ગુજરાત હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ તરીકે વિનીત કોઠારીની જાહેરાત, ટેક્ષ ક્ષેત્રે આજે પણ વિશ્વમાં વાગે છે ડંકો

ગુજરાતની હાઇકોર્ટનાં નવા ચીફ જસ્ટિસના નામની જાહેરાત થઇ હતી. ગુજરાત હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ તરીકે વિનીત કોઠારીના નામની જાહેરાત કરવામાં આવી હતી. એક્ટીંગ ચીફ જસ્ટિસ તરીકે ગુજરાત હાઇકોર્ટમાં વિનીત કોઠારી ચાર્જ સંભાળશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે વિક્રમનાથ હતા. તેઓ 10/09/2019નાં રોજ ગુજરાત હાઇકોર્ટનાં ચીફ જસ્ટિસ તરીકે નિમણુંક પામ્યા હતા. હાલ સુધી તેઓ ગુજરાત હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ તરીકે જવાબદારી નિભાવી રહ્યા હતા. 
ગુજરાત હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ તરીકે વિનીત કોઠારીની જાહેરાત, ટેક્ષ ક્ષેત્રે આજે પણ વિશ્વમાં વાગે છે ડંકો

અમદાવાદ : ગુજરાતની હાઇકોર્ટનાં નવા ચીફ જસ્ટિસના નામની જાહેરાત થઇ હતી. ગુજરાત હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ તરીકે વિનીત કોઠારીના નામની જાહેરાત કરવામાં આવી હતી. એક્ટીંગ ચીફ જસ્ટિસ તરીકે ગુજરાત હાઇકોર્ટમાં વિનીત કોઠારી ચાર્જ સંભાળશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે વિક્રમનાથ હતા. તેઓ 10/09/2019નાં રોજ ગુજરાત હાઇકોર્ટનાં ચીફ જસ્ટિસ તરીકે નિમણુંક પામ્યા હતા. હાલ સુધી તેઓ ગુજરાત હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ તરીકે જવાબદારી નિભાવી રહ્યા હતા. 

વિક્રમનાથ બાદ વિક્રમનાથ જ સૌથી સીનિયર જજ હતા. વિનિત કોઠારીનો જન્મ 02 સપ્ટેમ્બર, 1959 ના રોજ થયો હતો. તેઓ મદ્રાસહાઇકોર્ટમાં પણ પોતાની સેવાઓ આપી ચુક્યા છે. તેઓ મુળ રીતે રાજસ્થાનના જોધપુરના છે. વિનિત કોઠારી બી.કોમ બાદ એલએલબી, એલએલએમ અને પીએચડી કરી ચુક્યા છે. તેઓએ કર અને કર અંગેના કાયદામાં પીએચડીની ડિગ્રી જોધપુર ખાતેથી પ્રાપ્ત કરી હતી. આ ઉપરાંત તેઓ સી.એ અને સી.એસમાં પણ ક્વોલિફાઇ થઇ ચુક્યા છે. તેઓની નિવૃતીની તારીખ 01/09/2021 છે. 

વિનીત કોઠારી રાજસ્થાન હાઇકોર્ટમાં 23 હજારથી વધારે રાજસ્થાન હાઇકોર્ટમાં, 14 હજાર કેસ કર્ણાટક હાઇકોર્ટ અને 8 હજાર કેસ મદ્રાસ હાઇકોર્ટમાં સુનાવણી કરી ચુક્યા છે. જે પૈકી મોટા ભાગનાં કેસ સિવિલ અને ટેક્ષ લોને લગતા હોય હતા. આ ઉપરાંત તેઓ નેશનલ કોન્ફરન્સ અને ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ ઇન્ટરનેશનલ ટેક્ષેશન અને અન્ય સંબંધિત મુદ્દાઓ પર યુરોપિયન દેશો જેવા કે એમ્સ્ટ્રાડેમ, હેલ્સીન્કી, સ્વિત્ઝરલેન્ડ અને બ્રિસબેન, ઓસ્ટ્રેલિયમાં સેવા આપી ચુક્યા છે. આ ઉપરાંત તેઓ આંતરરાષ્ટ્રીય એસોસિએશન અને ટેક્ષ જજીસ બોર્ડમાં પણ રહી ચુક્યા છે અને અને CMJA લંડનના મેમ્બર પણ રહી ચુક્યા છે. (સંબંધિત માહિતી ગુજરાત હાઇકોર્ટ વેબસાઇટ)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news