અમદાવાદ: ઓઢવ લઠ્ઠાકાંડનો આજે સેશન્સ કોર્ટ ચુકાદો આપ્યો. કોર્ટે મુખ્ય સૂત્રધાર વિનોદ ડગરી સહિતના 6 આરોપીઓની દોષિત ઠેરવ્યા છે. સેશન્સ કોર્ટે બંને પક્ષની રજૂઆત સાંભળ્યા બાદ ચુકાદો આપ્યો છે. ત્યારે કોર્ટરૂમમાં આરોપીઓના વકીલે દલીલ કરતા કહ્યું કે, કાગડાપીઠ પોલીસ સ્ટેશન અને ઓઢવ પોલીસ સ્ટેશનનો કેસ એક જ છે. મારા ક્લાઇન્ટ કાગડાપીઠ કેસમાં સજા ભોગવી ચુક્યા છે. કોર્ટ દયા કરીને ઓછામાં ઓછી સજા કરે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- તક્ષશિલા અગ્નિકાંડ મામલો: પોલીસે બિલ્ડર સવજી પાઘડારની કરી ધરપકડ


વર્ષ 2009ના ઓઢવ લઠ્ઠાકાંડમાં 123 લોકોએ જીવ ગુમાવ્યા હતા. પોલીસે બુટલેગર વિનોદ ડગરી, રવિન્દ્ર પવાર સહિત 33 આરોપીઓ સામે ચાર્જશીટ કરાઈ હતી. ત્યારે આ ગુનામાં કેમિકલ આપનારા જયેશ ઠક્કર અને દાદુ છારા પણ આરોપી છે. આ કેસમાં કુલ 650 જેટલા સાક્ષીઓએ જુબાની આપી હતી. ઓઢવ લઠ્ઠાકાંડ મામલે સેશન્સ કોર્ટે બંને પક્ષની રજૂઆત સાંભળ્યા બાદ ચુકાદો આપ્યો છે. કોર્ટે મુખ્ય સૂત્રધાર વિનોદ ડગરી સહિતના 6 આરોપીઓને આરોપીઓની દોષિત ઠેરવ્યા છે.


રાજ્યમાં મેઘમહેર: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, ઓરસંગ નદીમાં ઘોડાપુર


જો કે, આ કેસમાં આરોપીઓના વકીલે કોર્ટ રૂમમાં દલીલ કરી હતી. કે, કાગડાપીઠ પોલીસ સ્ટેશન અને ઓઢવ પોલીસ સ્ટેશનનો કેસ એક જ છે. મારા ક્લાઇન્ટ કાગડાપીઠ કેસમાં સજા ભોગવી ચુક્યા છે. બન્ને સજાને એક જ ગણવી જોઈએ. બન્ને કેસમાં એક જ સાથે ધરપકડ કરવામાં આવી છે. કોર્ટ દયા કરીને ઓછામાં ઓછી સજા કરે. કેસના પ્રોસીડિંગમાં ક્યારે વિલંબ થયો નથી.


દોષિત આરોપીઓના નામ


  • વિનોદ ડગરી

  • જયેશ

  • અરવિંદ

  • નંદા બેન

  • મીના બેન

  • જસી બેન


જુઓ Live TV:-


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...