વડોદરા મકરપુરા GIDCમાં ભીષણ આગ બાદ બ્લાસ્ટ, 6 લોકો ઇજાગ્રસ્ત
શહેરની મકરપુરા જીઆઇડીસીમાં આવેલી પાવરટ્રેક આજે ટેસ્ટિંગ મશીનમાં પ્રેશ વધી જતા પ્રચંડ બ્લાસ્ટ બાદ આગ ભભુકી ઉઠી હતી.
વડોદરા : શહેરની મકરપુરા જીઆઇડીસીમાં આવેલી પાવરટ્રેક આજે ટેસ્ટિંગ મશીનમાં પ્રેશ વધી જતા પ્રચંડ બ્લાસ્ટ બાદ આગ ભભુકી ઉઠી હતી. જેમાં 6 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઘટના અંગે વડોદરા ફાયર વિભાગને જાણ થતા પાંચ જેટલી ગાડીઓ તત્કાલ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. આગને કાબુમાં લેવા માટેની કાર્યવાહી આરંભી હતી. જો કે ફેક્ટરીમાં ગેસના સિલિન્ડર સહિતની સામગ્રી મુકવામાં આવી હોવાનાં કારણે આગ વધારેને વધારે વિકરાળ તથા ઘાતક બની હતી.
ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી 2019 :સરેરાશ 51.41 ટકા મતદાન
સોશિયલ મીડિયા ઇફેક્ટ: કોડિયાઓની માંગમાં ગત વર્ષની તુલનાએ વધારો થયો
આગ એટલી વિકરાળ હતી કે બાજુમાં રહેલા બીજી ફેક્ટરી સુધી આ આગ પહોંચી ગઇ હતી. 336 નંબરના પ્લોટમાં આવેલી આ કંપનીમાં આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ફાયર બ્રિગેડનાં લાશ્કરો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. આગને કાબુમાં લેવાના પ્રયાસો ચાલી રહ્યા છે. આસપાસની ફાયરની ટીમોને પણ બોલાવી લેવામાં આવી છે. જો કે અંદર રહેલા ગેસના સિલિન્ડર એક પછી એક બ્લાસ્ટ થઇ રહ્યા હોય નજીક જઇને આગ પર મારો કરવો શક્ય નથી.