અતૃલ તિવારી, અમદાવાદ: OBC અને SC/ST એકતા મંચ ઉપ પ્રમુખ મુકેશ ભરવાડે ગુજરાત સરકારે લાગુ કરેલા ફી નિર્ધારણ સમિતિ પર ખાનગી સ્કૂલોના સંચાલકો અને શિક્ષણ વિભાગ સાથે મિલીભગતથી સ્કૂલોની ફી નક્કી કરાઈ રહ્યાનો આક્ષેપ લગાવ્યો છે. સાથે જ કુલ છ માગણીઓ આગામી ૧૦ દિવસમાં પૂરી કરવાની માગ કરતા જાણાવ્યું છે કે જો માગણીઓ પૂરી નહીં થાય તો આગામી ૧૦ દિવસ બાદ DEO ઓફિસને તાળાબંધી કરવામાં આવશે. સાથે જ વિધાનસભાના ઘેરાવની પણ ચીમકી ઉચ્ચારી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: સુરતમાં ટ્રકની ટક્કરે બાઇક સવાર, બંનેનું સ્થળ પર કમકમાટી ભર્યું મોત


મુકેશ ભરવાડે કરેલી માગણીઓ:
૧. ખાનગી સ્કૂલો દ્વારા કરેલી દરખાસ્તની વિગતો વેબસાઈટ પર જાહેર કરવામાં આવે.
૨. સ્કૂલો દ્વારા દરખાસ્તમાં જે કઈ પણ હિસાબો રજુ કર્યા હોય તેને સ્કેન કરીને વેબસાઈટ પર મુકવામાં આવે.
૩. વાલીઓ પાસેથી વધુ વસુલેલી ફીના નાણા ૧૦ દિવસમાં પરત આપવામાં આવે.
૪. વર્ષ ૨૦૧૭થી ફી નિર્ધારણ કાયદો લાગુ થયો હોવાથી જે વિદ્યાર્થીઓ સ્કુલ છોડીને ગયા હોય તેવા વિદ્યાર્થીઓને વધારાની ફી પરત આપવામાં આવે.
૫. જો સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓને ફી પરત કરવામાં આનાકાની કરવામાં આવતી હોય તો તેવી શાળાઓની ફરિયાદ સ્વીકરવા એક ડેસ્ક બનાવવામાં આવે.
૬. પોતાના બાળકનું ભવિષ્ય બગડશે તેવા સંચાલકોના ડરના કારણે વાલીઓ ફરિયાદ કરતા નથી જેથી વાલીઓનું નામ ગુપ્ત રાખી ખાનગી સ્કૂલોની ગેરરીતિઓ અંગેની ફરિયાદો DEO કચેરીમાં સ્ચીકારવાનું શરુ કરવામાં આવે.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...