Swin Flu Cases : ફાર્મા હબ કહેવાતા ગુજરાતમાં લોકો પર અનેક બીમારીઓ કહેર બનીને વરસી છે. કોરોના મહામારી માંડ થાળે પડી, ત્યાં હવે હાર્ટ એટેકના કેસોમાં વધારો થયો છે. આ વચ્ચે એક નવી બીમારીએ ગુજરાતમાં દસ્તક આપી છે. ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના કેસ ચિંતાજનક રીતે વધાયો છે. તો સાથે જ કોરોનાની પણ એન્ટ્રી થઈ છે. છેલ્લા ત્રણ મહિનામા આવેલા સ્વાઈન ફ્લૂના કેસ ચિંતા જગાવે તેવા છે. લેટેસ્ટ અપડેટ અનુસાર, ગુજરાતમાં છેલ્લા ત્રણ માસમાં સ્વાઈન ફ્લુની 630 કેસ નોંધાયા છે. H1N1 ના કેસ સાથે H1N1-1 ના કેસ પણ નોંધાયા છે. તો બીજી તરફ, અમદાવાદ શહેરમાં ઉનાળાના પ્રારંભે જ રોગચાળો વકર્યો છે. એક જ મહિનામાં ઝાડા-ઉલટીના 562 કેસ નોંધાયા છે. ટાઈફોઈડના 204, સ્વાઈન ફ્લૂના 173 અને કમળાના 85 કેસ નોંધાતા તંત્રની ચિંતા વધી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં સ્વાઈન ફ્લૂ વકર્યો
આંકડા અનુસાર, ગુજરાતમાં વર્ષ 2024 ની શરૂઆતથી અત્યારસુધી H1N1ના ચાર કેસ નોંધાયા છે. અત્યાર સુધી રાજ્યમાં સ્વાઈન ફ્લુથી 15 દર્દીઓના મોત છે. તો રાજ્યમાં હાલ ૧૩૫ લોકો સારવાર હેઠળ છે. અમદાવાદમાં સૌથી વધુ અત્યારસુધી ૩૨૨ કેસ નોંધાયા છે. જે બતાવે છે કે, અમદાવાદમાં સ્વાઈન ફ્લૂ વકર્યો છે. હાલ સારવાર હેઠળ ૧૩૫માંથી ૫૯ અમદાવાદમાં છે. આ માટે આરોગ્ય વિભાગે સારવાર માટે સૂચનાઓ બહાર પાડી છે. સરકારી હોસ્પિટલમાં સરવાર સંદર્ભે સૂચનાઓ આપવામાં આવી છે. 


વિરોધીઓ પર વરસ્યા નીતિન પટેલ, પત્ની જેનું નથી સાંભળતી એવા સલાહ આપવા નીકળી પડ્યા


સ્વાઈન ફ્લૂ સાથે કોરોનાની પણ એન્ટ્રી
સ્વાઈન ફ્લૂ વચ્ચે ગુજરાતમાં કોરોનાએ પણ એન્ટ્રી કરી છે. કોરોના મહામારી એ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યુ હતું. ત્યારે આ જ કોરોનાએ ફરી માથુ ઉચક્યુ છે. અમદાવાદમાં કોરોનાના 2 કેસ સામે આવ્યા છે. બંને દર્દીઓને અમદાવાદ અસારવા સિવિલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયા છે.


અમદાવાદમાં સ્વાઈન ફ્લુના હાલ ચાર કેસ છે. જેમાં અસારવા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સારવાર હેઠળ છે. ચારમાંથી એક દર્દી મધ્યપ્રદેશનો જ્યારે ત્રણ દર્દીઓ ગુજરાતના છે. ચારમાંથી એક દર્દી મહિલા જ્યારે અન્ય ત્રણ પુરુષ દર્દી છે. ત્રણ દર્દીઓને કોમોરબોડિટીઝની અસર જોવા મળી છે. માર્ચ મહિનામાં અત્યાર સુધી 14 થી 15 દર્દીઓ સ્વાઈન ફ્લૂ પોઝિટિવ આવ્યા છે. તો બે દર્દીઓ કોરોના પોઝિટિવ સારવાર હેઠળ છે. 


કમલમમાં કકળાટ, જ્યારે કોંગ્રેસ ટનાટન છે! સાબરકાંઠા બાદ વિજાપુરમાં વિરોધ ઉઠ્યો


કેમ વકર્યો સ્વાઈન ફ્લૂ
તબીબોના મતે સ્વાઈન ફ્લૂ મિક્સ ઋતુને કારણે વકર્યો છે. ઠંડી તેમજ ભેજવાળા વાતાવરણમાં સ્વાઈન ફ્લૂના કેસમાં વધારો થાય છે. હવે ઉનાળામાં ગરમી વધશે તેમ સ્વાઈન ફ્લુના કેસ ઘટશે તેવી શક્યતા જોવાઈ રહી છે. 


આવી રીતે ફેલાય છે 
સ્વાઈન ફ્લૂનું સંક્રમણ વ્યક્તિને સ્વાઈન ફ્લૂના દર્દીના સંપર્કમાં આવવાથી થાય છે. આ રોગથી પ્રભાવિત વ્યક્તિને સ્પર્શ કરવું, તેને હાથ લગાવવું, તેના છીંકવા, ખાંસવા કે પીડિત વ્યક્તિઓના સંપર્કમાં આવવાથી સ્વાઈન ફ્લૂથી અન્ય વ્યક્તિ ગ્રસ્ત થાય છે. ખાંસવા, છીંકવા કે આમને-સામને નિકટથી વાતચીત કરતા સમયે રોગીથી સ્વાઈન ફ્લૂના વાયરસ બીજા વ્યક્તિના શ્વાસમાં પ્રવેશે છે. અનેક લોકોમાં આ સંક્રમણ બીમારીનું રૂપ નથી લેતી, અથવા અનેકવાર શરદી, ખાંસી અને ગળામાં ખારાશ સુધી સીમિત રહે છે.


કમલમમાં પાટીલનો ક્લાસ, એક સવાલ પર ચૂપ રહ્યાં નેતાઓ, કોઈ કંઈ ન બોલ્યું


આ લોકોને છે વધુ ખતરો


  • એવા લોકો જેમની ઈમ્યુન સિસ્ટમ નબળી છે, જેમ કે વૃદ્ધો, બાળકો, ડાયાબિટીસ કે એચઆઈવીથી ગ્રસ્ત લોકો

  • દમ અને બ્રોન્કાઈટીસના દર્દીઓ

  • નશો કરનાર વ્યક્તિ

  • કુપોષણ, એનીમિયા કે અન્ય ક્રોનિક બીમારીઓથી પ્રભાવિત લોકો

  • ગર્ભવતી મહિલાઓ તેની ઝપેટમાં જલ્દી આવે છે. આવી મહિલાઓમાં ચેપથી મૃત્યુ સુધી પણ પહોંચે છે. 


સ્વાઈન ફ્લૂના લક્ષણો
તાવ આવવો, ખાંસી આવવી, ગળામાં તકલીફ થવી, શરીરમાં દર્દ થવું, માથુ દર્દ અને કમકમાટી અનુભવાવી, નબળાઈ લાગવી, કેટલાક લોકોને ઉલટી પણ થાય છે.


કેનેડા જવા માંગતા લોકો માટે મોટા સમાચાર, કેનેડાએ વસ્તી ઘટાડવા કર્યો આ નિર્ણય