વિરોધીઓ પર વરસ્યા નીતિન પટેલ, પત્ની જેનું નથી સાંભળતી એવા સલાહ આપવા નીકળી પડ્યા

Nitin Patel Statement : મહેસાણામાં વિરોધીઓ પર વરસ્યા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ....કહ્યું કે 'પત્ની જેનું  નથી સાંભળતી એવા સલાહ આપવા આવે છે' ...સલાહ આપનારની કેપિસિટી જોવી પડે

વિરોધીઓ પર વરસ્યા નીતિન પટેલ, પત્ની જેનું  નથી સાંભળતી એવા સલાહ આપવા નીકળી પડ્યા

Mehsana News : ચૂંટણીમા ક્યાંય નીતિન પટેલ ઉમેદવાર નથી, છતા ભાજપના આ ફાયરબ્રાન્ડ નેતા સતત ચર્ચામાં રહે છે. મહેસાણામાં ઉમેદવારી પરત ખેંચીને નીતિન પટેલે આડકતરી રીતે પક્ષના નિર્ણયને માન આપ્યું. ત્યારે મહેસાણામાં વિશ્વ ઉમિયા ધામના એક કાર્યક્રમમા નીતિન પટેલ સ્ટેજ પરથી વિરોધીઓ પર વરસ્યા હતા. તેમણે કહ્યું હતું કે, પત્ની જેનું  નથી સાંભળતી એવા સલાહ આપવા આવે છે.

સલાહ આપવાનું બંધ કરો 
વિશ્વ ઉમિયા ધામ આયોજિત માં ઉમિયાના દિવ્ય રથ પરિભ્રમણે નીકળ્યો છે. ત્યારે મહેસાણામાં મોઢેરા રોડ પર હજારોની સંખ્યામાં પાટીદાર મહિલાઓએ રથનું સ્વાગત કર્યું હતું. મહેસાણામાં વિશ્વ ઉમિયાધામ દિવ્ય રથ પરીભ્રમણ યાત્રા પહોંચી ત્યારે આ પ્રસંગે નીતિન પટેલે કાર્યક્રમમાં કહ્યું હતુ કે, સમાજનું પીઠબળ, સમર્થન, શક્તિ હોય તો સમાજનો વિકાસ થાય છે. કોઈએ ટીકા કરી કે મંદિરો બનાવીને શું કરવાનું. આ મંદિર વિશ્વમાં ઊંચામાં ઊંચું બનવા જઈ રહ્યું છે. કોઈ કામ ઝડપથી પૂરું ના થાય, કામમાં સમય લાગે.

વિરોધી પર નીતિન પટેલે કહ્યુ હતું કે, હું ધારાસભ્ય હતો ત્યારે ગમે તે મને સલાહ આપતા. “જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તે અમને સલાહ આપે છે...” આવા નેતાઓને સલાહ આપવાનું બંધ કરવા નીતિન પટેલે સ્પષ્ટ સૂચના આપી છે. સાથે જ તેમણે કહ્યું કે, સલાહ આપનારની કેપેસિટી જોવી પડે.

 

— Zee 24 Kalak (@Zee24Kalak) March 27, 2024

 

સલાહના નામે અમને ભાષણ ના આપે
ત્યારે ન માત્ર નીતિન પટેલ પણ વિશ્વ ઉમિયાધામના આર.પી. પટેલે પણ કહ્યું કે લોકો અમને સલાહ આપે છે તે પહેલા પોતાનું ભલું કરે અને અમને સલાહ આપવાનું બંધ કરે. આર પી પટેલે કહ્યું કે, મહેરબાની કરીને અમને સલાહ ના આપો. બધી સંસ્થાઓનું એક પ્લેટફોર્મ બને એવી ભાવના છે. અમને સલાહ નથી જોઇતી. સાથ અને સહકાર જોઈએ છે. સલાહના નામે અમને ભાષણ ના આપે. 

 આ કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામનાં પ્રમુખ આર પી પટેલ, ભાજપ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ મંચ ઉપરથી નીતિન પટેલે ફરી એકવાર શબ્દોમાં છોડ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news