્ટરના કનેક્શનને બે નકાબ કરવા માટે તપાસનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે.


આ વીડિયો ન જોતા ! ગાંધીનગર સિવિલના સિનિયર ડોક્ટરે મહિલાને થેલા સહિત 50 ફૂટ ઢસડી


સાયબર ક્રાઇમ દ્વારા પકડવામાં આવેલા બોગસ કોલ સેન્ટરના બંને ભેજાબાજ શખ્સ સોની સાથે સાથે અમેરિકન નાગરિકોના ડેટા લઈ બોગસ કોલ સેન્ટર ચલાવતા બેંગ્લોરના વિશાલ પટેલ તથા હૈદરાબાદના રવી ક્રિશ્ચિયનના નામ તપાસમાં ખુલ્યા છે. તેને પકડવા માટે પોલીસે તપાસનો તખ્તો તૈયાર કર્યો છે. નોંધનીય છે કે, બોગસ કોલ સેન્ટરનું કૌભાંડ આટલેથી અટકતું નથી. રવિ રામીની પૂછપરછમાં અનેક બોગસ કોલ સેન્ટર અને આરોપીઓના નામ ખુલે તેવું પોલીસ માની રહી છે. હવે જોવાનુંએ રહેશે કે, સાયબર ક્રાઇમ આ ભેજાબાજ આરોપીઓ પાસેથી માહિતી કેવી રીતે કઢાવે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube